Closing Bell: સેન્સેક્સ 571 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોનાં ₹5 લાખ કરોડ ધોવાયા
ગુરુવારે FIIની સતત વેચવાલી અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 71,909.70 અને નિફ્ટી 22,421.95 પર બંધ રહ્યા. ઓટો, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી રહી, જ્યારે IT સેક્ટરમાં તેજી જોવા મળી.

ગુરુવારે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા; વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી થયેલો વધારો બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી રહ્યા હતા. મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ 570.59 પોઈન્ટ ઘટી 71,909.70 બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 198.50 પોઈન્ટ ઘટાડા સાથે 22,421.95 પર બંધ રહ્યો છે. બપોરે 2 વાગ્યાની આસપાસ BSEનો સેન્સેક્સ 1,012 પોઇન્ટથી વધુ તૂટ્યો, જ્યારે Nifty50 22,300ની નીચે સરકી ગયો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો નોંધાયો અને India VIXમાં 13.25%નો ઉછાળો આવ્યો. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપમાં આશરે ₹10.39 લાખ કરોડનું ધોવાણ થયું હતું. બાદમાં માર્કેટ બંધ થવાના સમયે સેન્સેક્સમાં અંદાજીત 500 પોઈન્ટનો ઉછાળો આવતા રોકાણકારોના ₹4.97 લાખ કરોડ ડૂબી ગયા છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ 30 સપ્ટેમ્બરના રોજ ₹4,71,86,380.74 કરોડ હતું, જે ઘટીને ₹4,66,89,359.47 કરોડ થઈ ગયું છે.
આ વેચવાલી વ્યાપક હતી અને મોટાભાગના સેક્ટોરલ સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. જોકે, IT સેક્ટર બજારમાં અપવાદરૂપ રહ્યું હતું અને સત્ર દરમિયાન તેમાં વધારો જોવા મળ્યો હતો. બજારના વ્યાપક હિસ્સામાં આ નબળાઈ વધુ સ્પષ્ટપણે જોવા મળી હતી. નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકમાં 2.06 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 100 સૂચકાંક 1.93 ટકા ઘટ્યો હતો.
નિફ્ટી ઓટો ઈન્ડેક્સ લગભગ 3 ટકાના ઘટાડા સાથે બજાર પર સૌથી વધુ નકારાત્મક અસર કરનારા પરિબળોમાંનું એક બની રહ્યું. સ્થાનિક વેચાણમાં ઘટાડાની જાહેરાત બાદ બજાજ ઓટોના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 2.4 ટકા નીચે સરક્યો. તેની સામે, નિફ્ટી આઈટી (IT) ઈન્ડેક્સમાં 0.9 ટકાનો વધારો જોવા મળ્યો. અમેરિકાના આંકડા દર્શાવે છે કે ઓગસ્ટમાં ફુગાવો અપેક્ષા કરતા ધીમી ગતિએ વધ્યો છે, જેનાથી આ મહિનાના અંતમાં અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતા અંગેની કેટલીક ચિંતાઓ હળવી થઈ છે અને બજારમાં આ તેજી જોવા મળી છે.
FIIનું વેચાણ બજાર અવરોધરૂપ પરિબળ?
વિદેશી રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવતું વેચાણ ભારતીય શેરબજાર પર ભારે દબાણ જાળવી રહ્યું છે. 30 સપ્ટેમ્બરના રોજ FIIએ સતત પાંચમા સત્રમાં પણ વેચાણ ચાલુ રાખ્યું હતું અને 10,000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ભારતીય શેર વેચ્યા હતા. એક્સચેન્જના આંકડા મુજબ, આ સત્ર દરમિયાન FIIનું ચોખ્ખું વેચાણ 10,148 કરોડ રૂપિયા રહ્યું હતું.
આ પણ વાંચો: ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




