KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

વળતરનો આધાર રોકાણની રકમ, મ્યુચ્યુઅલ ફંડની પસંદગી, રોકાણનો સમયગાળો અને બજારના ઉતાર-ચઢાવ દરમિયાન તમારા વર્તન પર રહેલો છે.

desk@kuberanowPublished On : 14 Sept 2026
Systamatic Investment Plan
Systamatic Investment PlanAI Generated Image

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને નિશ્ચિત રકમનું રોકાણ કરવું એ લાંબા ગાળે સંપત્તિ ઊભી કરવાની એક સરળ રીત છે. જો કે, માત્ર SIP શરૂ કરવાથી આપમેળે મોટું ભંડોળ તૈયાર થતું નથી. વળતરનો આધાર રોકાણની રકમ, મ્યુચ્યુઅલ ફંડની પસંદગી, રોકાણનો સમયગાળો અને બજારના ઉતાર-ચઢાવ દરમિયાન તમારા વર્તન પર રહેલો છે. જો તમારી SIP અપેક્ષિત વળતર ન આપી રહી હોય તો પહેલા આ પાંચ ભૂલો પર વિચાર કરવો.

 

લક્ષ્યાંક માટે SIPની રકમ અપૂરતી હોવી

 

રોકાણકારો ઘણીવાર તેમના નાણાકીય લક્ષ્યોને પૂરા કરવા માટે પોતાની અનુકૂળતાના આધારે SIPની રકમ નક્કી કરે છે. જોકે ₹2000 કે ₹5000ની SIP શરૂઆત કરવા માટે આ આદત કદાચ સારી હોઈ શકે છે, પરંતુ ₹50 લાખ કે ₹1 કરોડનું ભંડોળ ઊભું કરવા માટે પૂરતી ન પણ હોય. ઉદાહરણ તરીકે, પાંચ વર્ષ માટે ₹5000ની માસિક SIP (12% વાર્ષિક રિટર્ન સાથે) લગભગ ₹4.1 લાખનું ભંડોળ ઊભું કરશે. સમાન સમયગાળા અને વળતરના દર સાથે ₹5 લાખના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે, લગભગ ₹6,100ની માસિક SIPની જરૂર પડશે.

 

ખોટા મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી

 

દરેક મ્યુચ્યુઅલ ફંડ દરેક રોકાણકાર માટે યોગ્ય હોતું નથી. ફંડની પસંદગી નાણાકીય લક્ષ્યો, જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના સમયગાળાના આધારે થવી જોઈએ. જો તમારે ત્રણ વર્ષમાં ઘર ખરીદવા માટે ભંડોળની જરૂર હોય, તો લાંબા ગાળાના ઇક્વિટી ફંડ રોકાણો સાથે સંકળાયેલું જોખમ લેવું યોગ્ય ન પણ ગણાય. તેનાથી વિપરીત નિવૃત્તિ જેવા લાંબા ગાળાના લક્ષ્યો માટે - જેમાં 15-20 વર્ષનો સમય બાકી હોઈ શકે છે - વધુ ઇક્વિટી એક્સપોઝર (ઇક્વિટીમાં વધુ રોકાણ) ધરાવતા ફંડ્સનો વિચાર કરી શકાય છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ફંડ્સ લાંબા ગાળે વધુ વૃદ્ધિ આપી શકે છે, પરંતુ તેમાં ટૂંકા ગાળામાં ભારે ઘટાડો થવાની શક્યતા પણ રહેલી હોય છે. તેથી, એવું ફંડ પસંદ કરવું મહત્વપૂર્ણ છે જેના ઉતાર-ચઢાવ (વોલેટિલિટી) તમે સરળતાથી સહન કરી શકો.

 

માત્ર ભૂતકાળના વળતરના આધારે ફંડની પસંદગી કરવી

 

માત્ર છેલ્લા 1, 3 કે 5 વર્ષના વળતરના આધારે મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું એ યોગ્ય વ્યૂહરચના નથી. જે ​​ફંડ હાલમાં ટોચ પર છે તે ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતું રહેશે તે જરૂરી નથી. તેવી જ રીતે, નબળા પ્રદર્શનના સમયગાળાનો અર્થ એ નથી કે ફંડ ખરાબ રોકાણ બની ગયું છે. ફંડની પસંદગી કરતી વખતે, તેના વિવિધ market cycles દરમિયાનના દેખાવ, પોર્ટફોલિયોની ગુણવત્તા, રોકાણની વ્યૂહરચના અને risk-adjusted returns જેવા પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ.

 

બજારમાં ઘટાડો થાય ત્યારે SIP બંધ કરવી

 

ઘણા રોકાણકારો બજાર વધતું હોય ત્યારે તેમની SIP ચાલુ રાખે છે, પરંતુ બજારમાં ઘટાડો થતાં જ રોકાણ કરવાનું બંધ કરી દે છે. આ ભૂલ લાંબા ગાળાના વળતર પર અસર કરી શકે છે. બજાર ક્યારે ટોચ પર હશે કે ક્યારે તળિયે હશે તેની અગાઉથી આગાહી કરવી મુશ્કેલ છે. નિયમિત SIP રોકાણનો ફાયદો એ છે કે જ્યારે બજાર ઘટે છે ત્યારે સમાન રોકાણ રકમથી વધુ યુનિટ્સ ખરીદી શકાય છે, જ્યારે બજાર વધે છે ત્યારે ઓછા યુનિટ્સ ખરીદાય છે. આનાથી લાંબા ગાળે ખરીદીની સરેરાશ કિંમત સંતુલિત કરવામાં મદદ મળે છે.

 

ઝડપી અને ઊંચા વળતરની અપેક્ષા રાખવી

 

SIP એ ઝડપથી પૈસા કમાવવાની યોજના નથી. શરૂઆતમાં ફંડની વૃદ્ધિ ધીમી લાગી શકે છે કારણ કે કુલ રોકાણની રકમ ઓછી હોય છે. સમય જતાં રોકાણમાં વધારો થાય છે અને મળેલું વળતર ફરીથી રોકવામાં આવે છે; 'કમ્પાઉન્ડિંગ' આમાં લાભ મળે છે. માત્ર થોડા મહિનાઓ કે એક-બે વર્ષમાં અપેક્ષિત વળતર ન મળવાને કારણે SIP ને નિષ્ફળ માનવી યોગ્ય નથી.



આ પણ વાંચો: વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Small cap Fund

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

India Financial Growth

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ

Dhanteras

ધનતેરસનો ‘ગોલ્ડન’ જુગાર: ₹50 હજારના સિક્કાએ 5 વર્ષમાં સર્જ્યો ચમત્કાર!

Mutual Fund

Mutual Fund AUM: દિલ્હી, બેંગલુરુ અને પુણે ભેગાં થઈને પણ મુંબઈથી પાછળ! જાણો, અમદાવાદ કેટલા ક્રમે

EPFO

PF બેલેન્સ ચેક કરવું બન્યું સરળ! હવે WhatsApp પર જ મળશે સંપૂર્ણ માહિતી

GST

Toy GST: રમકડાં પર GSTનો ગૂંચવાડો દૂર: બિનઇલેક્ટ્રોનિક રમકડાં પર 5%, ઇલેક્ટ્રોનિક રમકડાં પર 18% GST

RBI

બેન્ક ખાતામાંથી પૈસા કપાયા? ગભરાશો નહીં! RBIના આ નિયમથી મળશે પાછા