Jio Platforms દુનિયાની છઠ્ઠી સૌથી મૂલ્યવાન ટેલિકોમ કંપની બની, એશિયામાં નંબર 2 પર
Jio Platformsના શેરબજારમાં લિસ્ટિંગ બાદ કંપનીનું બજાર મૂલ્ય અંદાજે $131 અબજ એટલે કે લગભગ ₹12.5 લાખ કરોડ પહોંચ્યું છે. આ સાથે Jio દુનિયાની છઠ્ઠી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ ટેલિકોમ કંપની અને એશિયામાં China Mobile પછી બીજા ક્રમે પહોંચી છે.

ધીરૂભાઈ અંબાણીએ શરૂ કરેલી સફર આજે ત્રીજી પેઢીએ પહોંચી છે. એક બાદ એક પેઢી બદલતી રહી પણ તેનો સફળતા તરફ જવાનો રસ્તો ક્યારેય ભુલાયો નથી. આજે તેજ અંદાજ સાથે Jio Platformsએ પણ 28 ઑક્ટોબરે શેરબજારમાં મજબૂત એન્ટ્રી કરી. JIOએ લિસ્ટિંગ કરતા જ વૈશ્વિક ટેલિકોમ કંપનીઓની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. કંપનીનું બજાર મૂલ્ય અંદાજે $131 અબજ, એટલે કે આશરે ₹12.5 લાખ કરોડ, સુધી પહોંચ્યું છે. આ મૂલ્યાંકન સાથે Jio Platforms હવે દુનિયાની છઠ્ઠી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ ટેલિકોમ કંપની બની છે. એશિયામાં તે માત્ર China Mobileથી પાછળ છે.
વૈશ્વિક રેન્કિંગમાં Jioની મોટી એન્ટ્રી
28 ઑક્ટોબરના અંદાજિત બજાર મૂલ્યના આંકડા મુજબ China Mobile આશરે $221 અબજ સાથે ટોચ પર છે. તે બાદ Verizonનું બજાર મૂલ્ય આશરે $182 અબજ, T-Mobile USનું $157 અબજ, AT&Tનું $141 અબજ અને Deutsche Telekomનું લગભગ $135 અબજ છે. Jio Platforms અંદાજે $131 અબજના બજાર મૂલ્ય સાથે આ ટોચની કંપનીઓની યાદીમાં સામેલ થઈ છે. Bharti Airtelનું બજાર મૂલ્ય આશરે $130 અબજ છે, એટલે Jio થોડા અંતરથી Airtelથી આગળ નીકળી છે.
IPO ભાવ સામે મજબૂત લિસ્ટિંગ
Jio Platformsનો શેર ₹1,119ના IPO ભાવ સામે ₹1,358 પર ખુલ્યો હતો. આ લિસ્ટિંગ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા IPO બાદ થયું છે. કંપનીએ IPO મારફતે ₹30,213 કરોડ ઊભા કર્યા હતા. IPOને કુલ 22.19 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું, જ્યારે QIB કેટેગરીમાં માંગ 70.55 ગણી રહી હતી.
હવે માત્ર ટેલિકોમ નહીં, ટેકનોલોજી પર પણ નજર
લિસ્ટિંગ બાદ Jioની આગામી વૃદ્ધિ માત્ર મોબાઇલ કનેક્ટિવિટી પર આધારિત નહીં રહે. કંપની AI, cloud computing, enterprise services, satellite communications અને પોતાની ટેકનોલોજી પ્લેટફોર્મ્સમાંથી આવક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કંપનીના Red Herring Prospectus મુજબ 30 જૂન, 2026 સુધી Jioએ 7,220 patent applications ફાઇલ કરી હતી. આ પેટન્ટ 4G, 5G, 6G, cloud-native core networks, AI આધારિત network automation અને અન્ય digital technologies સાથે જોડાયેલા છે.
પોતાની ટેકનોલોજીથી વિદેશી બજારમાં તક
Jioની ટેકનોલોજી ક્ષમતાઓ network infrastructure, devices, software અને operating systems સુધી ફેલાયેલી છે. જો કંપની આ ટેકનોલોજીને અન્ય દેશોની ટેલિકોમ કંપનીઓને લાઇસન્સ આપી શકે અથવા ભાગીદારી દ્વારા વેચી શકે, તો Jio માટે આંતરરાષ્ટ્રીય બજારમાં નવી આવકનો માર્ગ ખુલી શકે છે. જોકે પોતાની ટેકનોલોજી હોવાનો અર્થ એ નથી કે કંપની દરેક hardware component પોતે બનાવે છે. આ ટેકનોલોજીને મોટા આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં ફેરવવાની ક્ષમતા હજી સાબિત થવાની બાકી છે.
આ પણ વાંચો: https://kuberanow.com/market/jio-platforms-ipo-listing-jio-platforms-ipo-listing-gain-21-percent-retail-shareholder-profit-2026102800011
Capex ઘટે તો Free Cash Flowને મળી શકે ટેકો
બ્રોકરેજ Nomuraના મતે Jioનો મોટો capital expenditure cycle હવે પૂર્ણ થવાની નજીક હોઈ શકે છે. જો નેટવર્ક પરના ભારે રોકાણની જરૂરિયાત ઘટે તો કંપનીનો free cash flow સુધરી શકે છે. તેનાથી Jioને નવા બિઝનેસમાં રોકાણ અને શેરધારકો માટે વધુ સારા વળતરની ક્ષમતા મળી શકે છે.
Satellite Communication પણ આગામી તક
Satellite communication પણ Jio માટે ભવિષ્યનું મહત્વનું ક્ષેત્ર બની શકે છે. આ ટેકનોલોજી દ્વારા એવી જગ્યાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે જ્યાં પરંપરાગત ટેલિકોમ નેટવર્ક પહોંચાડવું મુશ્કેલ હોય. જોકે હાલમાં satcom Jio માટે મોટું આવકનું સ્ત્રોત નથી અને તેને ભવિષ્યની વૃદ્ધિની તક તરીકે જ જોવામાં આવી રહ્યું છે.
53 કરોડથી વધુ ગ્રાહકોનો મોટો આધાર
Reliance Jio પાસે 30 જૂન, 2026 સુધી 53.33 કરોડ ગ્રાહકો હતા. આ સાથે Jio પાસે China Mobile પછી દુનિયાનો બીજો સૌથી મોટો એક જ દેશ આધારિત મોબાઇલ ગ્રાહક આધાર છે. કંપની પાસે 31 માર્ચ, 2026 સુધી 26.85 કરોડ 5G ગ્રાહકો હતા. કંપનીના જણાવ્યા મુજબ ચીનની બહાર આ દુનિયાનો સૌથી મોટો 5G ગ્રાહક આધાર છે. Jio Platformsના MD આકાશ અંબાણીના જણાવ્યા પ્રમાણે કંપનીના સ્વદેશી પ્લેટફોર્મ્સ હવે 54 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપી રહ્યા છે. હવે Jio માટે સૌથી મોટો પડકાર તેના વિશાળ ગ્રાહક આધાર અને ટેકનોલોજી ક્ષમતાને ભારતની બહાર ટકાઉ અને નફાકારક બિઝનેસમાં ફેરવવાનો રહેશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો




