Motilal Oswal Top Stock Picks: મોતીલાલ ઓસવાલની પસંદગીના 3 શેર, 25% સુધી અપસાઇડની શક્યતા
મોતીલાલ ઓસવાલે JSW Cement, 360 ONE WAM અને Saatvik Green Energy પર BUY રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે આ શેરોમાં 21% થી 25% સુધીના અપસાઇડનો અંદાજ વ્યક્ત કર્યો છે.

શેરબજારમાં પસંદગીના શેરોમાં રોકાણની તક શોધી રહેલા રોકાણકારો માટે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ત્રણ કંપનીઓ પર પોઝિટીવ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે સિમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ અને સોલર એનર્જી સેક્ટરની JSW Cement, 360 ONE WAM અને Saatvik Green Energy પર BUY રેટિંગ આપ્યું છે. મોતીલાલ ઓસવાલના રિપોર્ટ મુજબ, આ કંપનીઓના વિસ્તરણ પ્લાન, વધતી માંગ અને બિઝનેસ ગ્રોથને ધ્યાનમાં રાખીને શેરમાં 21% થી 25% સુધીના અપસાઇડની શક્યતા છે.
JSW Cement
બ્રોકરેજ મુજબ JSW Cementના નવા પ્લાન્ટ શરૂ થવાથી કંપનીની વોલ્યુમ ગ્રોથને સપોર્ટ મળી રહ્યો છે. જુલાઈ-ઓગસ્ટ 2026 દરમિયાન કંપનીની વોલ્યુમ ગ્રોથ 23-25% રહી છે. કંપની દ્વારા વેસ્ટ હીટ પાવર અને સોલર એનર્જી જેવા પગલાંથી આગામી સમયમાં ઉત્પાદન ખર્ચ ઘટાડવાની અપેક્ષા છે. મોતીલાલ ઓસવાલે શેર માટે ₹146નો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન ભાવથી લગભગ 25% અપસાઇડ દર્શાવે છે.
360 ONE WAM
વેલ્થ મેનેજમેન્ટ સેક્ટરમાં વધતી તકોને કારણે 360 ONE WAM માટે બ્રોકરેજનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. કંપની HNI અને અલ્ટ્રા HNI ગ્રાહકોના વધતા બેઝનો લાભ લઈ રહી છે. નવા રિલેશનશિપ મેનેજરની ભરતી અને UBS સાથેના વ્યૂહાત્મક સહયોગથી બિઝનેસ વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે. મોતીલાલ ઓસવાલે શેર માટે ₹1,300નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે, જે લગભગ 21% અપસાઇડ દર્શાવે છે.
આ પણ વાંચો: Jefferies Buy Rating: Adani ગ્રુપની 4 કંપનીઓ પર Jefferiesનો બુલિશ વ્યૂ, 49% સુધીના ઉછાળાની શક્યતા
Saatvik Green Energy
બ્રોકેરેજે આશા છે કે ભારતમાં સોલર એનર્જી ક્ષમતાના વિસ્તરણથી Saatvik Green Energyને ફાયદો થવાની અપેક્ષા છે. કંપનીની ઓર્ડર બુક લગભગ ₹9,700 કરોડ સુધી પહોંચી છે, જે FY27 અને FY28ની આવક માટે વિઝિબિલિટી આપે છે. કંપનીનો સેલ પ્લાન્ટ શરૂ થવાથી અને કુલ ઉત્પાદન ક્ષમતા 6 GW સુધી પહોંચવાની યોજના સાથે માર્જિનમાં સુધારાની અપેક્ષા છે. બ્રોકરેજે શેર માટે ₹508નો ટાર્ગેટ આપ્યો છે, જે લગભગ 23% અપસાઇડ દર્શાવે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: ભારતીય શેરબજાર 400 પોઇન્ટની નજીક વધીને બંધ આવ્યુ, નિફ્ટી 24 હજાર નજીક પહોંચ્યો

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ


