Gondhal Film: મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી
દિગ્દર્શક સંતોષ દાવખરની મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ને ઓસ્કાર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ 99મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ કુલ 33 ફિલ્મોમાંથી ‘ગોંધળ’ની પસંદગી કરી છે.

ભારતીય પ્રાદેશિક સિનેમાને વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ મળી છે. સંતોષ દાવખર દ્વારા દિગ્દર્શિત મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ (Gondhal)ને વર્ષ 2027માં યોજાનારા 99મા એકેડેમી એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ (International Feature Film) શ્રેણીમાં ભારત વતી દાવેદારી રજૂ કરશે.
ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (FII)એ મુંબઈમાં આયોજિત પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. પસંદગી પ્રક્રિયામાં વિવિધ ભારતીય ભાષાઓની કુલ 33 ફિલ્મો સામેલ હતી. તેમાં 14 હિન્દી, ચાર મરાઠી, ચાર તેલુગુ, ચાર ગુજરાતી, ત્રણ તમિલ તેમજ મલયાલમ, કોન્યાક અને નેપાળી ભાષાની ફિલ્મોનો સમાવેશ થતો હતો. ધુરંધર, ધુરંધર: ધ રિવેન્જ, હનુમાન અંશ, બોર્ડર 2, મેં વાપસ આઉંગા, હક, 120 બહાદુર, ગાંધી ટોક્સ, બિસન કલામદન, ઈક્કિસ, પેડ્ડી, દેઓલ બેન્ડ 2, શેપ ઓફ મોમો સહિતની આ તમામ ફિલ્મોમાંથી જ્યુરીએ ‘ગોંધળ’ (Gondhal)ની પસંદગી કરી છે.

મહારાષ્ટ્રની લોકપરંપરા દર્શાવાઈ
‘ગોંધળ’ (Gondhal) ફિલ્મની વાર્તા મહારાષ્ટ્રની પરંપરાગત ‘ગોંધળ’ લોકકલા અને ધાર્મિક વિધિની આસપાસ પ્રસ્તુત કરવામાં આવી છે. ‘ગોંધળ’માં ગીત, સંગીત અને નૃત્ય દ્વારા દેવી-દેવતાઓની સ્તુતિ કરવાની પરંપરા દર્શાવવામાં આવી છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક મહિલા છે, જે સંબંધો, લાગણીઓ, ઇચ્છાઓ અને વિશ્વાસઘાતની જટિલ પરિસ્થિતિમાં ફસાય છે. શરૂઆતમાં સામાન્ય પારિવારિક કથા જેવી લાગતી ફિલ્મ આગળ વધતાં રહસ્ય અને થ્રિલરનું સ્વરૂપ ધારણ કરે છે. ફિલ્મમાં કિશોર કદમ, ઇશિતા દેશમુખ, યોગેશ સોહોની, નિશાદ ભોઇર અને અન્ય કલાકારોએ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મનું સંગીત જાણીતા સંગીતકાર ઇલૈયારાજાએ તૈયાર કર્યું છે.
આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પણ મળી ઓળખ
ઓસ્કાર માટે પસંદગી પહેલાં પણ ‘ગોંધળ’ને ફિલ્મોત્સવોમાં નોંધપાત્ર ઓળખ મળી ચૂકી છે. ગોવામાં યોજાયેલા 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ફિલ્મનો પ્રીમિયર થયો હતો. આ ફિલ્મ માટે સંતોષ દાવખરને શ્રેષ્ઠ દિગ્દર્શકનો Silver Peacock એવોર્ડ મળ્યો હતો. ફિલ્મને બેંગલુરુ અને પુણેના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં પણ પ્રશંસા અને સન્માન મળ્યાં છે. ‘ગોંધળ’ ઓસ્કાર (Oscar) માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ચોથી મરાઠી ફિલ્મ બની છે. ફિલ્મે હવે એકેડેમીની આગળની પસંદગી પ્રક્રિયા અને શોર્ટલિસ્ટનો તબક્કો પાર કરવો પડશે.
આ પણ વાંચો: JioHotstar, Netflix અને Prime Video: જાણો OTT પ્લેટફોર્મની કમાણીનું ગણિત
આ પણ જુઓ:
Also Read

Stockal Cyber Fraudથી ખળભળાટ : રોકાણકારોના કરોડો ડૂબ્યા! Apple-Nvidia વેચી ચીની કંપનીના શેર ખરીદાયા

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય


