TATAના શેરોમાં LICના રોકાણે એક લાખ કરોડનો આંક વટાવ્યો
TATA ગ્રુપની 14 લિસ્ટેડ કંપનીઓમાંથી 10 કંપનીઓમાં LICએ જૂન 2022 પછી હોલ્ડિંગમાં વધારો કર્યો છે

અમદાવાદઃ Tata Sonsના વડા તરીકે ચંદ્રશેખરનની પુનઃ નિમણૂક કરવામાં આવતા લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) પાસેના ટાટા ગ્રુપની કંપનીઓના હોલ્ડિંગના મૂલ્યએ એક લાખ કરોડનો આંક વટાવ્યો છે. ટાટા ગ્રુપની 14 લિસ્ટેડ કંપનીઓમાંથી 10 કંપનીઓમાં LICએ જૂન 2022 પછી હોલ્ડિંગમાં વધારો કર્યો છે, એમ પ્રાઇમ ડેટાબેઝમાં જણાવાયું હતું.
Tata ગ્રુપની કંપનીઓમાં LICનું જંગી રોકાણ
Tata ગ્રુપની કંપનીઓમાં LICનું નોંધપાત્ર રોકાણ છે. Tata Sonsમાં ચંદ્રશેખરનને જારી રાખવાને લઈને મડાગાંઠ સર્જાઈ છે. ટાટા સન્સના લિસ્ટિંગ અને ગ્રુપની ભાવિ વ્યૂહરચના અને દિશા અંગે બોર્ડમાં મડાગાંઠ ચાલી રહી છે.
Tata એલેક્સીના રોકાણમાં નોંધપાત્ર ઉછાળો
ટકાવારીની રીતે જોઈએ તો Tata એલેક્સીએ 2022 પછીના LICના રોકાણમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. છેલ્લા આંકડા મુજબ LIC જુન 2022માં કંપનીમાં 1.04 ટકા હિસ્સો ધરાવતી હતી, જે હવે 6.59 ટકા હિસ્સો ધરાવે છે. 2020થી 2022 દરમિયાન Tata એલેક્સીની વિસ્ફોટક વૃદ્ધિના લીધે તેના શેરનો ભાવ એપ્રિલ 2020ના રૂ. 713થી વધીને ઓગસ્ટ 2022માં આજીવન ટોચની સપાટી રૂ. 10,238 પર પહોંચી ગયો હતો. ઓગસ્ટ 2022 પછી તેના શેરે તેનું ત્રીજા ભાગનું મૂલ્ય ગુમાવ્યું છે અને 18મી સપ્ટેમ્બરના રોજ તેનો ભાવ રૂ. 3,333 પર બંધ આવ્યો હતો.
ટ્રેન્ટમાં LICનું રોકાણ વધ્યું
Tataની રિટેલ બ્રાન્ડ ટ્રેન્ટે પણ LICના રોકાણમાં જુન 2022 પછી ઝીરોથી હાલમાં ત્રણ ટકા સુધીનું રોકાણ કર્યુ છે. ટ્રેન્ટમાં તેજીનો સમયગાળો ઓગસ્ટ 2020થી ઓક્ટોબર 2024નો હતો. કંપનીએ શેરદીઠ રૂ. 5,200નો ટોચનો ભાવ નોંધાવ્યો છે, તેના પછી તેનો ભાવ ઘટીને 18મી સપ્ટેમ્બરના રોજ રૂ. 2,806 પર આવ્યો હતો.
Tata કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ LICનું રોકાણ લગભગ ત્રણ ટકા વધ્યું
Tata કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ LICનું રોકાણ લગભગ ત્રણ ટકા વધ્યું છે. હાલમાં કંપનીમાં LIC 8.23 ટકા હિસ્સો ધરાવે છે. Tata કેમિકલ્સમાં LICનો હિસ્સો જુન 2022માં 6.79 ટકાથી વધીને 9.24 ટકા થયો છે. મૂલ્યની રીતે જોઈએ તો ટીસીએસમાં LICએ સૌથી વધુ રોકાણ કર્યુ છે. LICએ ટીસીએસમાં 5.52 ટકા હિસ્સા સાથે રૂ. 41,960 કરોડનું રોકાણ કર્યુ છે. આમ LICના ગ્રુપના કુલ રોકાણનો 40 ટકા હિસ્સો ફક્ત ટીસીએસનો જ છે. ટાટા સ્ટીલ મૂલ્યની રીતે બીજા નંબરે આવે છે. LICએ તેમાં 6.3 ટકા હિસ્સા સાથે રૂ. 14,000 કરોડનું રોકાણ કર્યુ હોવાનું ડેટા દર્શાવે છે.
ચાર કંપનીઓમાં રોકાણ વધ્યું નથી
Tata ગ્રુપની ચાર કંપનીઓ એવી છે જેમા LICનું રોકાણ વધ્યું નથી. Tata કમ્યુનિકેશન્સ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાઇટનમાં LICનું રોકાણ વધ્યું નથી.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય શેરબજાર 400 પોઇન્ટની નજીક વધીને બંધ આવ્યુ, નિફ્ટી 24 હજાર નજીક પહોંચ્યો

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ


