Tiger Shroff Net Worth: ટાઈગર શ્રોફે ફિટનેસની ઓળખને બિઝનેસમાં ફેરવી
મુંબઈના જુહૂમાં ફાયરિંગની ઘટના બાદ ટાઇગર શ્રોફ ચર્ચામાં છે. ફિલ્મોમાં અભિનય ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, PROWL અને ફિટનેસ બિઝનેસ તેમની કમાણીનાં સ્રોત છે. મીડિયા અહેવાલો પ્રમાણે અભિનેતાની સંપત્તિ ₹240થી ₹250 કરોડની વચ્ચે આંકવામાં આવી છે.

Tiger Shroff Net Worth: મુંબઈના જુહૂમાં તેમની કાર પર થયેલા ફાયરિંગ બાદ અભિનેતા ચર્ચામાં આવ્યા છે. ઘટનામાં ટાઇગર સુરક્ષિત રહ્યા હતા, જ્યારે તેમના ડ્રાઇવર ફિરદોસ સહિત બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બોલિવૂડમાં એક્શન અને ફિટનેસથી ઓળખ બનાવનાર ટાઇગર શ્રોફે ફિલ્મોની સાથે બિઝનેસમાં પણ પોતાની હાજરી ઊભી કરી છે.
કેટલી છે ટાઇગરની સંપત્તિ?
ટાઇગરે 2014માં ‘હીરોપંતી’થી બોલિવૂડમાં કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ ‘બાગી’ ફ્રેન્ચાઇઝી, ‘વૉર’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’ અને ‘સિંઘમ અગેઇન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મીડિયા અહેવાલો મુજબ, તેમની અંદાજિત નેટવર્થ ₹240થી ₹250 કરોડની આસપાસ છે. ફિલ્મોમાં અભિનય તેમની આવકનો મોટો સ્રોત છે. અભિનેતા એક ફિલ્મ માટે આશરે ₹25થી ₹30 કરોડ લેતા હોવાનું જણાવાય છે. જોકે, ફી પ્રોજેક્ટ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. મોટા બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ તેઓ જોવા મળ્યા છે. અભિનેતા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે આશરે ₹3 કરોડની ફી લેતા હોવાનો રિપોર્ટ છે.
ટાઇગરે 2018માં PROWL નામની ફિટનેસ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ શરૂ કરી હતી. અહેવાલમાં તેને પુરુષો માટેનાં ગ્રૂમિંગ પ્રોડક્ટ્સ ઉપરાંત ફિટનેસ વિયર અને એસેસરીઝ વેચતી બ્રાન્ડ તરીકે વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત, તેઓ MMA Matrix નામની પ્રીમિયમ ફિટનેસ સેન્ટર અને જિમ ચેઇન સાથે પણ જોડાયેલા છે. આ બિઝનેસ તેમની આવકના વધારાના સ્રોત છે, પરંતુ તેમાંથી થતી ચોક્કસ કમાણીના આંકડા આપવામાં આવ્યા નથી.
ખાર વેસ્ટમાં આઠ બેડરૂમનું ઘર
36 વર્ષના ટાઇગરનું ઘર મુંબઈના ખાર વેસ્ટમાં આવેલા પ્રીમિયમ રહેણાક પ્રોજેક્ટ રુસ્તમજી પેરામાઉન્ટ હતો જે સપ્ટેમ્બર 2025માં આ પ્રોજેક્ટનો એક અપાર્ટમેન્ટ વેચ્યો હતો. આ સી-ફેસિંગ અપાર્ટમેન્ટમાં આઠ બેડરૂમ, મોટો હૉલ, ઑફિસ સ્પેસ, પાઉડર રૂમ અને મોર્ડન કિચન છે. ઘરમાં પર્સનલ જિમ અને ડાન્સ સ્ટુડિયો પણ છે. ફાયરિંગ બાદ ઘરની સુરક્ષા વધારવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. અહેવાલો અનુસાર, તેમની પાસે મુંબઈના બાન્દ્રા અને પુણેમાં પણ પ્રોપર્ટી છે. તેમના કાર કલેક્શનમાં અનેક મોંઘી અને લક્ઝરી કારો સામેલ છે.
અહેવાલ પ્રમાણે, રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે ટાઇગર જુહૂના પુષ્પા પાર્ક નજીક ફૂટબોલ રમીને પોતાની BMW કારમાં નીકળ્યા હતા. ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો. મુંબઈ પોલીસે તપાસ માટે ટીમો બનાવી હતી. રાજસ્થાનના કોટાના રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ શંકાસ્પદ સહિત પાંચ આરોપીઓને પકડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: Bollywood એક્ટર ઑફિસ ભાડા પેટે કમાશે ₹14 કરોડ
આ પણ જુઓ:
Also Read

Rapidoની વાર્ષિક ગ્રોસ ઓર્ડર વેલ્યુ 4 અબજ ડોલર પર પહોંચી

દવા કંપનીઓ માટે નવા નિયમની તૈયારી! દરેક બેચનું અલગ સર્ટિફિકેટ જરૂરી

દિવાળી પહેલાં અમૂલે આપ્યો મોંઘવારીનો ઝટકો! ઘીમાં ₹50 અને બટરમાં ₹15નો વધારો

Motor Insurance Rules 2026 : હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, જાણો IRDAIનો આ નવો નિયમ

US Mid Term Electionમાં ટ્રમ્પનાં પક્ષનો રકાસઃ ભારતને ક્યાં ફાયદો અને ક્યાં નુકસાન

Defence Sector: 2029 સુધીમાં ₹3 લાખ કરોડનું ઉત્પાદન અને ₹50,000 કરોડની નિકાસનું લક્ષ્ય

સોનું મોંઘું થતાં દાણચોરો સક્રિય! 3 વર્ષમાં ગેરકાયદે આયાતમાં 1500%નો વિક્રમી ઉછાળો




