પશ્ચિમ એશિયામાં તણાવથી ક્રૂડમાં આગ, બ્રેન્ટ ₹117 ડોલરને પાર
બ્રેન્ટ ક્રૂડમાં 2.09%નો ઊછાળો, હોર્મુઝમાં ટેન્કરો પર હુમલા અને ઈરાન-અમેરિકા તણાવથી સપ્લાય ખોરવાવાની આશંકા, ભારતના ઈંધણ ખર્ચ અને મોંઘવારી પર દબાણ વધી શકે

વૈશ્વિક ઊર્જા બજારોમાં ભારે ઊથલ-પાથલ મચી છે ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઊછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય માપદંડ બ્રેન્ટ ક્રૂડના ભાવ શુક્રવારે પ્રતિ બેરલ 116 ડોલરથી 118 ડોલર વચ્ચે પહોંચી ગયા છે, જેણે શુક્રવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં 117.84 ડોલરનું સ્તર સ્પર્શ કર્યું હતું. પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને સપ્લાય અવરોધમાં મૂકાવાની આશંકાઓના કારણે ઓઈલના ભાવમાં ઊછાળો આવ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળ ફરી ઘેરાઈ રહ્યા છે. અમેરિકન સેના ઈરાન પર ફરી એક વખત વિનાશક હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકામાં મંગળવારે મધ્યવર્તી ચૂંટણી પછી ઈરાન સામે સૈન્ય કાર્યવાહીની ટ્રમ્પે વિચારણા હાથ ધરી છે. ઈરાન પર વધુ મોટા હુમલાની આશંકા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 117 ડોલરને પાર ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે તેની અસર હાલ ભારત પર જોવા નથી મળી રહી. 30 ઓક્ટોબરે જાહેર થયેલા નવા ભાવ મુજબ બપોરે 4.00 વાગ્યે આ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજાર Comex પર બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.40 ડોલર એટલે કે 2.09 ટકાના ઊછાળા સાથે પ્રતિ બેરલ 117.28 ડોલર છે. ક્રૂડ ઓઈલ શુક્રવારે પ્રતિ બેરલ 115.67 ડોલરના ભાવે ખૂલ્યો હતો. બીજીબાજુ WTI 2.12 ડોલર એટલે કે 2.08 ટકા વધીને પ્રતિ બેરલ 104.12 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. WTI 102.80 ડોલરના સ્તરે ખુલ્યો હતો અને ઈન્ટ્રા ડે 104.99 ડોલરની ટોચે પહોંચ્યો હતો.
ચાર ઓઈલ ટેન્કરો સુરંગોની ઝપેટમાં
બીજીબાજુ ઈરાને દાવો કર્યો છે કે હોર્મુઝની ખાડીમાં ચાર ઓઈલ ટેન્કર સમુદ્રી બારૂદી સુરંગોની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરબ પર મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો હતો. આ ઘટનાઓએ પશ્ચિમ એશઇયામાં તણાવ વધાર્યો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ કહ્યું કે, ઓમાનના દરિયા કિનારા નજીક તેણે ગેરકાયદે પરિવહન માર્ગ જાહેર કરેલા દક્ષિણી સમુદ્રી માર્ગ પરથી પસાર થઈ રહેલા ત્રણ ઓઈલ ટેન્કરોમાં આગ લાગી ગઈ હતી જ્યારે ચોથું ટેન્કર હોર્મુઝની ખાડીના પૂર્વીય ભાગમાં આગની ઝપેટમાં આવી ગયું.
બ્રિટનની સમુદ્રી વેપાર સંચાલન એજન્સીએ જણાવ્યું કે, ઓમાનના ખાસાબ શહેરથી લગભઘ 25 સમુદ્રી માઈલ ઉત્તર-પૂર્વમાં એક નાની નાવથી ટેન્કર પર બે વિસ્ફોટક ડિવાઈસ લગાવાયા હતા. વિસ્ફોટ પછી જહાજના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ અને ટેન્કર કામ કરતું અટકી ગયું હતું. એજન્સી મુજબ જહાજના ક્રૂ સુરક્ષિત છે.
બારુદી સુરંગો અંગે અમેરિકા અને ઈરાન આમને-સામને
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે ગુરુવારે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના એ નિવેદનને પડકાર્યું હતું, જેમાં કહેવાયું હતું કે અમેરિકન સેનાએ હોર્મુઝની ખાડીના મુખ્ય સમુદ્રી માર્ગોથી બારૂદી સુરંગો હટાવી દીધી છે. IRGCના પ્રવક્તા હુસૈન મોહબેઈએ કહ્યું કે, અમેરિકાએ માત્ર નિવેદનો આપવાના બદલે સ્વતંત્ર પુરાવા રજૂ કરવા જોઈએ અને બતાવવું જોઈએ કે હોર્મુઝની ખાડીને બારૂદી સુરંગોથી સંપૂર્ણપણે મુક્ત કરી દેવાઈ છે.
ભારત તેની જરૂરિયાતના 85 ટકાથી વધુ ક્રૂડ ઓઈલની આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 117 ડોલરના સ્તરે પહોંચવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ સર્જાશે. તેની સીધી અસર પરિવહન ખર્ચ અને ઘરેલુ મોંઘવારી પર જોવા મળી શકે છે. તેનાથી સામાન્ય જનતાના ખીસ્સા પર બોજ વધી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો



