IDBI Bankની વેચાણ પ્રક્રિયા પર સરકારની સ્પષ્ટતા: રિઝર્વ પ્રાઇસ બદલાઈ નથી
IDBI Bankની વ્યૂહાત્મક પુનઃરચના માટે બીજા તબક્કાની બિડિંગ દરમિયાન રિઝર્વ પ્રાઇસમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાનું સરકારે જણાવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ, સચિવોના અધિકારપ્રાપ્ત જૂથે બીજી બિડિંગની પ્રક્રિયા નક્કી કરી હતી. વિવાદિત ટેક્સની શરતી ભરપાઈની વ્યવસ્થામાં સંભવિત જવાબદારી ₹627 કરોડ હતી, જ્યારે મળેલી બિડની કિંમત ₹3,917 કરોડ વધી હતી.

IDBI Bank Disinvestment: IDBI Bankની વેચાણ અને સંચાલનમાં ફેરફારની પ્રક્રિયા અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારનાં જાહેર કરાયેલા નિવેદન મુજબ બીજા તબક્કાની બિડિંગમાં રિઝર્વ પ્રાઇસ ન તો વધારવામાં આવી હતી કે ન ઘટાડવામાં આવી હતી. Reserve Price એટલે સોદો સ્વીકારવા માટે નક્કી કરાતી લઘુતમ કિંમત. પ્રથમ રાઉન્ડની બિડ મંજૂર ન થયા બાદ વધુ સારી ઓફર મેળવવા બીજો રાઉન્ડ યોજાયો હતો. આ પ્રક્રિયા શા માટે અપનાવાઈ અને બેન્કનું મૂલ્યાંકન કેવી રીતે થયું તેની વિગતો પણ સરકારે આપી છે.
બીજી વખત બિડ શા માટે મંગાવાઈ?
પ્રથમ બિડિંગ નાણાકીય વર્ષ 2025-26માં સરકારી હિસ્સાના વેચાણની કામગીરી સંભાળતા વિભાગ DIPAM દ્વારા યોજાઈ હતી. સરકારના જણાવ્યા મુજબ, તેની આંતરિક માર્ગદર્શિકા જટિલ સોદાઓમાં જરૂરી ફેરફાર કરવાની છૂટ આપે છે. બિડ મંગાવવાના દસ્તાવેજની જોગવાઈ મુજબ, સૌથી ઊંચી બિડ પણ રિઝર્વ પ્રાઇસથી ઓછી હોય તો આગળ શું કરવું તે સરકાર નક્કી કરી શકે છે. આ પરિસ્થિતિ માટે અલગ આંતરિક પ્રક્રિયા ન હોવાથી સચિવોના અધિકારપ્રાપ્ત જૂથ—CGDએ બીજા અથવા ‘બેસ્ટ ઓફર’ રાઉન્ડની રીત નક્કી કરી હતી. CGDને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 16 ઑગસ્ટ, 2017ના રોજ પ્રક્રિયા સંબંધિત નિર્ણયો લેવાની વિશેષ સત્તા આપી હતી. સરકારે સ્પષ્ટ કર્યું કે પ્રથમ બિડ મંજૂર ન થયા પછી તે રાઉન્ડ બંધ થઈ ગયો હતો.

બેન્કની કિંમત કેવી રીતે નક્કી કરાઈ?
સરકારના જણાવ્યા મુજબ, એપ્રિલ 2026માં મૂલ્યાંકનની પદ્ધતિની સમીક્ષા થઈ હતી. 31 માર્ચ, 2026ના રોજ પૂરાં થયેલા વર્ષનાં નાણાકીય પરિણામો જાહેર થયા પછી મે મહિનામાં સ્વતંત્ર એજન્સીઓએ સુધારેલું મૂલ્યાંકન શરૂ કર્યું. આ પ્રક્રિયા ‘ડબલ-બ્લાઇન્ડ’ રાખવામાં આવી હતી. સરળ ભાષામાં, બિડ કરનારને એજન્સીનું મૂલ્યાંકન અને મૂલ્યાંકન કરનારને બિડની રકમ ખબર નહોતી. બંને માહિતીની સરખામણી માત્ર CGD કરી શકતું હતું. બિઝનેસનું મૂલ્ય નક્કી કરવા સમાન લિસ્ટેડ જાહેર ક્ષેત્રની બેન્કો સાથે સરખામણી કરવામાં આવી હતી. સરખાવી શકાય એવા યોગ્ય જૂના સોદા ઉપલબ્ધ ન હોવાથી સમાન કંપનીઓ આધારિત પદ્ધતિ અપનાવાઈ હતી.
₹627 કરોડની જવાબદારી સામે બિડ ₹3,917 કરોડ વધી
વિવાદિત ટેક્સ માગણી માટે ખરીદદારને શરતોને આધીન ભરપાઈ આપવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સરકારના જણાવ્યા મુજબ, વધારાની ટેક્સ માગણી ખરેખર ચૂકવવામાં આવે તો જ તેની ભરપાઈ મળી શકે. આ વ્યવસ્થાથી સંભવિત જવાબદારી ₹627 કરોડ હતી. તેની સામે મળેલી બિડની કિંમત ₹3,917 કરોડ વધી હોવાથી સરકાર અને LIC માટે સોદાનું મૂલ્ય વધ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે.
શેરને મૂલ્યાંકનનો આધાર ન બનાવવો: સરકાર
સરકારે જણાવ્યું કે IDBI Bankના શેરના ભાવમાં વધઘટ અને મર્યાદિત ટ્રેડિંગને કારણે તેને મૂલ્યાંકનનો આધાર ન બનાવવાનાં કારણો અગાઉ જણાવ્યા હતા. 2019માં LICએ બહુમતી હિસ્સો ખરીદ્યા બાદ RBIએ નિયમન માટે IDBIને ખાનગી બેન્ક ગણવાનું શરૂ કર્યું હતું. જોકે, સરકાર અને LICનો બહુમતી હિસ્સો હોવાથી બજાર તેને જાહેર ક્ષેત્રની સંસ્થા તરીકે મૂલવતું રહ્યું હોવાનું સરકારનું કહેવું છે. સરકાર અને LIC પોતાનો બાકી હિસ્સો જાળવી રાખશે, જેથી ભવિષ્યમાં બેન્કનું મૂલ્ય વધે તો તેનો લાભ મળી શકે.
આ પણ વાંચો: Forbesની યાદીમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ કંપનીઓમાં HCLTechને 40મા ક્રમે
આ પણ જુઓ:
Also Read

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો




