Jio IPO બાદ રૂપિયાની તેજી ઓસરી, 95.37 પ્રતિ ડોલર સુધી ગગડ્યો
મહિનાની શરૂઆતમાં 94.32ની મજબૂતી બાદ ડોલરની વધતી માગથી રૂપિયો નબળો પડ્યો, જ્યારે વિદેશી રોકાણનો પ્રવાહ પણ ધીમો થયો, RBIના મર્યાદિત હસ્તક્ષેપથી વધુ ઘટાડા પર લગામ લાગી.

ભારતીય રૂપિયો ગુરુવારે બે સપ્તાહના સૌથી નીચા સ્તરે ગગડ્યો છે. ડોલરની સતત માગ અને વિદેશોમાં દેવું ચૂકવવા સાથે સંકળાયેલા આઉટફ્લોના કારણે રૂપિયા પર દબાણ બન્યું છે. જોકે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના હળવા હસ્તક્ષેપથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત કરવામાં મદદ મળી છે. વેપારીઓ મુજબ રૂપિયો છેલ્લે 95.3675 પ્રતિ ડોલર પર ટ્રેડ કરતો જોવા મળ્યો, જે પાછલા કારોબારી સત્રના 95.22 પ્રતિ ડોલરના બંધ ભાવથી 0.15 ટકા નબળો હતો.
ડોલરની સતત માગથી રૂપિયા પર દબાણ
આ મહિનાની શરૂઆતમાં રૂપિયો એક મહિનાથી વધુના ટોચના સ્તર 94.32 પ્રતિ ડોલર સુધી પહોંચ્યો હતો. નિયામનકારી ઉપાયો અને રિલાયન્સ જૂથના Jio Platformsના IPOમાં જંગી વિદેશી રોકાણ પ્રવાહે તે સમયે રૂપિયાને મજબૂતી આપી હતી. પરંતુ હવે રૂપિયાની તેજી ધીમે ધીમે નબળી પડવા લાગી છે.
એક વિદેશી બેન્કના કારોબારીએ કહ્યું કે, ડોલરની ખરીદી સતત જળવાઈ રહી છે અને નજીકના ભવિષ્યમાં તેમાં ફેરફારના સંકેત જોવા મળતા નથી. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો અને ઝવેરાતના વેપારીઓ સહિત મર્યાદિત વિવિધ ક્ષેત્રોના ગ્રાહકો તરફથી ડોલરની માગ વધી છે. સિંગાપોર સ્થિત હેજ ફંડના વેપારી મુજબ નોન-ડિલિવરેબલ ફોરવર્ડ (NDF) બજારમાં પણ ડોલર-રૂપિયાની જોડીને વેચવાની પ્રવૃત્તિ નબળી છે. તેમના મુજબ આ જોડીને નીચે લાવવામાં મુખ્યરૂપે કેન્દ્રીય બેન્કની દખલ જ મદદ કરે છે.

RBIના હસ્તક્ષેપ પર રૂપિયાની સ્થિરતા ટકી
રૂપિયા પ્રત્યે હબજારમાં સતત બનતી નકારાત્મક ધારણાના કારણે ભારતીય રિઝર્વ બેન્કે તિવ્ર-ચઢાવ રોકવા માટે વારંવાર હસ્તક્ષેપ કરવો પડે છે. તેના પગલે રૂપિયાની ચાલ વૈશ્વિક બજારોના સંકેતોથી પણ કંઈક અંશે અલગ જોવા મળી રહી છે. ગુરુવારે તેનું ઉદાહરણ જોવા મળ્યું. અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો, જેથી મોટાભાગના એશિયન ચલણોને મજબૂતી મળી. તેમ છતાં રૂપિયો આ સકારાત્મક વૈશ્વિક સંકેતનો લાભ ઉઠાવી શકાયો નહીં.
એમકે ગ્લોબલના વિશ્લેષકોએ તેમના રિપોર્ટમાં કહ્યું કે RBIના હસ્તક્ષેપ અને નિયામકીય પ્રતિબંધોના કારણે બજારમાં બનેલી સ્થિરતાને રૂપિયામાં અંતનિર્હિત વિશ્વાસમાં સુધારો માની શકાય નહીં વિશ્લેષકો મુજબ રૂપિયાની મજબૂતી કેટલો સમય ટકશે,તે એ બાબત પરનિર્ભર કરશે કે બજારના ભાગીદાર મધ્યમ અવધિમાં રૂપિયા અંગે પોતાની આશાઓમાં ફેરફાર કરે છે કે નહીં. માત્ર કારોબાર અને જોખમથી બચાવની રણનીતિઓમાં ફેરફાર રૂપિયાની સ્થાયી રિકવરી માટે પર્યાપ્ત નહીં હોય.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો




