સેલેરી બંધ છતાં PFમાં વધતા રહેશે પૈસા! આ નિયમ જાણવો જરૂરી
EPF ખાતામાં જમા રકમ પર નોકરી છોડ્યા પછી પણ વ્યાજ મળતું રહે છે. 35 વર્ષની ઉંમરે ₹10 લાખનું બેલેન્સ 15 વર્ષમાં વ્યાજના કારણે ₹32.84 લાખ સુધી પહોંચી શકે છે.

કર્મચારીની નોકરી છૂટી જાય અથવા તે નોકરી છોડે તો પણ EPF ખાતામાં જમા થયેલી રકમ પર વ્યાજ મળતું રહે છે. 35 વર્ષની ઉંમરે જો કોઈ વ્યક્તિના EPF ખાતામાં ₹10 લાખ જમા હોય અને ત્યારબાદ કોઈ નવું યોગદાન ન કરવામાં આવે, તો પણ 8.25%ના વાર્ષિક વ્યાજના આધારે 50 વર્ષની ઉંમર સુધી આ રકમ વધીને અંદાજે ₹32.84 લાખ થઈ શકે છે.
નોકરી છોડ્યા પછી PF પર શું અસર થાય?
EPFમાં સામાન્ય રીતે કર્મચારી અને નોકરીદાતા બંને યોગદાન આપે છે. કર્મચારી નોકરી છોડે ત્યારે માસિક યોગદાન બંધ થઈ શકે છે, પરંતુ ખાતામાં રહેલી રકમ પર વ્યાજ મળતું રહે છે. જોકે, નવું યોગદાન ન હોવાથી રિટાયરમેન્ટ ફંડ વધવાની ગતિ ઓછી થઈ શકે છે.
₹10 લાખ કેવી રીતે બનશે ₹32.84 લાખ?
જો 35 વર્ષની ઉંમરે EPF ખાતામાં ₹10 લાખ હોય અને આગામી 15 વર્ષ સુધી તેમાં કોઈ નવું યોગદાન ન થાય, તો 8.25%ના વાર્ષિક વ્યાજથી ગણતરી મુજબ:
શરૂઆતનું EPF બેલેન્સ: ₹10 લાખ
સમયગાળો: 15 વર્ષ
વ્યાજ દર: 8.25%
વ્યાજથી વધારો: ₹22.84 લાખ
15 વર્ષ બાદ કુલ રકમ: ₹32.84 લાખ
EPF ખાતું ક્યારે નિષ્ક્રિય ગણાય?
EPFOના નિયમો મુજબ સામાન્ય રીતે EPF ખાતું 58 વર્ષની ઉંમર બાદ જ નિષ્ક્રિય (Inoperative) માનવામાં આવે છે. માત્ર નોકરી છોડવાથી અથવા 36 મહિના સુધી યોગદાન ન આવવાથી ખાતું બંધ થતું નથી.
2016ના નિયમોમાં ફેરફાર બાદ નોકરી હોય કે ન હોય, ખાતામાં જમા રકમ પર 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળતું રહે છે. જોકે રિટાયરમેન્ટ માટે મોટો કોર્પસ બનાવવા નિયમિત યોગદાન ચાલુ રાખવું વધુ અસરકારક રહે છે.
આ પણ વાંચો : ભાદરવી પૂનમના મેળા નિમિત્તે રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ
આ પણ જુઓ :
Also Read

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ

ધનતેરસનો ‘ગોલ્ડન’ જુગાર: ₹50 હજારના સિક્કાએ 5 વર્ષમાં સર્જ્યો ચમત્કાર!

Mutual Fund AUM: દિલ્હી, બેંગલુરુ અને પુણે ભેગાં થઈને પણ મુંબઈથી પાછળ! જાણો, અમદાવાદ કેટલા ક્રમે

PF બેલેન્સ ચેક કરવું બન્યું સરળ! હવે WhatsApp પર જ મળશે સંપૂર્ણ માહિતી

Toy GST: રમકડાં પર GSTનો ગૂંચવાડો દૂર: બિનઇલેક્ટ્રોનિક રમકડાં પર 5%, ઇલેક્ટ્રોનિક રમકડાં પર 18% GST


