Expert Speaks : વિદેશમાં ઝિંકની તંગી, ઘરેલુ બજારમાં સપ્લાય ખેંચ; ભાવને ‘પેસિવ સ્ક્વિઝ’નો ટેકો
રિફાઈનરીઓને પ્રતિ ટન 3,000 યુઆનથી વધુનું નુકસાન, સપ્ટેમ્બરમાં ઝિંકની નિકાસ 73.17% વધી અને આયાત 75.16% ઘટી. ઘટતી ઈન્વેન્ટરી અને સ્મેલ્ટર કટથી ભાવને નીચલા સ્તરે મજબૂત આધાર મળ્યો

તમે ધાતુ બજાર પર ઝિણવટપૂર્વક નજર રાખતા હોવ તો તમે ઝિંક બજારમાં એક રસપ્રદ વલણ જોયું હશે. વૈશ્વિક અર્થતંત્રમાં નરમાઈ છતાં ઝિંકના ભાવને મજબૂત આધાર મળ્યો છે અને ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો નથી.
આ મજબૂતી પાછળનું કારણ શું છે? તેના મુખ્ય કારણ છે રિફાઈનરીઓને થઈ રહેલું ભારે નુકસાન. ઝિંકની નિકાસમાં અસાધારણ વધારો અને બજારમાં એવી સ્થિતિ બની રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પૂરવઠાની અછત ઊભી થઈ છે જ્યારે ઘરેલુ બજારમાં ઉપલબ્ધતા સંકોચાતિ હોવાનું જોવા મળી રહ્યું છે.
ઝિંકની સંપૂર્ણ સપ્લાય ચેઈનમાં શું ફેરફાર થઈ રહ્યા છે અને આગામી સમયમાં બજાર પર તેની કેવી અસર પડી શકે છે તે સમજીએ...
1. પૂરવઠાનું ઊંડું દબાણ :
રિફાઈનરીઓને ભારે નુકસાન કિંમતોમાં ઘટાડાને રોકી રહ્યું છે. ઝિંક બજારને મળનારું ફંડામેન્ટલ સમર્થન ખાણોથી શરૂ થાય છે. હાલ,ઘરેલુ ઝિંક કન્સન્ટ્રેટના ટ્રીટમેન્ટ ચાર્જ (TC) નકારાત્મક બનેલા છે, જ્યારે આયાતિત કન્સન્ટ્રેટનો ઈન્ડેક્સ પણ સતત નીચે જઈ રહ્યો છે. તેની સાથે જ સલ્ફ્યુરિક એસિડ જેવા સહ-ઉત્પાદનોથી થનારી આવકમાં ઘટાડાએ રિફાઈનરીઓની સ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે. પરિણામ સ્વરૂપ, રિફાઈનરીઓને પ્રતિ ટન 3,000 યુઆનથી વધુનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આટલા ભારે નુકસાનના કારણે ઉત્પાદન ચાલુ રાખવા માટે પ્રોત્સાહન નબળું પડી ગયું છે.
વર્ષોવર્ષ ઉત્પાદનમાં ઘટાડો : જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન ઘરેલુ રિફાઈન્ડ ઝિંક ઈનગોટનું ઉત્પાદન ગયા વર્ષના સમાન સમયની સરખામણીમાં 1 ટકાથી વધુ ઘટી ગયું. રિફાઈનરીઓએ નુકસાનથી બચવા માટે સ્મેલ્ટર સ્વેચ્છાએ બંધ કરી ઉત્પાદન ઘટાડી રહ્યા છે. જોકે, નજીકના સમયમાં પૂરવઠામાં કાપ અને નવી ઉત્પાદન ક્ષમતાના બજારમાં આવવામાં વિલંબ ઝિંકના ભાવને ટેકો આપી શકે છે.ઉત્પાદન ખર્ચ અને સતત થઈ રહેલા નુકસાના કારણે સ્મેલ્ટર ઉત્પાદન ઘટાડે છે તો બજારમાં ઉપલબ્ધ ઝિંકની માત્રા ઘટી શકે છે. તેનાથી નબળી માગ છતાં ભાવમાં મોટો ઘટાડો મર્યાદિત રહી શકે છે.
2. નિકાસમાં ઉછાળો : ઘરેલૂ સ્પોટ બજાર પર ‘પેસિવ સ્ક્વિઝ’નું દબાણ
સપ્ટેમ્બરમાં નિકાસના આંકડાએ બજારને ચોંકાવી દીધું છે. ઝિંકના વેપાર પ્રવાહમાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે.
વેપાર પ્રવાહ માસિક ધોરણે
શુદ્ધ ઝિંકની નિકાસ + 73.17%
શુદ્ધ ઝિંકની આયાત - 75.16%
આ પરિવર્તન પાછળ કારણ શું છે?
ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બજાર વચ્ચે અનુકૂળ મૂલ્ય અંતરના કારણે વિદેશી બજારોમાં ઝિંક વેચવાનું વધુ આકર્ષક બની ગયું છે. એવામાં ઘરેલૂ રિફાઈનરીઓએ ઉપલબ્ધ વધારાના ઝિંકની નિકાસ શરૂ કરી દીધી, જેથી આંતરરાષ્ટ્રીય બજારોમાં વર્તમાન અછતનો લાભ ઉઠાવી શકાય. તેની અસર ઘરેલુ બજાર પર પડી. ઘરેલૂ ઉત્પાદનનો એક હિસ્સો વિદેશોમાં જવા લાગે છે અને આયાત ઘટી જાય છે તો ચીનના ઘરેલૂ સ્પોટ બજારમાં ઉપલબ્ધ ઝિંકનું પ્રમાણ ઘટી શકે છે. આ સ્થિતિને ‘એક્સટર્નલ ટાઈટનેસ, ઈન્ટરનલ કન્સ્ટ્રેશન’ એટલે કે વિદેશી બજારમાં પૂરવઠાની તંગી અને ઘરેલૂ બજારમાં ઉપલબ્ધતાનું સંકુચન કહી શકાય છે. અહીં પેસિવ સ્ક્વિઝનો અર્થ છે કે ઘરેલૂ બજારમાં ઝિંકની ઉપલબ્ધતા વેપાર પ્રવાહમાં પરિવર્તનના કારણે પોતાનામાં મર્યાદિત થવા લાગી છે. તેના માટે જરૂરી નથી કે માગમાં અચાનક ભારે ઊછાળો આવે. નિકાસમાં વૃદ્ધિ અને આયાતમાં ઘટાડો ઘરેલૂ સ્પોટ સપ્લાયને મર્યાદિત કરી શકે છે. તેનાથી કિંમતોને વધારાનું સમર્થન મળે છે અને બજારમાં ઘટાડા દરમિયાન ખરીદી વધી શકે છે.
3. માગની સ્થિતિ : રિયલ એસ્ટેટમાંથી નરમાઈની ભરપાઈ
માગના મોરચા પર તસવીર સંપૂર્ણપણે મજબૂત નથી. પારંપરિક રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી ઝિંકનો વપરાશ નબળો રહ્યો છે. જોકે, મેન્યુફેક્ચરિંગ અને નિકાસ સાથે સંકળાયેલા ઉદ્યોગોની અપેક્ષાએ સ્થિર માગ આ નરમાઈને કંઈક હદ સુધી સંતુલિત કરી રહી છે. કુલ માગ વૃદ્ધિ લગભગ 0.3 ટકા સુધી મર્યાદિત રહેવાનો અંદાજ છે, જેનાથી માગમાં તિવ્ર ઘટાડો તો નથી દેખાતો, પરંતુ મજબૂત તેજીના સંકેત પણ મર્યાદિત છે.
માગ સાથે જોડાયેલા મુખ્ય સંકેત આ પ્રકારે છે:
રજાઓ પછી સુધારો : ઝિંક ગેલ્વનાઈઝિંગ અને ઝિંક અલોય બનાવનારી કંપનીઓના કાર્યકારી દરોમાં માસિક ધોરણે સુધારો જોવા મળી રહ્યો છે.
ઈન્વેન્ટરીમાં ઘટાડો : કિંમતો નીચા સ્તરે આવવાથી ખરીદારોની ખરીદી વધી, જેના પરિણામસ્વરૂપે સામાજિક ભંડાર ઘટીને લગભગ 200,200 ટન રહી ગયો.
ઈન્વેન્ટરીમાંઘટાડો એ બાબતના સંકેત હોઈ શકે છે કે બજારમાં ઉપલબ્ધ માલનું વધારાનું દબાણ ઘટી રહ્યું છે. જોકે, માત્ર ઈન્વેન્ટરીમાં અછતથી માગમાં મજબૂત સુધારાની પુષ્ટિ નથી થતી. તેના માટે આગળનો વપરાશ અને ઉત્પાદનના આંકડા પણ જોવા જરૂરી છે.
4. મોટું ચિત્ર : નબળા પુરવઠા વિરુદ્ધ નબળી માગ
હાલ ઝિંક બજાર બે વિપરિત તાકતો વચ્ચે ફસાયેલું છે. ભાવને નિચા સ્તર પર ટેકો મળી રહ્યો છે.
ભાવ સ્તર : ખાણ ક્ષેત્રમાં નુકસાન અને રિફાઈનિંગમાં કાપ ભાવને તૂટતા અટકાવે છે.
ભાવ મર્યાદા : મધ્યમ પીક સિઝનમાં વપરાશ કોઈપણ વિસ્ફોટક તેજીને મર્યાદિત કરી શકે છે.
નિષ્કર્ષ : ઝિંકના ભાવમાં નજીકના સમયમાં કોઈ નાટ્યાત્મક, એક તરફી ટ્રેન્ડની અપેક્ષા ના રાખશો. ઝિંક હાલમાં રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના છે. નજીકના સમયમાં ભાવને પૂરવઠા તરફથી ખેંચ અને નિકાસ ડાયવર્ઝન તરફથી મજબૂત ટેકો મળી રહ્યો છે.
લેખક : દિલીપ પરમાર
સિનિયર રિસર્ચ એનાલિસ્ટ, એચડીએફસી સિક્યોરિટીઝ
આ પણ જૂઓ
Disclaimer - દિલીપ પરમાર, એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ છે. આ લેખમાં તેમણે આપેલા મંતવ્યો તેમના પોતાના છે. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શૅર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ના ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી

Gold Silver Price Today : ધનતેરસ પહેલાં સોનું ફરી ચમક્યું! MCX પર ₹1.42 લાખને પાર

અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા

Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર

Gold Silver Price Today: સોનું ₹1.39 લાખની નીચે, ચાંદીમાં 2.87%નો કડાકો! ફેડના નિર્ણયની અસર

Crude Oil: બ્રેન્ટ $105ની નીચે, અમેરિકા–ઈરાન મંત્રણાથી રાહતની આશા

Kashmir Saffron: હવામાન બદલાતા કાશ્મીરી કેસરની નવી આવકો વિલંબિત: ઉતારા વધતા ભાવમાં ઘટાડો




