IDBI પછી હવે 4 બેન્કો પર સરકારની નજર, કેન્દ્રની ખાનગીકરણ યોજના ચર્ચામાં
Central Bank, UCO Bank, Punjab & Sind Bank અને Indian Overseas Bankમાં સરકારી હિસ્સો 75% સુધી લાવવાની વિચારણા, આગામી એક વર્ષમાં Public Shareholding વધારવાની યોજના, OFS મારફત સરકાર હિસ્સો વેચી શકે

સરકારી બેન્કોના ખાનગીકરણની યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ IDBIને કેનેડાની કંપનીને વેચી દીધી છે અને તેનો હિસ્સો ઘટાડી નાંખ્યો છે. હવે સરકાર વધુ ચાર સરકારી બેન્કોમાં પણ તેની ભાગીદારી ઘટાડીને તેના ખાનગીકરણ તરફ આગળ વધવાની તૈયારી કરી રહી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
એક અખબારી અહેવાલ મુજબ સરકાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, યૂકો બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને ઈન્ડિયન ઓવરસીસ બેન્કમાં તેનો હિસ્સો ઘટાડીને 75 ટકા કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રો મુજબ આ ચારેય બેન્કમાં સરકારની સૌથી ઓછી 89.27 ટકા હિસ્સેદારી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે. અન્ય ત્રણ બેન્કો પંજાબ એન્ડ સિંધ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક તથા યુકો બેન્કમાં સરકારનો હિસ્સો અનુક્રમે 93.85 ટકા, 92.44 ટકા અને 90.95 ટકા છે. બેન્કોમાં લઘુત્તમ પબ્લિક શૅરહોલ્ડિંગના નિયમોનું પાલન કરવા માટે સરકારે આ વિચારણા હાથ ધરી હોવાનું સૂત્રોનું કહેવું છે. કેન્દ્ર સરકાર સરકારી બેન્કોના વધુ એક વિલયની તૈયારી કરી રહી છે. ખાનગીકરણ માટે વધુ બે બેન્કોની ઓળખ પણ કરવામાં આવી શકે છે.
કેન્દ્ર સરકારે 2021-22ના બજેટમાં જાહેરાત કરાઈ હતી કે તે IDBI બેન્ક સિવાય બે સરકારી બેન્કો અને એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ કરશે. આ મહિનાની શરૂઆતમાં જ સરકારે કેનેડિયન અબજોપતિ પ્રેમ વત્સા દ્વારા પ્રમોટેડ ફેરફેક્સ ફાઈનાન્સિયલ હોલ્ડિંગને IDBI બેન્કનો 60.72 ટકા હિસ્સો વેચી દીધો હતો. સરકારે રૂ. 52,878 કરોડમાં આ હિસ્સો વેચ્યો હતો.

મીડિયા અહેવાલ મુજબ કેન્દ્ર સરકારનો લોન્ગ ટર્મનો ટાર્ગેટ દેશમાં 3 કે 4 મોટી સરકારી બેન્કો જ રાખવાનો છે. નીતિ આયોગે ખાનગીકરણના સંભવિત ટાર્ગેટ રૂપે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેન્કને શોર્ટલિસ્ટ કરી છે.
સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે સરકારની પહેલી પ્રાથમિક્તા આગામી એક વર્ષમાં આ ચાર બેન્કોમાં જાહેર ભાગીદારી વધારવાની છે. જોકે, બેન્કો પોત-પોતાની રણનીતિઓ મુજબ બજારમાંથી ફંડ એકત્ર કરી શકે છે, પરંતુ સરકાર બજારની સ્થિતિઓને જોઈને ‘ઓફર ફોર સેલ’ મારફત પોતાની હિસ્સેદારી વેચવા પર વિચાર કરશે. રિપોર્ટમાં કહેવાયું છેકે પબ્લિક ફ્લોટ વધુ હોવાના કારણે આ બેન્કોની વેલ્યુશનમાં પણ સુધારો થવાની આશા છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે કન્સોલીડેશનની આ પ્રક્રિયામાં ટેક્નોલોજીની અનુકૂળતા, ભૌગોલિક પહોંચ અને બિઝનેસ મિક્સ જેવા કારકો પર વિચાર કરાશે. બેંકો તરફથી પણ આ પ્રક્રિયા પર સૂચનો મળવાની આશા છે. બેન્કોના ખાનીગકરણ માટે કાયદાકીય સંશોધનોની જરૂર પડશે, જેમાં ‘બેન્કિંગ કંપની (એકમોના અધિગ્રહણ અને હસ્તાંતરણ)કાયદા’માં ફેરફારનો સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું કે આ સંશોધનોને બેન્કોની વિલય પ્રક્રિયા સાથે આગળ વધારવામાં આવી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ સરકારે નાણાકીય સંસ્થાઓ સહિત સરકારી કંપનીઓને ઓગસ્ટ 2026 સુધી 25 ટકાના લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગની શરતથી છૂટ આપી હતી. આશા છે કે આ છૂટને વધુ આગળ વધારવાનું નોટિફિકેશન જાહેર કરાશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર




