સરકાર 6 મહિનામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, FY27માં ₹16 લાખ કરોડનું ધિરાણ લેશે, બજેટ અંદાજ કરતાં ઓછું
કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27ના બીજા છમાસિકમાં રૂ. 7.86 લાખ કરોડનું ધિરાણ લેવાની યોજના બનાવી રહી છે. આ રકમ ડેટેડ સિક્યોરિટીઝના 23 સાપ્તાહિક હરાજી દ્વારા એકત્ર કરવામાં આવશે, જેમાં સોવરેન ગ્રીન બોન્ડ પણ સામેલ છે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે બજારમાંથી લેવામાં આવનાર ધિરાણની યોજના જાહેર કરી છે. સરકાર બીજા છમાસિકમાં રૂ. 7.86 લાખ કરોડનું ધિરાણ લેશે, જ્યારે સમગ્ર વર્ષ માટે કુલ બજાર ધિરાણ લગભગ રૂ. 16 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. આ રકમ બજેટમાં નક્કી કરાયેલા રૂ. 17.20 લાખ કરોડના અંદાજ કરતાં લગભગ રૂ. 1.20 લાખ કરોડ ઓછી છે.સરકારની ટેક્સ અને નોન-ટેક્સ રેવેન્યુ વધવાથી ધિરાણની જરૂરિયાત ઘટી છે. આ ઉપરાંત સરકારે એસેટ મોનેટાઈઝેશન દ્વારા પણ વધારાની આવક મેળવી છે જેના કારણે ધિરાણમાં ઘટાડો કર્યો છે.
બીજા 6 માસિકગાળામાં ₹7.86 લાખ કરોડનું ધિરાણ
નાણાં મંત્રાલયે 25 સપ્ટેમ્બરે જાહેર કરેલી ધિરાણ યોજના મુજબ, ઓક્ટોબર 2026થી માર્ચ 2027 દરમિયાન સરકાર ડેટેડ સિક્યોરિટીઝ દ્વારા ₹7.86 લાખ કરોડ એકત્ર કરશે. આ ધિરાણ માટે કુલ 23 સાપ્તાહિક હરાજી યોજાશે. આ પ્રક્રિયા RBI સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવી છે.
લાંબા ગાળાના બોન્ડથી એકત્ર થશે રકમ
સરકાર વિવિધ મુદતના બોન્ડ મારફતે ભંડોળ એકત્ર કરશે. તેમાં 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ અને 50 વર્ષ સુધીના સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે. બીજા છમાસિકના ધિરાણમાં 10 વર્ષના બોન્ડનો સૌથી મોટો હિસ્સો રહેશે. તેનો હિસ્સો કુલ ધિરાણના 26.3 ટકા રહેશે, જ્યારે 15 વર્ષના બોન્ડનો હિસ્સો 17.6 ટકા રહેશે.
આ પણ વાંચો: જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
ગ્રીન બોન્ડથી પણ ભંડોળ એકત્ર કરશે
સરકાર બીજા છમાસિકમાં સોવરેન ગ્રીન બોન્ડ દ્વારા પણ ₹15,000 કરોડ એકત્ર કરશે. આ બોન્ડ પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા માટે જારી કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર બજારની જરૂરિયાત મુજબ અન્ય પ્રકારના બોન્ડ પણ જારી કરી શકે છે.
fiscal consolidation ઘટાડવાની યોજના
સરકારની ઓછી ધિરાણ લેવાની યોજના fiscal consolidation ઘટાડવાના પ્રયાસો સાથે જોડાયેલી છે. નાણાકીય વર્ષ 2026-27 માટે fiscal consolidationનો લક્ષ્યાંક GDPના 4.3 ટકા રાખવામાં આવ્યો છે. સરકારે દેવું ઘટાડવાની વ્યૂહરચના પણ રજૂ કરી છે, જેનો હેતુ કેન્દ્ર સરકારના દેવાને ધીમે ધીમે ઘટાડવાના માર્ગ પર લાવવાનો છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર


