NSE IPOનું આજે એલોટમેન્ટ, PAN નંબરથી ઘરે બેઠા ચેક કરો સ્ટેટસ
NSEના IPOમાં અરજી કરનારા રોકાણકારો માટે આજે, 22 સપ્ટેમ્બરે શેર ફાળવણી થશે. રોકાણકારો NSE, BSE અથવા રજિસ્ટ્રાર MUFG Intime Indiaની વેબસાઇટ પરથી PAN નંબર વડે એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકશે.

NSEના IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે આજે મહત્વનો દિવસ છે. National Stock Exchange of India (NSE)ના IPO માટે 22 સપ્ટેમ્બર 2026ના રોજ શેર ફાળવણી કરવામાં આવશે. જે રોકાણકારોને શેર મળશે તેમના ડીમેટ ખાતામાં શેર જમા થશે, જ્યારે શેર ન મળનાર રોકાણકારોના નાણાંનું રિફંડ 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. રોકાણકારો પોતાનું એલોટમેન્ટ સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકશે. તેના માટે PAN નંબરનો ઉપયોગ કરી શકાય છે.
NSEની વેબસાઇટ પરથી સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?
NSEની IPO Bid Verification પેજ પર જાઓ.
Equity and SME IPO Bid Details વિકલ્પ પસંદ કરો.
Select Symbolમાં NSE પસંદ કરો.
તમારો PAN નંબર દાખલ કરો.
Submit પર ક્લિક કરો.
ત્યારબાદ સ્ક્રીન પર તમારા IPO એલોટમેન્ટની વિગતો જોવા મળશે.
BSE પરથી પણ ચેક કરી શકાશે
BSEની IPO Allotment Status સેવા પર જઈને Equity વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ Issue Nameમાં National Stock Exchange of India Ltd પસંદ કરી PAN નંબર દાખલ કરીને Search કરવાનું રહેશે.
MUFG Intime India પરથી એલોટમેન્ટ ચેક કરો
NSE IPOના રજિસ્ટ્રાર MUFG Intime Indiaની IPO Status સેવા પરથી પણ એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકાય છે. અહીં IPOનું નામ પસંદ કર્યા બાદ PAN નંબર અથવા અરજી નંબર દાખલ કરીને Submit કરવું પડશે.
IPOને 5 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન
સૂત્રો અનુસાર NSEના IPOને કુલ મળીને 5 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. રિટેલ કેટેગરીમાં 1.39 ગણું, QIB કેટેગરીમાં 12.68 ગણું અને NII કેટેગરીમાં 6.55 ગણું સબ્સ્ક્રિપ્શન નોંધાયું હતું.
GMPમાં પણ જોવા મળ્યો સુધારો
સૂત્રો અનુસાર NSE IPOનો ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ₹65ના સ્તરે હતો. અગાઉ 20 સપ્ટેમ્બરે GMP ઘટીને ₹48 થયો હતો. IPOનો અત્યાર સુધીનો સૌથી ઊંચો GMP ₹310 હોવાનું પણ જણાવાયું છે.
આ પણ વાંચો : 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
આ પણ જુઓ :
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

IPO Update | 04 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી


