ખજૂર કિલોએ ₹80થી ₹100 મોંઘી: પુરવઠો વધતાં ભાવ સ્થિર, કલમીનો ભાવ ₹480થી ₹650
ખજૂરની નવી સિઝનમાં પુરવઠો વધતાં શરૂઆતના ઊંચા ભાવ હવે થોડા ઘટીને સ્થિર થયા છે. જોકે, વધેલા નૂરભાડા અને કરન્સીના અવમૂલ્યનને કારણે ગત સિઝનની શરૂઆતની સરખામણીએ ભાવ કિલોએ ₹80થી ₹100 વધુ છે. વેપારીઓને દિવાળી, ક્રિસમસ અને રમજાન સુધી ભાવ સ્થિર રહેવાની ધારણા છે.

અખાતી રૂટની અનિયમિતતા વચ્ચે શરૂ થયેલી ખજૂરની નવી સિઝનમાં શરૂઆતમાં પુરવઠાની ખેંચથી ઉંચા ખુલેલા ભાવ હવે પુરવઠો વધવાની સાથે સ્થિર થયા છે. જો કે નૂરભાડાના વધારા અને કરન્સીના અવમૂલ્યનના કારણે ગત સિઝનના પ્રારંભની સરખામણીએ આ વખતે ખજૂરના ભાવમાં કિલો દીઠ 80 થી 100 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. હવે દિવાળી, ક્રિસમસ તથા રમજાન મહિના સુધી ભાવ સ્થિર રહેવાની ધારણા છે.
મુંબઇ ડ્રાયફ્રુટ એન્ડ ડેટ્સ મર્ચન્ટસ એસોસિએશનનાં ખજાનચી રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે ભારતમાં ખજૂરનું ઉત્પાદન નહીવત્ હોવાથી આપણો સંપૂર્ણ મદાર આયાતી માલો ઉપર રહે છે. ખાસ કરીને ભારતમાં સાઉદી, ઓમાન, જોર્ડન, ઇરાન અને ઇરાકની ખજૂર ખવાય છે. આ વખતે આ દેશોમાં ખજૂરનો પાક સારો છે તેથી મથકોએ ભાવ ગત વર્ષ જેટલા જ છે, પરંતુ યુદ્ધનાં કારણે આયાતની અનિયમિતતા, ઉંચા નૂર ભાડાં તથા કરન્સીના અવમૂલ્યનના કારણે ભારતમાં પહોંચતી ખજૂરના ભાવ વધી જાય છે. વિતેલા સપ્તાહમાં કલમી ખજૂરના કિલો દીઠ 480 થી 650 રૂપિયાનાં ભાવે સોદા થયા હતા.

મુંબઈ ડ્રાયફ્રુટ એન્ડ ડેટ્સ મર્ચન્ટસ એશોસિએશનનાં કારોબારી સભ્ય અને ખજૂરના આયાતકાર અજીત જોષીએ જણાવ્યું હતું કે સિઝનના પ્રારંભે સ્થાનિક બજારમાં સ્ટોકના અભાવે ભાવ ઉંચા ખુલ્યા હતા જે હવે થોડા ઘટીને સ્થિર થયા છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વાશી એપીએમસીમાં ખજૂરની મોટા પાયે આવકો થઇ છે. સાઉદી, ઓમાન અને યુએઇની ઓગસ્ટ મહિનામાં રવાના થઇ હતી, ત્યારબાદ સ્ટેમ્બર મહિનામાં જોર્ડનની આવકો શરૂ થઇ હતી અને હવે ઇરાનની મોઝાફતી ક્વોલિટી અને ઇરાકની જાહીદી ખજૂરના માલ હવે આવવાના શરૂ થશે. ભારતમાં કુલ આયાત થતી ખજૂરમાં ઇરાન અને ઇરાકનો 50 જેટલો, ઓમાનનો 10 ટકા, સાઉદીનો 20 ટકા હિસ્સો હોય છે. જ્યારે દુબઇ, જોર્ડન, ટ્યુનિશિયા, અલ્જિરીયા જેવા દેશોમાંથી 20 ટકા જેટલી ખજૂર આયાત થાય છે.
ભારત વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ હોવાથી ખજૂરના ભાવ ઉપર ભારતની માગની વિશેષ અસર થતી હોય છે. દેશમાં ખજૂરની વાર્ષિક ખપત પાંચ લાખ ટન જેટલી હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો: El Nino Effect: ખેતરમાં વરસાદની ખેંચ, રસોડામાં મોંઘવારીની આંચ: કૃષિ પેદાશોના ભાવ કેમ વધ્યા
આ પણ જુઓ:
Also Read

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો




