રૂપિયાને ડોલરનો ટેકો, પણ મોંઘું ક્રૂડ બન્યું વિલન
ડોલર ઈન્ડેક્સ 101.70 અને અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી રૂપિયો 95.22 પર ખૂલ્યો, પરંતુ Brent Crude $117.84 પર પહોંચતાં તેજી મર્યાદિત રહી

રૂપિયો શુક્રવારે ડોલરની સરખામણીમાં 95.22 પર ખૂલ્યો, જે પાછલા બંધ 95.26 કરતાં 4 પૈસા મજબૂત હતો. ડોલર ઈન્ડેક્સ 101.70 પર લપસ્યો અને અમેરિકન બોન્ડ યીલ્ડ નીચે આવ્યું, જેનાથી રૂપિયાને ટેકો મળ્યો, પરંતુ Brent Crude પ્રતિ બેરલ 117.84 ડોલરે પહોંચી ગયું છે. ભારત દુનિયાના અગ્રણી ઓઈલ આયાતકાર દેશમાં સ્થાન પામે છે, તેથી મોંઘું ઓઈલ ઈમ્પોર્ટ બિલ અને ડોલરની માગ બંને વધારે છે.
ભારતીય રૂપિયો શુક્રવારે 30 ઓક્ટોબરે અમેરિકન ડોલરની સરખામણીમાં 4 પૈસા વધીને 95.22 પર ખૂલ્યો હતો. પાછલા કારોબારી સત્રમાં રૂપિયો 95.26 પર બંધ થયો હતો. ડોલરની પીછેહઠ અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડાથી રૂપિયાને ટેકો મળ્યો, પરંતુ આ લાભ ખૂબ ટૂંકો રહ્યો. જેનું કારણ છે ક્રૂડ ઓઈલ. તેના ભાવમાં આવેલી નવી તેજીએ ઈમ્પોર્ટ બિલ અને ડોલરની માગ અંગે ભારતની ચિંતા વધારી દીધી છે.
પ્રારંભિક કારોબારમાં મજબૂત થયો રૂપિયો
શુક્રવારે સવારે બજાર ખૂલતા જ રૂપિયો હળવી મજબૂતી સાથે 95.22 પ્રતિ ડોલર પર જોવા મળ્યો. એક દિવસ પહેલા આ જ રૂપિયો 95.26 પર બંધ થયો હતો. એટલે કે એક ડોલર ખરીદવા માટે હવે પાછલા બંધની સરખામણીએ 4 પૈસા ઓછા ચૂકવવા પડી રહ્યા છે.
4 પૈસા સાંભળામાં નાનો તફાવત લાગે છે,અને તફાવત નાનો જ છે. આ જ કારણ છે કે તેને મામૂલી લીડ કહેવાય છે. રૂપિયાને હાલમાં બે ઊંઘી દિશામાંથી ખેંચાણનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ નબળો થતો ડોલર તેને ઉપર ખેંચી રહ્યો છે, બીજીબાજુ મોંઘું થતું ક્રૂડ તેને દબાવી રહ્યું છે. જોકે, સવારની 4 પૈસાની લીડ આ બંને તાકતોની ખેંચતાણનું પરિણામ છે.

અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઘટાડાથી ટેકો મળ્યો
અમેરિકન બોન્ડ બજારને કારણે રૂપિયાને આંશિક રાહત મળી છે. અણેરિકન ટ્રેઝરી યીલ્ડ નીચે આવ્યું અને તેનું દબાણ ડોલર પર પડ્યું. દુનિયાની મોટી કરન્સીની સરખામણીમાં ડોલરની તાકાત માપનારો ડોલર ઈન્ડેક્સ ગગડીને 101.70 પર આવી ગયો.
બોન્ડ બજારમાં આવેલી ફ્લાઈટ ટુ સેફ્ટી પછી યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો રોકાણકારો જોખમવાળી જગ્યાએથી ભંડોળ કાઢીને સુરક્ષિત મનાતા બોન્ડમાં લગાવવા લાગ્યા છે. આ વખતે તેની પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થઈ રહેલા જંગી રોકાણ પર મળનારા રિટર્નના લાભ અંગે ફરી ચિંતા ઊઠી છે. બોન્ડ ખરીદનારા વધે છે તો તેનું યીલ્ડ નીચે આવે છે. આંકડામાં જોઈએ તો અમેરિકાના બે વર્ષના ટ્રેઝરી યીલ્ડ 8 બેસિસ પોઈન્ટ ગગડીને 7 સપ્તાહના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. બીજબાજુ 10 વર્ષના યીલ્ડ ગગડીને 4.90 ટકા પર પહોંચી ગયા છે. નબળો ડોલર સામાન્ય રીતે રૂપિયા સહિત ઊભરતા બજારોની કરન્સી માટે સારા સમાચાર હોય છે. ડોલર નરમ પડે છે તો આ કરન્સી પર તેનું દબાણ ઘટી જાય છે. શુક્રવારે સવારે રૂપિયાની તેજી પાછળ આ ટેકો કામ કરી રહ્યો હતો.
ક્રૂડ ઓઈલે રૂપિયાની તેજી રોકી
ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડના ઘટાડાએ જેટલી રાહત આપી, ક્રૂડ ઓઈલે તેના પર તેટલું જ પાણી ફેરવવાનું કામ કર્યું. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ વધીને 117.84 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે. ઓઈલની આ તેજી પાછળ સપ્લાય રોકાવાનો ડર છે. યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબ પર હુમલા વધારતા આ ડર વધી ગયો છે.
ભારત માટે મોંઘું ક્રૂડ ઓઈલ સીધી ચિંતાની બાબત છે, કારણ કે ભારત ક્રૂ઼ડ ઓઈલનો મોટો આયાતકાર દેશ છે. ઓઈલ મોંઘું થવાથી દેશનું ઈમ્પોર્ટ બિલ વધી જાય છે. અને ઓઈલની ચૂકવણી ડોલરમાં થાય છે તેથી ડોલરની માગ પણ વધી જાય છે. ડોલરની વધતી માગ રૂપિયા પર દબાણ નાંખે છે. આ દબાણ નબળા ડોલરથી મળી રહેલા ટેકાના એક ભાગને અર્થહીન કરી રહ્યું છે. આ કારણે રૂપિયો શુક્રવારે માત્ર 4 પૈસાની તેજી બનાવી શક્યો.
કરન્સી ટ્રેડરનો મત
ખાનગી સેક્ટર બેન્કના કરન્સી ટ્રેડર મુજબ અમેરિકન યીલ્ડમાં ઘટાડાથી રૂપિયાને મળનારો ટેકો મર્યાદિત કરી શકે છે. ટ્રેડરે તેનું કારણ જણાવ્યું કે, યીલ્ડમાં આ ઘટાડો મુખ્યરૂપે ફ્લાઈટ ટુ સેફ્ટીના કારણે આવ્યો છે. ટ્રેડરે એમ પણ કહ્યું કે, ઓઈલના ભાવમાં આવેલો ઊછાળો આ રાહતથી પણ વધુ અસર કરી શકે છે. એટલે કે રૂપિયા સામે તસવીર એ છે કે એક બાજુ તેને રાહત મળી રહી છે, બીજીબાજુ તેની મુશ્કેલી વધી રહી છે. ટ્રેડર મુજબ આ ખેંચતાણમાં રૂપિયાની મુશ્કેલી વધી શકે છે. આગામી સમયમાં રૂપિયાની ચાલ એ બાબત પર નિર્ભર કરશે કે ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBI ફોરેન એક્સચેન્જ માર્કેટમાં કેવા પ્રકારની દખલ કરે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FIIની ખરીદીથી રૂપિયો બન્યો વધુ મજબૂત! ડોલર સામે 13 પૈસા ઉછળી 94.71 પર બંધ

રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20 લાખ કરોડથી વધુના રોકાણની તક ઊભી થવાનો અંદાજઃ પીએમ મોદી

ભારતના હેલ્થકેર સેક્ટરમાં પીઇ રોકાણ વાર્ષિક ધોરણે 621 ટકા વધી 3.1 અબજ ડોલર થયું

FTAથી ગુજરાતના ઉદ્યોગો માટે ખુલશે નવા બજારો, નિકાસને મળશે મોટો ફાયદો

મજબૂત માંગ છતાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં ઘટીને 54.7 થયો

GST Collection: ઑક્ટોબરમાં GST આવક 23% ઉછળી ₹2.31 લાખ કરોડ, સતત ચોથા મહિને ₹2 લાખ કરોડને પાર

પેટ્રોલને રાહત, ડીઝલને ઝટકો! સરકારે નિકાસ ડ્યૂટીમાં કર્યો મોટો ફેરફાર




