BIG Dividend: Bajaj Holdingsના રોકાણકારોને બખ્ખાં, દરેક શેર પર આપશે ₹65 ડિવિડન્ડ
Bajaj Holdings and Investmentએ નાણાકીય વર્ષ 2026-27 માટે દરેક શેર પર ₹65નો અંતરિમ ડિવિડન્ડ જાહેર કર્યો છે. ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર આ ડિવિડન્ડ 650% થાય છે. કંપનીએ ડિવિડન્ડ માટે 21 સપ્ટેમ્બર 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

Bajaj Holdings and Investmentના શેરધારકો માટે મોટું અપડેટ આવ્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 માટે દરેક શેર પર ₹65નો અંતરિમ ડિવિડન્ડ જાહેર કર્યો છે. કંપનીના ₹10 ફેસ વેલ્યુ ધરાવતા દરેક શેર પર ₹65નું ડિવિડન્ડ એટલે ફેસ વેલ્યુના આધારે 650% ડિવિડન્ડ. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 15 સપ્ટેમ્બર 2026ના રોજ મળેલી બેઠકમાં આ અંતરિમ ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી હતી.
21 સપ્ટેમ્બર છે રેકોર્ડ ડેટ
ડિવિડન્ડ મેળવવા માટે રોકાણકારો માટે સૌથી મહત્વની તારીખ 21 સપ્ટેમ્બર 2026 છે. કંપનીએ આ દિવસને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ તારીખના આધારે નક્કી થશે કે કયા શેરધારકો ₹65 પ્રતિ શેરના અંતરિમ ડિવિડન્ડ માટે પાત્ર રહેશે. એટલે રોકાણકારોએ ડિવિડન્ડની જાહેરાત સાથે રેકોર્ડ ડેટ પર પણ ધ્યાન રાખવું જરૂરી છે.
13 ઓક્ટોબર સુધી ડિવિડન્ડ મળશે
કંપનીએ ડિવિડન્ડની ચુકવણી માટેની સમયમર્યાદા પણ જાહેર કરી છે. પાત્ર શેરધારકોને ₹65 પ્રતિ શેરનો અંતરિમ ડિવિડન્ડ 13 ઓક્ટોબર 2026 અથવા તે પહેલાં તેમના ખાતામાં જમા કરવામાં આવશે. આ રીતે કંપનીએ ડિવિડન્ડની રકમ, રેકોર્ડ ડેટ અને ચુકવણીની સમયમર્યાદા ત્રણેય બાબતો સ્પષ્ટ કરી છે.
આ પણ વાંચો: પ્રણવ કન્સ્ટ્રકશનનું 33 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ, નોંધણી પછી શેરમાં નવી ટોચથી 16 ટકા ઘટાડો
શું શેરના ભાવમાં દેખાઈ અસર ?
કંપનીએ ડિવિડેન્ડની જાહેરાત કર્યા બાદ શેરનાં ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. કંપનીનો શેર 15 સપ્ટેમ્બરે 0.22% ઘટીને 11,110ના સ્તરે બંધ થયો હતો.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

