EPF Interest Rule: નોકરી છોડ્યા બાદ પણ PF પર મળશે વ્યાજ? જાણો 55 વર્ષ પહેલાં અને પછીના નિયમો
EPFOના નિયમો મુજબ રિટાયરમેન્ટની ઉંમર પ્રમાણે EPF ખાતામાં વ્યાજ મળવાનો સમયગાળો અલગ હોય છે. જાણો 55 વર્ષ પહેલાં અને પછીના નિયમો.

નોકરી દરમિયાન કર્મચારીઓના પગારમાંથી એક ભાગ EPF એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં જમા થાય છે, જેના પર EPFO દ્વારા વ્યાજ આપવામાં આવે છે. જોકે રિટાયરમેન્ટ અથવા નોકરી છોડ્યા બાદ PF ખાતામાં કેટલા સમય સુધી વ્યાજ મળશે તે કર્મચારીની ઉંમર અને રિટાયરમેન્ટની સ્થિતિ પર આધાર રાખે છે. EPFOના નિયમો અનુસાર, 55 વર્ષ પહેલાં રિટાયર થનાર કર્મચારીઓને તેમના EPF ખાતામાં 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળી શકે છે. જ્યારે 55 વર્ષ અથવા ત્યારબાદ રિટાયરમેન્ટ થાય તો ખાતું અલગ નિયમ હેઠળ આવે છે.
55 વર્ષ કે ત્યારબાદ રિટાયરમેન્ટનો નિયમ
જો કોઈ કર્મચારી 55 વર્ષ અથવા ત્યારબાદ રિટાયર થાય છે, તો રિટાયરમેન્ટની તારીખથી ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ EPF ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમરે રિટાયર થાય તો તેનું EPF ખાતું 58 વર્ષની ઉંમરે નિષ્ક્રિય થઈ શકે છે. તેવી જ રીતે, 58 વર્ષની ઉંમરે રિટાયર થાય તો ખાતું 61 વર્ષની ઉંમરે નિષ્ક્રિય થઈ શકે છે. ખાતું નિષ્ક્રિય થયા બાદ તેમાં જમા રકમ પર વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે.
55 વર્ષ પહેલાં રિટાયરમેન્ટ પર શું થશે?
જો કોઈ કર્મચારી 55 વર્ષની ઉંમર પહેલાં રિટાયર થાય છે, તો તેના EPF ખાતામાં 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળતું રહી શકે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે નોકરી છોડી દે અથવા રિટાયર થાય તો તેના EPF ખાતામાં 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળવાનો નિયમ લાગુ થઈ શકે છે.
આ પણ વાંચો: EPFO: કર્મચારી બેરોજગાર થાય તો કેટલી રકમ PFમાંથી ઉપાડી શકશે
EPF ખાતાની સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી
રિટાયરમેન્ટ બાદ PFની રકમ ક્યારે ઉપાડવી તેનો નિર્ણય કર્મચારીએ વિચારપૂર્વક લેવો જોઈએ. EPFOના નિયમો મુજબ ખાતું નિષ્ક્રિય થયા બાદ વ્યાજ મળવાનું બંધ થાય છે. જોકે ખાતું નિષ્ક્રિય થવાનો અર્થ એ નથી કે ખાતામાં જમા રકમ સમાપ્ત થઈ જાય છે. આ નિયમ મુખ્યત્વે ખાતા પર વ્યાજ મળવા સાથે સંબંધિત છે.
આ પણ જુઓ
Also Read

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ

ધનતેરસનો ‘ગોલ્ડન’ જુગાર: ₹50 હજારના સિક્કાએ 5 વર્ષમાં સર્જ્યો ચમત્કાર!

Mutual Fund AUM: દિલ્હી, બેંગલુરુ અને પુણે ભેગાં થઈને પણ મુંબઈથી પાછળ! જાણો, અમદાવાદ કેટલા ક્રમે

PF બેલેન્સ ચેક કરવું બન્યું સરળ! હવે WhatsApp પર જ મળશે સંપૂર્ણ માહિતી

Toy GST: રમકડાં પર GSTનો ગૂંચવાડો દૂર: બિનઇલેક્ટ્રોનિક રમકડાં પર 5%, ઇલેક્ટ્રોનિક રમકડાં પર 18% GST


