NCDEX બે નવા ઇક્વિટી ઇન્ડેક્સ લોન્ચ કરશે, BSEનો NSE પછી વધુ એક હરીફ
BSEને NSE પછી હવે વધુ એક બજાર NCDEX સ્પર્ધા પૂરી પાડવા માટે તૈયાર છે. અગાઉ નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ સ્ટોક એક્સ્ચેન્જ (NCDEX) તરીકે ઓળખાતા આ બજારે બે નવા ઇક્વિટી ઇન્ડેક્સ NDEX અને FINNDEX લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

BSEને NSE પછી હવે વધુ એક બજાર NCDEX સ્પર્ધા પૂરી પાડવા માટે તૈયાર છે. અગાઉ નેશનલ કોમોડિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ સ્ટોક એક્સ્ચેન્જ (NCDEX) તરીકે ઓળખાતા આ બજારે બે નવા ઇક્વિટી ઇન્ડેક્સ NDEX અને FINNDEX લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમા NDEX 20 શેરનો બનેલો ઇન્ડેક્સ હશે અને FINNDEX ફાઇનાન્સિયલ સેક્ટરના અગ્રણી 15 શેરનો બનેલો સ્ટોક હશે, તેમા વીમા કંપનીઓ નહીં હોય.
આ બંને ઇન્ડેક્સનો આધાર શેરોની પસંદગીથી લઈને તેમને ભારાંક આપવા સુધીના અનેકવિધ પરિબળ પર આધારિત હશે. આ ઇન્ડાઇસીસ 30 ટકા ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન, સરેરાશ ડેઇલી ટ્રેડેડ વેલ્યુ 30 ટકા, 20 ટકા બીટા અને 20 ટકા વોલેટાલિટીના કમ્પોઝિટ સ્કોરનો ઉપયોગ કરશે.
એક્સ્ચેન્જના નવા સીઇઓ તરીકે વિકાસ ગોયલની નિમણૂક કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે તેઓ બીએસઇના 30 શેરના ઇન્ડેક્સ અને એનએસઇના નિફ્ટી50ની વચ્ચેનો માર્ગ પસંદ કર્યો છે. તેઓ બંને વચ્ચેનો તફાવત પૂરો કરવા માંગે છે. તેમનું કહેવું છે કે નિફ્ટી અને બીએસઇ મુખ્યત્વે એક જ માપદંડ ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન પર જ આધારિત છે. આ એક જ માપદંડ હોવાથી તે ઘણી વખત બજારની વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડતો નથી. તેથી તેના પ્રોક્સી તરીકેનો શ્રેષ્ઠ વિકલ્પ વોલેટાલિટી છે. તેના પરથી બજારમાં જે પણ થાય છે તેનું પ્રતિબિંબ પડે છે. તમારી પાસે મોટાપાયા પર ફ્રી ફ્લોટ માર્કેટ કેપ કમ્પોનન્ટ હોઈ શકે, પરંતુ તે કંઈ વોલેટાઇલ હોય તે જરૂરી નથી.
તેથી અમે જ્યારે ઇન્ડેક્સની રચના કરવાનું વિચાર્યુ ત્યારે અમારી વૈચારિક પ્રક્રિયામાં આ જ વાત હતી કે આપણી પાસે એવા પ્રોક્સી હોવા જોઈએ જે બજારનું પ્રતિબિંબ પાડે. તેથી જ અમે એક નહીં ચાર માપદંડ રાખ્યા. ગોયલે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બંને ઇન્ડેક્સ લોન્ચ કરવાનું આયોજન ધરાવીએ છીએ.
NCDEXના ઇન્ડાઇસીસનું સંચાલન NSE ઇન્ડાઇસીસ ગ્રુપ દ્વારા કરવામાં આવશે, એનસીડેક્સ પોતે નહીં કરે તે અંગે તેમણે જણાવ્યું હતું કે અમારી પોતાની ઇન્ડેક્સ કંપની છે નહીં. NSE Indices અલગ જ કંપની છે. તેથી સ્પર્ધાની કોઈ વાત જ નથી. હવે અમે તેના માલિક બનીએ તો પણ અમારી પાસે પૂરતા પ્રમાણમાં તરલતા છે નહીં, તેના કારણે ઇન્ડેક્સમાં પણ તરલતા આવશે નહીં.
હવે જો અમે આ અંગે એએમસી સાથે વાત કરી હોત તો તેમના માટે ઇન્ડેક્સ આધારિત પ્રોડક્ટ લોન્ચ કરવી સરળ હોત, કારણ કે તેઓ તેને એનએસઇના ભાવ સામે હેજ કરી શકત. તેથી જ અમે એનએસઇના ભાવ લઈને અમારો ઇન્ડેક્સ રચી રહ્યા છીએ. તેથી પ્રોડક્ટ લોન્ચ કરવા માંગતા લોકો માટે પણ સ્થિતિ વધુ સરળ બને. ભવિષ્યમાં કોઈ તારીખે અમે અમારા પોતાના ભાવ તરફ વળીએ તેવી આશા રાખી શકીએ છીએ.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




