ટ્રેડિંગ એકેડમી પર SEBIનો સકંજો! અવધૂત સાઠેને ₹546.17 કરોડના રિફંડનો આદેશ, 2 વર્ષનો માર્કેટ બૅન
જરૂરી નોંધણી વિના રોકાણ સલાહ અને રિસર્ચ પ્રવૃત્તિઓના આરોપમાં કાર્યવાહી; ASTPL અને સંસ્થાપકો પર કુલ ₹11.5 કરોડનો દંડ, અવધૂત સાઠે અને એકેડમીને સિક્યોરિટી માર્કેટથી દૂર રહેવાનો આદેશ, ગૌરી સાઠે પર 6 મહિનાનો પ્રતિબંધ

બજાર નિયમનકાર SEBIએ અવધૂત સાઠે ટ્રેડિંગ એકેડમી પ્રા. લિ. (ASTPL) અને તેના સંસ્થાપક અવધૂત સાઠે વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા રોકાણકારો અને પાર્ટિસિપન્ટ્સ પાસેથી વસૂલવામાં આવેલા રૂ. 546.17 કરોડ પાછા આપવાનો આદેશ આપ્યો છે. નિયામક મુજબ એકેડમી અને તેના સંસ્થાપકે જરૂરી નોંધણી કરાવ્યા વિના જ રોકાણ સલાહકાર અને રિસર્ચ એનાલિસ્ટ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
SEBIએ આસિવાય રૂ.67.87 કરોડનું વ્યાજ તેના રોકાણકાર સંરક્ષણ અને શિક્ષણ ભંડોળ (IPEF)માં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. SEBIના અંતિમ આદેશમાં એકેડમી અને અવધૂત સાઠેને બે વર્ષ માટે સિક્યોરિટી બજારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રિફંડ સંબંધિ નિર્દેશોનું પાલન ના થઈ જાય અથવા બે વર્ષની મુદત પૂરી ના થાય - તેમાંથી જે પણ સમય પાછળથી પૂરો થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. એકેડમીનાં નિર્દેશક ગૌરી અવધૂત સાઠેને છ મહિના માટે સિક્યોરિટી બજારમાં પ્રતિબંધિત કરાયા છે.
એકેડમીના સંસ્થાપકો પર કુલ રૂ. 11.5 કરોડનો દંડ
સેબીએ એકેડમી, અવધૂત સાઠે અને ગૌરી સાઠે પર કુલ રૂ. 11.5 કરોડનો દંડ ફટકાર્યો છે, તેમાં અવધૂત સાથે ટ્રેડિંગ એકેડમીને રૂ. 6 કરોડ, અવધૂત સાઠેને રૂ. 4 કરોડ અને ગૌરી સાઠેને રૂ. 1.5 કરોડનો સમાવેશ થાય છે. આદેશ મળ્યાના 45 દિવસની અંદર દંડની રકમ જમા કરાવવાની રહેશે.
પાંચ મહિનામાં જમા કરવાની રહેશે રિફંડની રકમ
SEBIએ એકેડમી અને તેને સંસ્થાપકને આદેશ મળવાની તારીખથી પાંચ મહિનાની અંદર રૂ. 546.17 કરોડ એક અલગ બેન્ક ખાતામાં જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ખાતાથી પાત્ર રોકાણકારો અને ભાગ લેનારાઓને રકમ પાછી અપાશે. આ સિવાય આદેશ મળ્યાના 30 દવિસની અંદર અંગ્રેજી અને હિન્દી રાષ્ટ્રીય સમાચાર અખબારો તથા વ્યાપક પ્રસારવાળા એક સ્થાનિક ભાષાના અખબારમાં જાહેર સૂચના પ્રકાશિત કરવાની રહેશે. આ સૂચનામાં રિફંડનો દાવો કરવાની પ્રક્રિયા અને પાત્રતાની માહિતી આપવી પડશે.
રિફંડની પ્રક્રિયા પૂરી થયા પછી કોઈ રકમ બચશે તો તેને SEBIમાં જમા કરાવીને એક વર્ષ માટે એસ્ક્રો ખાતામાં રખાશે. આ સમયમાં સંબંધિત ગ્રાહકો, ફરિયાદીઓ અને રોકાણકારોને ચૂકવણી કરવાની પ્રક્રિયા અપનાવાશે.ત્યાર પછી પણ બચેલી રકમ રોકાણકાર સંરક્ષક અને શિક્ષણ ભંડોળ (ઈઝઈએફ)માં સ્થાનાંતરિત કરી દેવાશે.
બેન્ક ખાતા અને સંપત્તિઓ વેચવા પર પણ પ્રતિબંધ
બજાર નિયામક અને તેના સંસ્થાપકના બેન્ક ખાતામાંથી રકમ કાઢવી અથવા ડિબેટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. નિર્ધારિત રકમ જમા ના કરી દેવાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. સાથે જ રિફંડ સંબંધી નિર્દેશોનું પાલન કરવાનો આશય છોડીને તેની સંપત્તિઓના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. તેમાં શૅર અને મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ પણ સામેલ છે.
SEBIએ ત્રણેય સંબંધિત પક્ષોને જરૂરી નોંધણી કરાવ્યા વિના રોકાણ સલાહકાર અને રિસર્ચ એનાલિસ્ટ સેવાઓ આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે તેને લાઈવ અથવા ઐતિહાસિક બજાર ડેટાનો ઉપયોગ કરતા પણ રોકવામાં આવ્યા છે, જે કોઈ વિશેષ સિક્યોરિટીની ભવિષ્યના ભાવની દિશા અંગે સંકેત આપતા હોય.
જુલાઈ 2017થી ઓક્ટોબર 2025 સુધીની પ્રવૃત્તિઓની તપાસ
SEBIની તપાસ 1 જુલાઈ 2017થી 9 ઓક્ટોબર 2025 સુધીના સમય સાથે સંકળાયેલી હતી. નિયામક મુજબ એકેડમી અને તેના સંસ્થાપકની પ્રવૃત્તિઓ માત્ર શૅરબજારનું શિક્ષણ આપવા સુધી મર્યાદિત નહોતું. SEBIએ આરોપ મૂક્યો કે એકેડમીએ જરૂરી નોંધણી વિના વિશેષ શૅરો પર સલાહ, ટ્રેડિંગ કોલ, ખરીદ-વેચાણના ટાર્ગેટ, એન્ટ્રી અને એક્ઝિટના સ્તર, સ્ટોપ લોસના સ્તર તથા ભાવની સંભવિત દિશાના પૂર્વાનુમાન અપાયા છે. નિયામકે ગયા વર્ષે ઓગસ્ટમાં કરજત સ્થિત એકેડમી પરિસરમાં દરોડો પણ પાડ્યો હતો.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




