IRCTC: એક જ દિવસમાં ટિકિટ બુકિંગનો રેકોર્ડ તૂટ્યો, 20 લાખ ટિકિટનું બમ્પર બુકિંગ
IRCTCનાં અધિકારીના જણાવ્યા મુજબ એક જ દિવસમાં ટ્રેનની 20 લાખથી વધુ ટિકિટનું બુકિંગ થઈ નવો રેકોર્ડ નોંધાયો છે.

IRCTC: તહેવારોમાં વતન જવા અને પ્રવાસ માટે ટ્રેનની ટિકિટ બુકિંગમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. રેલવેની સત્તાવાર ટિકિટ બુકિંગ સંસ્થા IRCTCએ સૌથી વધુ એક દિવસનું બુકિંગ નોંધાવ્યું હતું. આ આંકડો ગયા વર્ષની તહેવારોની સિઝનમાં નોંધાયેલા સૌથી વધુ 18,40,203 ટિકિટના દૈનિક બુકિંગ કરતાં આશરે 6% વધારે છે.
ઓનલાઈન બુકિંગનો હિસ્સો 89%
IRCTCના જણાવ્યા પ્રમાણે રેલવેની લગભગ 89% રિઝર્વેશન ટિકિટ હવે ઓનલાઈન બુક કરવામાં આવે છે. વધતા ટ્રાફિકને સંભાળવા માટે નવા સર્વર કાર્યરત કરવામાં આવ્યા છે, જેના કારણે ઓનલાઈન ટિકિટ બુકિંગ વ્યવસ્થાની ક્ષમતા લગભગ બમણી થઈ છે. IRCTCએ 15 જુલાઈ 2026ના રોજ નવી વેબસાઇટ અને User Interface શરૂ કર્યું હતું. નવી વ્યવસ્થામાં મુસાફરો એક જ સ્ક્રીન પર ટ્રેનના વિવિધ વર્ગોમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી જોઈ શકે છે.
બોટ અને ગેરકાયદે બુકિંગ સામે કાર્યવાહી
સામાન્ય મુસાફરોને ટિકિટ મેળવવાની યોગ્ય તક મળે તે માટે IRCTCએ બોટ અને શંકાસ્પદ બુકિંગ સામે કાર્યવાહી વધારી છે. કંપનીના દાવા પ્રમાણે Anti-Bot Systemથી શંકાસ્પદ બોટ ટ્રાફિકમાં 55%થી 65%નો ઘટાડો થયો છે. બુકિંગ વિન્ડો ખુલ્યા બાદ પ્રથમ 10 મિનિટ એટલે કે સવારે 8થી 8:10 દરમિયાન અધિકૃત ટિકિટ એજન્ટો બુકિંગ કરી શકતા નથી. બુકિંગ વિન્ડો ખુલતી વખતે ટિકિટ લેનારા યુઝર્સ માટે Aadhar Verification પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. IRCTCએ ગેરરીતિની આશંકાને પગલે 3.04 કરોડ User ID ડિ-એક્ટિવેટ કર્યા છે, જ્યારે 6.33 કરોડ IDને ફરી વેરિફિકેશન માટે આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારતમાં 89% રેલવે ટિકિટો ઓનલાઈન બુક, થર્ડ-પાર્ટી પ્લેટફોર્મનો હિસ્સો 28%
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

