RIL Q2 results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ધમાકેદાર પરિણામ, કંપનીનો નફો 40.6% ઉછળી ₹25,548 કરોડે પહોંચ્યો
Reliance Industriesએ Q2 FY27માં મજબૂત પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો સંકલિત ચોખ્ખો નફો 40.6% વધીને ₹25,548 કરોડ થયો છે, જે બજારના સરેરાશ અંદાજ ₹21,419 કરોડ કરતાં ઘણો વધારે છે. કંપનીના મુખ્ય બિઝનેસમાં મજબૂત કામગીરીએ પરિણામોને ટેકો આપ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પોતાના મુખ્ય બિઝનેસમાં મજબૂત વૃદ્ધિના આધારે રેકોર્ડ પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીની કુલ સંકલિત આવક 28% વધીને ₹3.62 લાખ કરોડ થઈ છે. કંપનીનું EBITDA પણ 24% વધીને ₹62,409 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર 2026 ત્રિમાસિકના પરિણામોમાં બજારની અપેક્ષા કરતાં ઘણો સારો નફો નોંધાવ્યો છે. કંપનીનો સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 40.6% વધીને ₹25,548 કરોડ થયો છે.
O2C બિઝનેસ બન્યો સૌથી મોટો ગ્રોથ ડ્રાઇવર
Relianceના Oil-to-Chemicals એટલે કે O2C બિઝનેસે Q2માં રેકોર્ડ કામગીરી કરી છે. O2C બિઝનેસની આવક વાર્ષિક ધોરણે આશરે 44% વધીને ₹2.31-2.32 લાખ કરોડ થઈ છે. આ સેગમેન્ટનું EBITDA 68% વધીને રેકોર્ડ ₹25,203 કરોડ થયું છે, જે ગયા વર્ષે આશરે ₹15,008 કરોડ હતું. EBITDA માર્જિન પણ 9.3%થી વધીને 10.9% થયું છે. ક્રૂડ ઓઇલ અને પ્રોડક્ટના ઊંચા ભાવ, ટ્રાન્સપોર્ટેશન ફ્યુલ માર્જિનમાં સુધારો અને પેટ્રોકેમિકલ માર્જિનમાં તેજીએ આ બિઝનેસને ટેકો આપ્યો.
રિફાઇનિંગ માર્જિનમાં જોરદાર સુધારો
મધ્ય પૂર્વ અને રશિયા સાથે જોડાયેલા સપ્લાય અવરોધ વચ્ચે વૈશ્વિક રિફાઇનિંગ માર્જિનમાં તેજી જોવા મળી. ડીઝલ રિફાઈનિંગ ક્રેક્સ વાર્ષિક ધોરણે 252% વધીને $65.8 પ્રતિ બેરલ થયા, જ્યારે જેટ ફ્યુલ ક્રેક્સ 268% વધીને $59.3 પ્રતિ બેરલ પહોંચ્યા. ગેસોલિન ક્રેક્સ પણ લગભગ ત્રણ ગણા થઈ $24.9 પ્રતિ બેરલ સુધી પહોંચ્યા. કંપનીએ ત્રિમાસિક દરમિયાન 20.6 મિલિયન ટન રિફાઈનરી થ્રુપુટ નોંધાવ્યું.
Jioમાં નફો અને આવક બંને વધ્યા
Jio Platformsએ Q2માં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીની કુલ આવક 11.3% વધીને ₹47,485 કરોડ થઈ છે, જ્યારે operationsમાંથી આવક 11.4% વધીને ₹40,475 કરોડ રહી. Jioનું EBITDA 16.6% વધીને ₹21,879 કરોડ થયું અને EBITDA margin 250 basis points વધીને 54.1% પહોંચ્યું. કંપનીનો નફો લગભગ 14% વધીને ₹8,389 કરોડ રહ્યો.
Jioના 5G ગ્રાહકો 30 કરોડ
સપ્ટેમ્બર ત્રિમાસિક દરમિયાન Jioએ 91 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા અને કુલ ગ્રાહક આધાર 54.24 કરોડ પર પહોંચ્યો. 5G ગ્રાહકોની સંખ્યા 30 કરોડ થઈ છે. છેલ્લા 12 મહિનામાં આશરે 6.6 કરોડ નવા 5G ગ્રાહકો ઉમેરાયા છે. Jioના કુલ wireless trafficમાં હવે 5Gનો હિસ્સો આશરે 56% છે. ARPU પણ ₹211.4થી વધીને ₹218.8 થયું છે.
ડેટા કન્ઝ્યુમેશનમાં પણ તેજી
Jioના દરેક ગ્રાહકનો માસિક સરેરાશ ડેટા કન્ઝ્યુમેશન વધીને 44.2 GB થયો છે. કુલ ડેટા ટ્રાફિક 22.1% વધીને આશરે 71 અબજ GB રહ્યું છે. ફિક્સ બ્રોડબેન્જ ગ્રાહકોની સંખ્યા 3 કરોડ સુધી પહોંચી છે, જેમાં JioAirFiberના 1.51 કરોડ ગ્રાહકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Jio Platforms: લિસ્ટિંગ બાદના પહેલા જ પરિણામમાં Jioનો નફો 13.7% વધ્યો, ₹8,389 કરોડ પર પહોંચ્યો
રિલાયન્સ રિટેલની આવકમાં 6.4% વૃદ્ધિ
રિલાયન્સ રિટેલ વેન્ચરની ગ્રોસ રેવન્યુ, કન્ઝ્યુમર બ્રાન્ડ બિઝનેસના ડિમર્જરની અસર સમાયોજિત કર્યા બાદ, 6.4% વધીને ₹91,716 કરોડ રહી છે. કંપનીએ ત્રિમાસિક દરમિયાન 303 નવા સ્ટોર શરૂ કર્યા અને કુલ સ્ટોરની સંખ્યા 19,947 થઈ. JioMartની આવકમાં 42%નો વધારો નોંધાયો છે. તેનો નેટવર્ક 1,000થી વધુ શહેરોમાં 5,000થી વધુ સ્ટોર સુધી વિસ્તર્યો છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં 8% લાઈક ટુ લાઈક ગ્રોથ નોંધાઈ, જ્યારે ફેશન અને લાઈફસ્ટાઈલ બિઝનેસમાં 3% વૃદ્ધિ જોવા મળી.
JioStarની આવક 10% વધી
રિલાયન્સના મીડિયા એન્ડ ઈન્ટરટેઈનમેન્ટ બિઝનેસ JioStarની ઓપરેશન્સમાંથી આવક 10% વધીને ₹6,806 કરોડ થઈ. JioHotstarના સરેરાશ મંથલી એક્ટિવ યુઝર લગભગ 44 કરોડ રહ્યા, જે વાર્ષિક ધોરણે 10% વધારે છે. પ્લેટફોર્મે Singapore, UK અને Canadaમાં પણ JioHotstar બ્રાન્ડ હેઠળ પોતાની હાજરી વધારી છે.
Oil & Gas બિઝનેસમાં થોડું દબાણ
Relianceના Oil & Gas segmentની આવક આશરે ₹6,020 કરોડ રહી અને તેમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નહીં. સેગમેન્ટ EBITDA 2% ઘટીને ₹4,901 કરોડ રહ્યું. KG-D6 ક્ષેત્રમાં ગેસ ઉત્પાદન અને ભાવમાં ઘટાડાને કારણે દબાણ આવ્યું, જ્યારે CBM પ્રોડક્શનમાં વૃદ્ધિએ થોડી રાહત આપી.
નેટ દેવું ઘટ્યું
Relianceનું નેટ ડેબ્ટ જૂનના અંતે લગભગ ₹1.22-1.23 લાખ કરોડ હતું, જે સપ્ટેમ્બર અંતે ઘટીને ₹1.17 લાખ કરોડ રહ્યું. કંપનીનું નેટ ડેબ્ટ ટુ એન્યુલાઈઝ્ડ EBITDA ratio પણ સુધરીને 0.47 ગણું થયું. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં Relianceએ ₹38,153 કરોડનું મૂડી ખર્ચ કર્યું છે. આ રોકાણ O2C, ન્યુ એનર્જી અને ગ્રાહક બિઝનેસના માળખાગત સુવિધાઓનો વિસ્તાર માટે કરવામાં આવ્યું.
₹15,000 કરોડ સુધીના NCD લાવવાની મંજૂરી
રિલાયન્સના બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા એક અથવા વધુ તબક્કામાં ₹15,000 કરોડ સુધીના Non-Convertible Debentures એટલે કે NCDs જારી કરવા માટે enabling resolution પણ મંજૂર કર્યું છે. કુલ મળીને Q2માં રિલાયન્સ માટે O2C સૌથી મોટો અર્નિગ ડ્રાઈવર રહ્યો, જ્યારે Jioએ subscriber growth, ARPU અને 5G adoptionમાં મજબૂત કામગીરી કરી. રિટેલ બિઝનેસમાં વૃદ્ધિ ચાલુ રહી અને નેટ ડેબ્ટમાં ઘટાડાથી બેલેન્સ સીટને પણ ટેકો મળ્યો.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?

"Disneyમાં મહાછટણી!", 20% ખર્ચ ઘટાડવા હજારો નોકરીઓ પર લટકતી તલવાર

Q2 Result: Maricoનું ધમાકેદાર પરિણામ, નફો 31% વધીને ₹550 કરોડ પાર અને આવક ₹3,897 કરોડે પહોંચી

₹5થી શરૂ થશે Relianceના નવા બિસ્કિટ, કંપનીએ 9 વેરિઅન્ટ લોન્ચ કર્યા

Coal Production: કોમર્શિયલ ખાણોનું ઉત્પાદન 11.3% વધ્યું, કોલસાની આયાતમાં ઘટાડો




