Railway New Rules: ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં સાવધાન! 7 દિવસ પછી બદલાશે આ નિયમ
27 ઑક્ટોબર 2026થી રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો વિકલ્પ મળશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેથી ઑફલાઇન ટિકિટ બુક કરાવતા મુસાફરોને પણ વીમા સુરક્ષા મળી શકે.

દિવાળી પહેલાં રેલવે મુસાફરો માટે મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 27 ઑક્ટોબર 2026થી રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો વિકલ્પ આપવામાં આવશે. અત્યાર સુધી આ સુવિધા મુખ્યત્વે IRCTCની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી ટિકિટ બુક કરાવતા મુસાફરો માટે ઉપલબ્ધ હતી.
27 ઑક્ટોબરથી કાઉન્ટર ટિકિટ પર પણ વીમો
હાલમાં ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરતી વખતે મુસાફરોને ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પસંદ કરવાનો વિકલ્પ મળે છે. જોકે, રેલવે કાઉન્ટર પરથી સીધી ટિકિટ ખરીદનારા મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ નહોતી. હવે 27 ઑક્ટોબરથી રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવતી વખતે પણ ઈન્શ્યોરન્સ કવરનો વિકલ્પ આપવામાં આવશે. આ પગલાનો હેતુ ઑફલાઇન ટિકિટ બુકિંગ કરાવતા મુસાફરોને પણ વીમા સુરક્ષાની સુવિધા આપવાનો છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ બદલાશે નિયમ
રેલવેમાં આ ફેરફાર જૂન 2023માં ઓડિશામાં થયેલી રેલ દુર્ઘટના બાદ મુસાફરોની સુરક્ષાને લઈને આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિર્દેશ સાથે જોડાયેલો છે. 6 ઑક્ટોબરે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને આર. મહાદેવનની બેન્ચે રેલવેને સ્ટેશનો પર કાઉન્ટરથી વેચાતી તમામ ટિકિટો પર પણ ઈન્શ્યોરન્સ લાગુ કરવાની દિશામાં નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઑફલાઇન ટિકિટ બુકિંગને ઓનલાઈન બુકિંગની સમકક્ષ લાવવાનો ઉદ્દેશ પણ દર્શાવ્યો હતો. સાથે જ આ નિર્દેશના અમલમાં બેદરકારી થાય તો રેલવે બોર્ડને જવાબદાર ઠેરવવાની ચેતવણી આપવામાં આવી હતી.
કેટલું ઈન્શ્યોરન્સ કવર મળી શકે?
હાલની ઑનલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ માટેની વૈકલ્પિક રેલવે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ યોજના હેઠળ, પોલિસીની શરતો મુજબ મુસાફરના મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતાની સ્થિતિમાં ₹10 લાખ સુધીનું કવર મળી શકે છે. ઑનલાઇન બુકિંગમાં આ ઈન્શ્યોરન્સ માટે ટેક્સ સહિતનું પ્રીમિયમ પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા છે. જોકે, કાઉન્ટર પરથી બુક થતી ટિકિટ માટે લાગુ પડનારા પ્રીમિયમ, જરૂરી દસ્તાવેજો અને ક્લેમ પ્રક્રિયા સહિતની વ્યવસ્થાઓ અંગે હજુ સંપૂર્ણ વિગતો સ્પષ્ટ કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Vibrant Gujarat : 22 દેશ, 8 શહેર અને 6 સેક્ટર્સ! ગુજરાતનું મેગા ઇન્વેસ્ટમેન્ટ મિશન
આ પણ જુઓ:
Also Read

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો




