રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા અને ક્રૂડ ઓઇલ વધતા બજાર 500 પોઇન્ટ ખાબક્યું
રિઝર્વ બેન્કે દરમાં 0.25 ટકાના વધારો કરતાં બપોરે સેન્સેક્સ લગભગ 489.93 પોઇન્ટ ઘટીને 0.67 ટકા 72,577.88 થયો, જ્યારે બ્રોડર નિફ્ટી 22,579.95 પોઇન્ટ કે 0.86 ટકા ઘટીને 196.15 પોઇન્ટ થયો છે.

મુંબઈઃ શેરબજારમાં વ્યાજદરમાં વધારાની સીધી અસર વર્તાઈ હતી. રિઝર્વ બેન્કે કરેલા 0.25 બેસિસ પોઇન્ટના વધારાના પગલે બપોરે સેન્સેક્સ લગભગ 489.93 પોઇન્ટ ઘટીને 0.67 ટકા 72,577.88 થયો, જ્યારે બ્રોડર નિફ્ટી 22,579.95 પોઇન્ટ કે 0.86 ટકા ઘટીને 196.15 પોઇન્ટ થયો છે.
રિઝર્વ બેન્કે કરેલા વ્યાજદર વધારા ઉપરાંત બ્રેન્ટ ક્રૂડનો ભાવ એક ટકા વધી 101 ડોલર થયો છે. અમેરિકન ઓઇલ ઉત્પાદનને લઈને જોખમ સર્જાતા અને હુથીઓના સાઉદી અરેબિયા પરના હુમલાને લઈને ઓઇલ પુરવઠો ખોરવાતા સ્થિતિ વણસી છે. બજારના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે RBI દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલો વધારો ચક્રીય ફુગાવાના વધતા જોખમોને દર્શાવે છે; સાથે જ, વૃદ્ધિ અને ફુગાવાના ઊંચા અંદાજોની વચ્ચે નીતિગત વલણમાં 'સંતુલિત કડકાઈ' (calibrated tightening) તરફનો બદલાવ MPCના કડક વલણ (hawkish approach) પર ભાર મૂકે છે.
DBS બેંકના સિનિયર ઈકોનોમિસ્ટ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાધિકા રાવે કહ્યું, "RBI દ્વારા ઓક્ટોબરમાં કરવામાં આવેલો વ્યાજદરનો વધારો એ વાતનો સ્વીકાર કરે છે કે ચક્રીય ફુગાવાના જોખમો હવે હળવા રહ્યા નથી. નીતિગત વલણમાં થયેલો ફેરફાર RBIની MPCના કડક વલણના ઈરાદાને પણ સ્પષ્ટ કરે છે અને વૃદ્ધિ તથા ફુગાવાના અંદાજોમાં કરવામાં આવેલા વધારાને કારણે તેને વધુ બળ મળે છે."
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મુખ્ય બેન્ચમાર્ક પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને 5.5 ટકા કર્યા બાદ, યુએસ ડોલર સામે રૂપિયો 22 પૈસા ઘટીને 96.57 પર પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 96.37 પર ખૂલ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થયો અને તે અગાઉના બંધ ભાવ કરતાં 22 પૈસા ઘટીને 96.57 પર આવી ગયો હતો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો સળંગ આઠમા સત્રમાં વેચવાલ હતા. જો કે તેમની વેચવાલીની ગતિ ઘટી છે. એફઆઇઆઇએ છ ઓક્ટોબરના રોજ રૂ. 2,961 કરોડનું વેચાણ કર્યુ હતુ. ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ આનંદ જેમ્સે જણાવ્યું હતું કે ગઇકાલની રેલીમાં 22,800 સુધી નિફ્ટી આવ્યો હતો, હવે જો અપટ્રેન્ડ જળવાયો તો બજાર 22,930 કે 23,100-200 સુધી જઈ શકે છે.
આ પણ જુઓઃ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




