WhatsApp પર શેરની ટિપ્સ પડી શકે મોંઘી, SEBIએ રોકાણકારોને ચેતવ્યા
WhatsApp ગ્રુપમાં આમંત્રણ આપીને શેરની Tips આપતા અને ગેરકાયદેસર રીતે રોકાણની સલાહ આપતા લોકો સામે SEBIએ રોકાણકારોને ચેતવણી આપી છે. રોકાણકારોને આવા ગ્રુપથી દૂર રહેવા અને માત્ર SEBIમાં રજિસ્ટર થયેલા મધ્યસ્થીઓ તથા સલાહકારો મારફતે જ રોકાણ સંબંધિત નિર્ણય લેવા જણાવાયું છે.

SEBI Warns Investors: શેરબજારમાં ઝડપી કમાણીની આશામાં WhatsApp ગ્રુપમાં મળતી Stock Tips પર ભરોસો કરતા રોકાણકારો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. SEBIએ રોકાણકારોને આવા WhatsApp ગ્રુપ અને ગેરકાયદેસર રીતે શેરની Tips આપતા ઓપરેટરોથી સાવચેત રહેવા અપીલ કરી છે. આવા ગ્રુપ દ્વારા રોકાણકારોને આકર્ષીને રોકાણ માટે પ્રેરિત કરવામાં આવતું હોવાનો મુદ્દો સામે આવ્યો છે.
ગેરકાયદેસર ઓપરેટરો કૃત્રિમ માહોલ ઊભો કરે છે
SEBIના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર ઓપરેટરો રોકાણકારોને ફાયદો કરાવતા ગ્રુપ તરીકે રજૂ કરવા માટે કૃત્રિમ માહોલ ઊભો કરે છે. આવા ગ્રુપમાં રોકાણકારોને શેરબજાર અંગેની Tips આપવામાં આવે છે અને તેના આધારે રોકાણના નિર્ણયો લેવા માટે પ્રેરિત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર મળતી Free Tips અથવા Trading Tipsના આધારે રોકાણ કરવાથી રોકાણકાર પોતાની મૂડીને જોખમમાં મૂકી શકે છે. આ જ કારણસર SEBIએ આવા માધ્યમોથી મળતી સલાહ અંગે સાવચેતી રાખવા જણાવ્યું છે.
વિદેશી નંબર અને નકલી એક્સપર્ટ્સથી સાવધાન
SEBIએ વિદેશી નંબરો પરથી ચલાવવામાં આવતી ગેરકાયદેસર Advisory સંસ્થાઓ અને નકલી Experts અંગે પણ ચેતવણી આપી છે. આવા ઓપરેટરો રોકાણકારો સુધી પહોંચવા માટે WhatsApp જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે. રોકાણકારોને આવા ગ્રુપમાં જોડાયા બાદ મળતી Tips અથવા સંદેશાઓને આધારે સીધા રોકાણના નિર્ણયો ન લેવા જણાવાયું છે.
રોકાણકારો માટે SEBIની મહત્વપૂર્ણ સલાહ
SEBIએ રોકાણકારોને WhatsApp ગ્રુપની જાળથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. વિદેશી નંબરો પરથી ચાલતા Investment-only WhatsApp ગ્રુપમાંથી તરત બહાર નીકળી જવું અને નકલી Trade Confirmation અથવા Profitના Screenshot જોઈને લલચાવું નહીં. રોકાણ માટે માત્ર SEBIમાં રજિસ્ટર થયેલા મધ્યસ્થીઓ અને સત્તાવાર Trading Applicationsનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રોકાણ કરતા પહેલાં સંબંધિત મધ્યસ્થીની માન્યતા ચકાસવા માટે SEBIની સત્તાવાર વેબસાઇટ પર Verification કરવું પણ જરૂરી છે. SEBIએ 22 ઑક્ટોબરે બહાર પાડેલી આ અપીલનો સીધો અસર શેરબજારમાં રોકાણ કરતા સામાન્ય અને નવા રોકાણકારો પર પડશે. ખાસ કરીને WhatsApp મારફતે મળતી શેરની Tips અંગે સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે
આ પણ જુઓ:
Also Read

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો




