Q2 Result: PB Fintechનો નફો 43% વધીને ₹192 કરોડ, આવકમાં પણ 35%નો ધરખમ ઉછાળો
PB Fintechએ Q2 FY27માં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનો સંકલિત ચોખ્ખો નફો 42.7% વધીને ₹192 કરોડ થયો છે, જ્યારે ઓપરેટિંગ આવકમાં 35%નો વધારો નોંધાયો છે. ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ બિઝનેસ બંનેએ વૃદ્ધિને ટેકો આપ્યો છે.

PB Fintechએ સપ્ટેમ્બર ત્રિમાસિકના પરિણામોમાં નફો અને આવક બંનેમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીનો સંકલિત PAT વાર્ષિક ધોરણે 42.7% વધીને ₹192 કરોડ થયો છે. સાથે જ કંપનીનું PAT માર્જિન પણ ગયા વર્ષની સરખામણીએ 8%થી વધીને 9% થયું છે.
આવકમાં 35%નો વધારો
PB Fintechની ઓપરેટિંગ રેવન્યુમાં Q2 FY27 દરમિયાન 35%નો વાર્ષિક વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ પાછળ કંપનીના મુખ્ય ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ બિઝનેસનો મોટો ફાળો રહ્યો છે. કંપનીના કોર ઈન્સ્યોરન્સ રેવન્યુમાં 42%નો વધારો થયો છે, જ્યારે કોર ક્રેડિટ રેવન્યુ 19% વધ્યું છે.
ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ₹9,385 કરોડ
કંપનીના ઈન્સ્યોરન્સ બિઝનેસમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. Q2 દરમિયાન કુલ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ 38% વધીને ₹9,385 કરોડ થયું છે. કોર ઓનલાઈન ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં પણ 38%નો વધારો થયો છે. હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ જેવા નવા પ્રોટેક્ટશન પ્રોડક્ટનો પ્રીમિયમ 42% વધ્યો છે.
આ પણ વાંચો: પશ્ચિમ એશિયામાં તણાવથી ક્રૂડમાં આગ, બ્રેન્ટ ₹117 ડોલરને પાર
લેન્ડિગ બિઝનેસમાં પણ વૃદ્ધિ
PB Fintechના લેન્ડિગ બિઝનેસમાં Q2 FY27 દરમિયાન કુલ ડિસબર્સલ ₹4,739 કરોડ રહ્યા છે. કોર લેન્ડિગ ડિસબર્સલમાં વાર્ષિક ધોરણે 22%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ આંકડા દર્શાવે છે કે ઇન્શ્યોરન્સ ઉપરાંત કંપનીનો લેન્ડિગ બિઝનેસ પણ સારી ગતિએ આગળ વધી રહ્યો છે.
પ્રોફિટ માર્જિનમાં પણ સુધારો
કંપની માટે માત્ર નફો વધવો જ નહીં, પરંતુ માર્જિનમાં સુધારો થવો પણ મહત્વપૂર્ણ રહ્યો છે. PAT માર્જિન ગયા વર્ષના 8%થી વધીને 9% થયું છે. એટલે આવક વધવા સાથે કંપનીની નફાકારકતામાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે. Q2ના પરિણામોમાં PB Fintech માટે ઈન્સ્યોરન્સ બિઝનેસ મુખ્ય વૃદ્ધિ એન્જિન રહ્યું છે, જ્યારે ક્રેડિટ અને લેન્ડિગ બિઝનેસે પણ આવક અને ડિસબર્સલ ગ્રોથમાં સારો ફાળો આપ્યો છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો



