Jio Platformsની એન્ટ્રી સાથે NSE પર Reliance ગ્રૂપની 12મી કંપની બની
Jio Platforms NSE પર લિસ્ટ થનારી 3,138મી કંપની બની; Reliance Industries શરૂઆતથી Nifty 50નો હિસ્સો રહી છે, NSE પર ₹1,358ના ભાવે લિસ્ટિંગ, IPOને મળ્યો જોરદાર પ્રતિસાદ; 1 કરોડથી વધુ અરજીઓ અને કુલ ₹7.4 લાખ કરોડથી વધુની માગ નોંધાઈ.

જિયો પ્લેટફોર્મ્સ બુધવારે 28 ઓક્ટોબરે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થનારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રૂપની 12મી કંપની બની ગઈ છે. NSEના એમડી અને CEO આશીષ કુમાર ચૌહાણે બુધવારે કંપનીના લિસ્ટિંગ સમારંભમાં જણાવ્યું હતું કે, જિયો પ્લેટફોર્મ્સ NSE પર લિસ્ટ થનારી 3,138મી કંપની છે. તેની સાથે જ ભારતની લિસ્ટેડ કંપનીઓની વધતી ઈકોસિસ્ટમને વધુ મજબૂતી મળી છે. આશીષ કુમાર ચૌહાણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે NSEના લાંબા સમયના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ NSEના મુખ્ય સૂચકાંક નિફ્ટી 50માં તેની શરૂઆતથી જ સામેલ રહી છે.
જિયો પ્લેટફોર્મ્સના IPOને મળ્યો જોરદાર રિસ્પોન્સ
આશિષ કુમાર ચૌહાણ મુજબ જિયો પ્લેટફોર્મ્સના IPOને રોકાણકારો તરફથી જબરજસ્ત પ્રતિક્રિયા મળી છે. NSE પર આ IPO માટે અંદાજે 1 કરોડથી વધુ અરજીઓ મળી હતી. એક્સચેન્જ પર IPOને કુલ 12.45 ગણું સબસ્ક્રિપ્શ મળ્યું. 23 ઓક્ટોબરે બંધ થયેલા જિયો પ્લેટફોર્મ્સના IPOને બધા જ એક્સચેન્જો પર કુલ 22.19 ગણુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. સંસ્થાગત ઈન્સ્ટિટ્યુશન્સ અને એન્કર રોકાણકારોના પ્લેસમેન્ટ સાથે કુલ માગ 7.4 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ સેવાઓ સાથે સંકળાયેલા એકમ જિયો પ્લેટફોર્મનો આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ રૂ. 1,119 પ્રતિ શૅર હતી જ્યારે તે 21 ટકાથી વધુ પ્રિમિયમથી રૂ. 1358ના ભાવે લિસ્ટ થયો હતો. કંપનીની ઈશ્યુ પ્રાઈસના આધારે જ કંપનીનું મૂલ્યાંકન રૂ. 10.3 લાખ કરોડથી વધુ આંકવામાં આવ્યું હતું.
NSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 455 લાખ કરોડે પહોંચ્યું
આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે, 1994માં NSEનું સંચાલન શરૂ થયા બાદથી એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય લગભગ 127 ગણુ વધ્યું છે. એનએસઈની કુલ માર્કેટ કેપ 455 લાખ કરોડ રૂપિયા છે, જેનું ડોલરમાં મૂલ્ય અંદાજે 4.79 ટ્રિલિયન ડોલર છે. NSE પર 13.6 કરોડથી વધુ રોકાણકારો છે જ્યારે કુલ રોકાણ ખાતા 77.4 કરોડ છે. દેશના PIN કોડ ક્ષેત્રોમાં પહોંચ 99.85 ટકા છે. આ આંકડા ભારતના મૂડી બજારમાં રોકાણકારોની વધતી ભાગીદારી અને શેર બજારની વ્યાપક પહોંચ દર્શાવે છે.
ભારતમાં IPO બજારનો થયો વિસ્તાર
ચૌહાણે ભારતમાં IPO બજારના વિસ્તાર પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમના મુજબ વર્ષ 2025માં NSEના મેઈનબોર્ડ તથા SMEના પ્લેટફોર્મના માધ્યમથી 222 કંપનીઓએ લગભગ 1.79 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા. વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 90 કંપનીઓ મેઈનબોર્ડ IPO મારફત રૂ. 90,000 કરોડથી વધુ રકમ એકત્ર કરી ચૂકી છે.
ભારતના ડિજિટલ પરિવર્તનમાં જિયોની ભૂમિકા
આશિષ કુમાર ચૌહાણે ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં પરિવર્તન લાવનારા જિયો પ્લેટફોર્મની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જિયોએ ડિજિટલ કનેક્ટિવિટીને ઘણી સસ્તી અને સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે NSE અને જિયોને ભારતના વિકાસ યાત્રાના બે મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યા હતા. તેમના મુજબ NSE કંપનીઓને મૂડી એકત્ર કરવાનું મંચ પૂરું પાડે છે જ્યારે જિયો ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી ગ્રાહકો અને કારોબારને જોડે છે.
જિયો પ્લેટફોર્મ્સનું NSE પર લિસ્ટિંગ રિલાયન્સ ગ્રૂપ અને ભારતીય મૂડી બજાર બંને માટે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે. IPOમાં રોકાણકારોની મોટી ભાગીદારી અને NSEના વધતા બજાર મૂડીકરણના આંકડા ભારતના નાણાકીય બજારના વિસ્તારને રેખાંકિત કરે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

IPO Update | 04 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી




