Jio Platforms અને રિલાયન્સ પાવરના લિસ્ટિંગ વચ્ચે સામ્યતાઃ બંને 21 ટકા પ્લસ લિસ્ટિંગ
ભારતીય શેરબજારમાં બુધવારે 28મી ઓક્ટોબરે લિસ્ટ થયેલી રિલાયન્સ ગ્રુપની કંપની Jio Platforms અને અગાઉ રિલાયન્સ પાવરના 11મી ફેબ્રુઆરી 2008ના રોજ લિસ્ટ થયેલા આઇપીઓ વચ્ચે જબરદસ્ત સામ્યતા જોવા મળી છે.

ભારતીય શેરબજારમાં બુધવારે 28મી ઓક્ટોબરે લિસ્ટ થયેલી રિલાયન્સ ગ્રુપની કંપની Jio Platforms અને અગાઉ રિલાયન્સ પાવરના 11મી ફેબ્રુઆરી 2008ના રોજ લિસ્ટ થયેલા આઇપીઓ વચ્ચે જબરદસ્ત સામ્યતા જોવા મળી છે. આ બંને કંપનીઓએ લિસ્ટિંગ સમયે 21 ટકાથી વધુ વળતર આપ્યું છે.
Jio Platformsએ 28મી ઓક્ટોબરના રોજ રૂ. 1,119ની આઇપીઓ પ્રાઇસ સામે 21.36 ટકા પ્રીમિયમ સાથે રૂ. 1,358ના ભાવે લિસ્ટિંગ નોંધાવ્યું છે. તેની સામે રિલાયન્સ પાવર 11મી ફેબ્રુઆરીના રોજ રૂ. 450ના આઇપીઓ પ્રાઇસથી 21.74 ટકા પ્રીમિયમે રૂ. 547ના ભાવે તે લિસ્ટ થયો હતો. દિવસ દરમિયાન તેણે 599ની હાઈ પણ બનાવી હતી, પરંતુ દિવસના અંતે આઇપીઓ પ્રાઇસથી 17 ટકા ઘટીને રૂ. 372 પર બંધ આવ્યો હતો. તેના પછી રિલાયન્સ પાવરનો શેર એક જ વખત આઇપીઓને વટાવી શક્યો હતો અને હંમેશા નીચો જ રહ્યો હતો. હવે જિયોમાં અનંત અંબાણી કેવી કરી શકે છે તેના પર બધાની નજર રહેશે,
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




