Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર
ઘરેલુ બજાર MCX પર સોનાના ભાવમાં 2%થી વધુનો ઉછાળો, જ્યારે ચાંદી 3.57% વધીને ₹1.86 લાખની નજીક પહોંચી; વૈશ્વિક બજારમાં પણ તેજી

અમેરિકામાં મિડટર્મ ચૂંટણી પર બધાની નજર છે. આ ચૂંટણીમાં ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીએ સેનેટ અને હાઉસમાં બહુમતી મેળવી છે, જેથી હવે પ્રમુખ ટ્રમ્પ પર લગામ લાગશે તેવી અટકળો તેજ બની છે. આવા સમયે સોના અને ચાંદી પર પણ તેની અસર જોવા મળી રહી છે. બુધવારે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. ઘરેલુ બજાર MCXમાં સોના અને ચાંદીએ નરમાઈ સાથે કારોબારની શરૂઆત કર્યા પછી તેજી નોંધાવી છે. બીજીબાજુ વૈશ્વિક બજારમાં સોનામાં તેજી અને ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે.
સોનું નીચા મથાળેથી ઊંચકાયું
સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 44ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,39,408ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,39,452 હતો. જોકે, સોનામાં નીચા સ્તરેથી ખરીદી વધતા આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો ભાવ બે ટકાથી વધુ વધીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,243ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવ આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
ચાંદીના ભાવમાં ઊછાળો યથાવત્
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 190ની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,79,888ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,79,698 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 3.57 ટકાના ઊછાળા સાથે પ્રતિ કિલો રૂ. 1,86,116ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.
વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. Comex પર સોનું પ્રતિ ઔંસ 3,940.80 ડોલરના સ્તરે ખૂલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 3,940.40 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 77.10 ડોલર એટલે કે 1.96 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 4,017.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના ભાવે આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કર્યું હતું.
Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 49.82 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 49.75 ડોલર હતો. જોકે આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 1.702 ડોલર એટલે કે 3.42 ટકા વધીને પ્રતિ ઔંસ 51.455 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદી વાયદો આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરનું સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
સોનાને રૂ. 1.38 લાખના સ્તરે સપોર્ટ
ટેકનિકલરૂપે બજારમાં તાજા વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 0.87 ટકા વધીને 16,282 કોન્ટ્રાક્ટ પર પહોંચી ગયો હતો જ્યારે સોનાનો ભાવ રૂ. 734 ઘટ્યો હતો. આ નવી શોર્ટ પોઝિશન બનવાના સંકેત છે. સોનાને હાલમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,070નો સપોર્ટ મળી રહ્યો છે. તેનાથી નીચે ઘટતા ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,36,690ના સ્તર સુધી જઈ શકે છે. ઉપરની તરફ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,40,620ના સ્તરે અવરોધક છે. આ સ્તરથી ઉપર ટકતા સોનામાં રિકવરી વધીને રૂ. 1,41,800 સુધી જઈ શકે છે.
ચાંદીમાં રૂ. 1.83 લાખ પ્રતિકારક સ્તર
ટેકનિકલ રૂપે ચાંદીમાં લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 0.61 ટકા ઘટીને 16,830 કોન્ટરાક્ટ રહી ગયો, જ્યારે ભાવ 4,081 ઘટી ગયો છે. આ વર્તમાન લોન્ગ પોઝિશનના બંધ થવાના સંકેત છે. ચાંદીને હાલમાં પ્રતિ કિલો રૂ.1,75,670ના સ્તરે સપોર્ટ મળ્યો છે. આ સ્તરની નીચે ટકતા ભાવ વધુ નરમ થઈ શકે છે અને તે પ્રતિ કિલો રૂ. 1,71,640ના સ્તર સુધી ગગડી શકે છે. ઉપરની તરફ પ્રતિ કિલો રૂ. 1,83,310 પ્રતિકારક સ્તર છે. તેનાથી ઉપર જતા ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. 1,86,910ના સ્તરે પહોંચી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો


