Firecrackers: નિકાસનો માર્ગ કરીને ચીનને હંફાવવા સજ્જ થઇ રહેલો શિવાકાશીનો ફટાકડા ઉદ્યોગ
ભારતના સંગઠિત ફટાકડા ઉદ્યોગમાં આશરે 85% હિસ્સો ધરાવતું શિવાકાશી પ્રદૂષણ સંબંધિત નિયમો અને ફટાકડા ફોડવાના સમય-સ્થળની મર્યાદાઓ વચ્ચે નિકાસની નવી તકો શોધી રહ્યું છે. 2025ની દિવાળીમાં દેશમાં ₹7,000 કરોડના ફટાકડાનું વેચાણ થયું હતું. આ વર્ષે ભાવમાં 30થી 50%નો વધારો છતાં તહેવારો માટે ઓર્ડર મળી રહ્યા છે.

Firecrackers Export: દિવાળીના તહેવારોમાં સૌથી વધારે વપરાતા ફટાકડા અને આતશબાજી ઉપર હવે વાયુ અને ધ્વનિ પ્રદુષણ તથા સમય અને સ્થળ મર્યાદાનું ગ્રહણ લાગતા ફટાકડાનો ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. દેશમાં ફટાકડાના ઉદ્યોગમાં 85 ટકા જેટલો માતબર હિસ્સો ધરાવતા તામિળનાડુના શિવાકાશીને આ નવા નિયમોથી ગંભીર ફટકો પડવાની ભીતિ ઉભી થઇ છે. જો કે હવે ફટાકડાનાં ઉત્પાદકો યુરોપ અને અમેરિકામાં ભારતના ફટાકડાની માગ ઉભી થઇ રહી હોવાથી આ ઉદ્યોગને પ્રાણવાયુ મળશે. વર્ષ 2025ની દિવાળીમાં ભારતમાં 7000 કરોડ રૂપિયાના ફટાકડાનું વેચાણ થયું હતું.
વર્ષ 2024ની દિવાળીમાં ભારતનો ફટાકડાનો ઉદ્યોગ કુલ 6000 કરોડ રૂપિયાનો હતો. જેમાંથી શિવાકાશીનું વેચાણ 5100 કરોડ રૂપિયાનું નોંધાયુ હતું. સામાન્ય રીતે શિવાકાશીના કુલ વેચાણમાંથી પણ 80 ટકા જેટલું વેચાણ દેશભરમાંથી થતી દિવાળીના તહેવારોની ખરીદીના જ હોય છે. જ્યારે 10 ટકા કારોબાર કેરળના વિશુ તહેવારમાં અને મહારાષ્ટ્રનાં ગણેશોત્સવ દરમિયાન થાય છે. ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ તથા બિહારમાં ફટાકડાનું સૌથી વધારે વેચાણ થાય છે. દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં 500 કરોડ રૂપિયાથી વધારેના ફટાકડા ફૂટતા હોવાનો પ્રાથમિક અંદાજ છે.
ભારતમાં ફટાકડાનાં ઓર્ગેનાઇઝ્ડ કારોબારમાં શિવાકાશીનો 85 ટકા જેટલો હિસ્સો હોય છે. આ વર્ષે ફટાકડાનાં ભાવમાં 30 થી 50 ટકા સુધીનો તોતિંગ વધારો થયો હોવા છતાં વિતેલા ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા અને આવનારા દિવાળીના તહેવારો માટે ફટાકડાનાં ઓર્ડર આવી જ રહ્યા છે. તેમાં વળી તામિલનાડુની સરકારે ફટાકડાની નિકાસને પ્રોત્સાહન આપવાની નીતિ બનાવી હોવાથી આ ઉદ્યોગને ટેકો મળશે. એમાં વળી હાલમાં જ સુપ્રિમ કોર્ટ તરફથી રાહત મળતા હવે ઉત્પાદકોમાં નવો જોશ જોવા મળે છે.

આમ તો શિવાકાશી તામિલનાડુનું એક નાનું શહેર છે પરંતુ તે દેશની ફટાકડાની રાજધાની ગણાય છે. હવે બદલાતા સમયની સાથે અહીંના ફટાકડાના ઉત્પાદકો પણ માળખાકીય સુવિધામાં વધારા, ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને નિકાસની નવી તકો માટે પ્રયાસ કરી રહ્યા છે. અહીંની કંપનીઓને યુરોપ અને અમેરિકા ઉપરાંત પોલેન્ડ સ્થિત કંપનીએ મોટા ઓર્ડરમાં રસ દાખવ્યો છે. આ કંપનીઓમાં અમુક એવી પણ છે જે અગાઉ ચીનને ઓર્ડર આપતી હતી. હાલમાં તામિલનાડુની સરકાર પણ શિવાકાશીના ફટાકડા અને આતશબાજીને વૈશ્વિક માપદંડો પ્રમાણેનું સ્તર આપવાના પ્રયાસ કરી રહી છે. ઉપરાંત નિકાસ વધારવા માટે કેન્દ્ર સરકાર પાસેથી નીતિ વિષયક રાહતોની માગણી કરવામાં આવી છે. તામિલનાડુ સરકારે ચેન્નઇ તથા થુથુકુડી બંદરોએથી ફટાકડા તથા આતશબાજીની નિકાસ થઇ શકે તેવી માળખાકીય સુવિધાઓની માગણી કરી છે. શિવાકાશી ફાયરવર્કસ મેન્યુફેકચર્સ એશોસિએશન (એસએફએમએ)ના જણાવ્યા પ્રમાણે જો આ પ્રકારની સુવિધાઓ મળી જાય તો ટૂંકસમયમાં ભારત વૈશ્વિક બજારમાં ચીનનો વિકલ્પ બની શકે છે.
ચીનનાં હ્યુઆન પ્રાંતનું લ્યુઆંગ ભારતના શિવાકાશી જેવું જ મોટું ફટાકડાનું પીઠું ગણાય છે. જે વિશ્વમાં ફુટતા કુલ ફટાકડાના 66 ટકા જેટલા ફટાકડા લ્યુઆંગના હોય છે. પરંતુ હાલમાં અમેરિકાના ટેરિફ અને અન્ય મુદ્દાઓને કારણે વૈશ્વિક કંપનીઓ હવે ભારત તરફ નજર માંડી રહી છે.
આ પણ વાંચો: El Nino Effect: ખેતરમાં વરસાદની ખેંચ, રસોડામાં મોંઘવારીની આંચ: કૃષિ પેદાશોના ભાવ કેમ વધ્યા
આ પણ જુઓ:
Also Read

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો




