Jio IPO બાદ દેશની ટોપ-3 લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવશે
Jio Platformsના IPOને મળેલા જોરદાર પ્રતિસાદ બાદ કંપની લિસ્ટિંગ પછી બજાર મૂલ્યના આધારે ભારતની ટોપ-3 લિસ્ટેડ કંપનીઓમાં સ્થાન મેળવી શકે છે. ઓફર પ્રાઈસ પ્રમાણે કંપનીનું મૂલ્યાંકન આશરે ₹10.3 લાખ કરોડ થાય છે.

Jio Platformsનો IPO ભારતીય શેરબજારમાં લિસ્ટીંગ પહેલા જ અનેક નવા રેકોર્ બનાવ્યા છે. ત્યારે હવે લિસ્ટિંગ બાદ કંપની બજાર મૂલ્યના આધારે ભારતની ટોપ-3 લિસ્ટેડ કંપનીઓમાં સામેલ થવાની તૈયારીમાં છે. ઓફર પ્રાઈસના આધારે Jio Platformsનું મૂલ્યાંકન આશરે ₹10.3 લાખ કરોડ થાય છે. Reliance Group દેશનું સૌથી મોટું લિસ્ટેડ ગ્રુપ બની શકે તેવી શક્યતા છે. Jio Platformsના લિસ્ટિંગ બાદ Reliance Groupનું કુલ લિસ્ટેડ બજાર મૂલ્ય વધુ વધી જશે.
IPOને 22.19 ગણો પ્રતિસાદ
₹30,188 કરોડના Jio Platforms IPOને કુલ 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું. જાહેર ઇશ્યૂ અને મોટા રોકાણકારોની ફાળવણી મળીને કુલ માંગ ₹7.4 લાખ કરોડથી વધુ રહી. અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે ₹7.4 લાખ કરોડ IPOમાંથી કંપનીને મળનારી રકમ નથી. આ રોકાણકારોએ માંગેલા શેરનું કુલ મૂલ્ય છે.
જાહેર ઇશ્યૂમાં ₹4.9 લાખ કરોડથી વધુ માંગ
માત્ર જાહેર ઇશ્યૂમાં જ રોકાણકારોએ ₹4.9 લાખ કરોડથી વધુની અરજી કરી. IPO માટે કુલ અરજીઓની સંખ્યા લગભગ 1.39 કરોડ સુધી પહોંચી હતી.
માત્ર 100 મિનિટમાં સંપૂર્ણ સબસ્ક્રાઇબ
Jio Platformsનો IPO ખુલ્યા બાદ માત્ર 100 મિનિટમાં સંપૂર્ણ સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. આ સાથે તે ભારતીય IPO ઇતિહાસમાં સૌથી ઝડપથી સંપૂર્ણ સબસ્ક્રાઇબ થનારા મોટા ઇશ્યૂમાં સામેલ થયો. મોટા સંસ્થાકીય રોકાણકારો માટેનો આશરે ₹5,500 કરોડનો હિસ્સો માત્ર 10 મિનિટમાં સંપૂર્ણ ભરાઈ ગયો હતો.
કઈ કેટેગરીમાંથી કેટલી માંગ આવી?
મોટા સંસ્થાકીય રોકાણકારોએ આશરે ₹3.87 લાખ કરોડની અરજી કરી. મોટા વ્યક્તિગત રોકાણકારોની કેટેગરીમાં આશરે ₹57,000 કરોડ, રિટેલ રોકાણકારોમાં ₹26,000 કરોડ, કર્મચારીઓમાં ₹1,450 કરોડ અને શેરધારકોની કેટેગરીમાં આશરે ₹19,000 કરોડની અરજી મળી. શેરધારકો માટેનો અનામત હિસ્સો 7.60 ગણો, જ્યારે કર્મચારીઓનો હિસ્સો 2.93 ગણો સબસ્ક્રાઇબ થયો.
આ પણ વાંચો: ચીનના શેરબજારમાં ભારે વેચવાલી, $3.5 ટ્રિલિયન ગાયબ; નફો ઘટતાં ચિંતા વધી
નબળા બજાર વચ્ચે પણ જોરદાર પ્રતિસાદ
Jio IPOને આટલી મોટી માંગ એવા સમયે મળી જ્યારે વૈશ્વિક શેરબજારોમાં અસ્થિરતા હતી. 2026માં અત્યાર સુધી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી આશરે $33 અબજની વેચવાલી કરી હતી અને Nifty 50માં પણ લગભગ 13%નો ઘટાડો નોંધાયો હતો. આ પરિસ્થિતિ વચ્ચે Jio Platforms માટે કુલ $78 અબજ જેટલી માંગ નોંધાવવી બજાર માટે નોંધપાત્ર બાબત રહી.
રૂપિયાને પણ મળ્યો ટેકો
વિદેશી રોકાણકારોએ Jio IPOમાં અરજી કરવા માટે ડોલર વેચીને રૂપિયા ખરીદ્યા હતા. તેના કારણે બજારમાં ડોલરની ઉપલબ્ધતા વધી અને ઊંચા ક્રૂડ ઓઇલ ભાવ વચ્ચે રૂપિયાને થોડો ટેકો મળ્યો.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

IPO Update | 04 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી




