Muhurat Trading : શું દિવાળી પર ફરી મુહૂર્ત ટ્રેડિંગનો સમય બદલાશે? બપોરે 2.20થી 3.20 કરવા દરખાસ્ત
બ્રોકર્સે દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ બપોરે યોજવાની માગ કરી છે. એક્સચેન્જ સ્તરે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. વર્ક-લાઈફ બેલેન્સ અને કર્મચારીઓને પરિવાર સાથે દિવાળી ઉજવવા વધુ સમય મળે તે માટે બપોરના સત્રનું સૂચન કરાયું

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સ્ટોક બ્રોકર્સ અને બજારના અન્ય ભાગીદારોએ ફરી એક વખત મુહૂર્ત ટ્રેડિંગ દિવસના સમયે કરવા માટે સ્ટોક એક્સચેન્જીસ સમક્ષ માગ કરી છે. બ્રોકર્સ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ફોરમ (BISF) મારફત એક્સચેન્જીસ સમક્ષ બ્રોકર્સે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવસના સમયમાં મુહૂર્ત ટ્રેડિંગ કરવાની દરખાસ્ત કરી છે. બ્રોકર્સે જણાવ્યું કે, આ વર્ષે 8 નવેમ્બરે દિવાળીના દિવસે શુભ મુહૂર્તનો સમય બપોરે 1.47થી 3.12 વચ્ચે છે. આથી ટ્રેડિંગ સેશન બપોરે 2.00થી 3.00 વચ્ચે રાખવા વિનંતી કરવામાં આવે છે.
મુહૂર્ત ટ્રેડિંગ ગયા વર્ષે સાંજથી બદલીને બપોરે કરાયું હતું
સૂત્રોએ જણાવ્યું કે, એક્સચેન્જીસે બ્રોકર્સની વિનંતી પર વિચારણા કરવાની ખાતરી આપી છે. બ્રોકર્સ અને એક્સચેન્જ વચ્ચેની પ્રારંભિક ચર્ચા મુજબ મુહૂર્ત ટ્રેડિંગનો સમય બપોરે 2.20થી 3.20 સુધીનો રાખવામાં આવી શકે છે. આ પહેલા બપોરે 1.50થી 2.05 સુધી બ્લોક ડીલ વિન્ડો અને 2.05થી 2.20 સુધી પ્રી-ઓપન સત્ર રાખવાની દરખાસ્ત છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સરક્યુલર જાહેર કરાયો નથી. ટ્રેડિંગના શેડ્યુલ્સ અને રજાઓ અંગે અંતિમ નિર્ણય કરતા પહેલાં એક્સચેન્જીસ એકબીજા સાથે ચર્ચા કરી શકે છે. આ ચર્ચાઓ પૂરી થયા પછી જ મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગ મોટાભાગે સાંજના સમયથી બદલીને બપોરે 1.45થી 2.45 સુધીનો કરાયો હતો. આ પહેલાં મોટાભાગે મુહૂર્ત ટ્રેડિંગ પરંપરાગતરૂપે સાંજના સમયે કરવામાં આવતું હતું.
બ્રોકર્સના કામ અને પારિવારિક જીવનમાં સંતુલનને ટાંકીને એસોસિએશન ઓફ NSE મેમ્બર્સ ઓફ ઈન્ડિયા (ANMI)એ પણ અલગથી એક્સચેન્જોને બપોરના સમયે મુહૂર્ત ટ્રેડિંગ રાખવાના પ્રસ્તાવ પર વિચાર કરવા આગ્રહ કર્યો છે. સંગઠને તેની પાછળ પરંપરા, સામાવેશિતા અને વર્ક લાઈફમાં સંતુલન જાળવી રાખવાનો તર્ક આપ્યો છે.
વર્ક લાઈફ બેલેન્સ માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય બદલાય તે જરૂરી
ANMIના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ શ્રોફે કહ્યું કે, મુહૂર્ત ટ્રેડિંગનો સમય બપોરનો રખાશે તો આપણી બજારની ઉજ્જવળ પરંપરા જળવાઈ રહેશે અને બ્રોકર્સ, કર્મચારીઓ તથા તેમના પરિવારોને મોડી સાંજ સુધી ટ્રેડિંગ સત્રની જવાબદારીઓમાં વ્યસ્ત રહેવાના બદલે દિવાળી સાથે ઊજવવાની તક મળશે. બ્રોકર્સનો તર્ક છે કે બપોરના સમયે મુહૂર્ત ટ્રેડિંગ થવાથી બ્રોકરેજ કંપનીઓ, સ્ટોક એક્સચેન્જો, ક્લિયરિંગ કોર્પોરેશન, ડિપોઝીટરી, કસ્ટોડિયન, બેન્કો અને અન્ય બજાર મધ્યસ્થ સંસ્થાઓમાં કામ કરતા હજારો કર્મચારીઓને પોતાનું કામ સમયસર પૂરું કરવામાં મદદ મળશે. તેનાથી તેઓ દિવાળીની સાંજે પોતાના પરિવાર સાથે તહેવારની ઊજવણી કરી શકશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્રસ્તાવનો આશય નિયામકીય માપદંડોમાં કોઈપણ પ્રકારની છૂટ મેળવવાનો નથી. તેના બદલે તેનો આશય બજારનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરતા બજાર સાથે સંકળાયેલા પ્રોફેશનલ્સને તેમના પરિવારો સાથે તહેવારની ઊજવણી માટે પર્યાપ્ત સમય આપવાનો છે.
ટ્રેડિંગ પછી પાલનની પ્રક્રિયાઓ પણ મોટું કારણ
બ્રોકર્સે મુહૂર્ત ટ્રેડિંગ પછી પૂરી કરાનારી પ્રક્રિયાઓ અને નિયામકીય અનુપાલન સંબંધિ જરૂરિયાતોનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમણે સૂચન કર્યું કે, સિક્યોરિટીઝના વહેલા પે-ઈન અને ફંડ ફાળવણી જેવી કેટલીક પ્રક્રિયાઓને આગામી કારોબારી દિવસે પૂરી કરવાની મંજૂરી આપવી જોઈએ. આ સિવાય તેમણે આ વિશેષ પરિસ્થિતિમાં પીક માર્જિનની ઉણપના કારણે લાગનારા દંડમાં છૂટ આપવા અને દિવસના અંત (EOD)ના ફંડની ફાળવણી આગામી કારોબારી દિવસે સવારે 9.00 સુધી પૂરું કરવાની મંજૂરી આપવાનું પણ સૂચન કર્યું છે.
બ્રોકર્સ મુજબ વર્તમાન શેડ્યુલના કારણે સ્ટોક એક્સચેન્જો અને ક્લિયરિંગ કોર્પોરેશન સહિત બજારના વિવિધ મધ્યસ્થ સંસ્થાનોના કર્મચારીઓને તહેવારની ઊજવણી કરવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે.
અનુપાલન સંબંધિ જરૂરિયાતોમાં વધારો અને રિપોર્ટિંગની કડકાઈ
વર્તમાન શેડ્યુલના કારણે કર્મચારીઓએ ટ્રેડિંગ પછી ફંડ ફાળવણી અને સિક્યોરિટીઝના અર્લી પે-ઈન જેવી પ્રક્રિયાઓ પૂરી કરવા માટે મોડા સુધી રોકાવું પડે છે. બ્રોકર્સનું કહેવું છેકે જ્યાં સુધી કર્મચારીઓ પોતાનું કામ પૂરું કરીને ઘરે પહોંચે છે ત્યાં સુધીમાં દિવાળી ઊજવવાનો સમય મોટાભાગે પૂરો થવા આવ્યો હોય છે. તેમણે આ બાબતને અનેક વર્ષોથી ચાલી આવતી સમસ્યા ગણાવી છે.
1957માં શરૂ થઈ હતી મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા
મુહૂર્ત ટ્રેડિંગ ભારતીય શૅરબજારોની એક જૂની પરંપરા છે. દર વર્ષે દિવાળીના દિવસે આ વિશેષ ટ્રેડિંગ સત્રનું આયોજન કરવામાં આવે છે. રોકાણકારો તેને ધન અને સમૃદ્ધિની શરૂઆતના પ્રતીક તરીકે જૂઓ છે. હિન્દુ પરંપરામાં આ તક દેવી લક્ષ્મીની પૂજા સાથે સંકળાયેલ છે. આ સત્ર વિક્રમ સંવત કેલેન્ડર મુજબ નવા નાણાકીય વર્ષની શરૂઆતનું પણ પ્રતીક માનવામાં આવે છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)એ વર્ષ 1957માં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા શરૂ કરી હતી. ત્યારથી આ વિશેષ સત્ર પારંપરિક રૂપે સાંજના સમયે યોજવામાં આવતું રહ્યું છે. જોકે, ગયા વર્ષે તેનો સમય બદલીને બપોરનો કરવામાં આવ્યો હતો. હવે બ્રોકર્સ અને બજારના ભાગીદારો ઈચ્છે છે કે આ વર્ષે પણ મુહૂર્ત ટ્રેડિંગ બપોરે કરવામાં આવે, જેથી બજારની પરંપરાને જાળવી રાખતા કર્મચારીઓને દિવાળી પોતાના પરિવાર સાથે ઊજવવાનો વધુ સમય મળી શકે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




