Stock Market Holiday : મંગળવારે દશેરાના દિવસે શૅરબજાર રહેશે બંધ
શેરબજારમાં આગામી સપ્તાહે કારોબાર કરનારા રોકાણકારો અને ટ્રેડર્સ માટે જરૂરી સમાચાર છે. આગામી સપ્તાહે એક દિવસ ભારતીય શૅરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ મંગળવારે 20 ઓક્ટોબર 2026ના રોજ કારોબાર નહીં થાય

ભારતીય શૅરબજાર આગામી સપ્તાહે એક દિવસ માટે બંધ રહેશે. દશેરાના પ્રસંગે મંગળવાર 20 ઓક્ટોબર 2026ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ટ્રેડિંગ નહીં થાય. એવામાં રોકાણકારો અને ટ્રેડર્સે આગામી સપ્તાહે બજારમાં કારોબારની યોજના બનાવતી વખતે આ રજાનું પણ ધ્યાન રાખવાનું રહેશે. ઓક્ટોબર મહિનામાં શૅરબજારમાં આ બીજી અને અંતિમ રજા છે. ત્યાર પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ અલગ અલગ પ્રસંગોએ બજાર બંધ રહેશે.
20 ઓક્ટોબરે NSE અને BSE શા માટે રહેશે બંધ?
શેરબજારમાં 20 ઓક્ટોબરને મંગળવારે દશેરાના તહેવાર પ્રસંગે રજા રહેશે. NSEની વેબસાઈટ મુજબ આ દિવસે કેપિટલ માર્કેટ, ડેરિવેટિવ્સ માર્કેટ, ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ (EGR) અને ડેટ માર્કેટમાં કારોબાર બંધ રહેશે. બીજીબાજુ BSE પર પણ મંગળવારે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ, NDS-RST, ટ્રાઈ પાર્ટી રેપો, કોમોડિટી ડેરિવેટિવ્સ, અને EGR સેગ્મેન્ટમાં ટ્રેડિંગ નહીં થાય. તેનો અર્થ એ છે કે આ બજારોમાં મંગળવારે શૅરો અને સંબંધિત નાણાકીય સાધનોના ખરીદ-વેચાણ કરી શકાશે નહીં.
ઓક્ટોબરમાં બીજી અને અંતિમ રજા
20 ઓક્ટોબરની રજા ઓક્ટોબર 2026માં શૅરબજારની બીજી અને અંતિમ રજા છે. આ દિવસે દશેરાની રજાના કારણે બજાર બંધ રહેશે. ત્યાર પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ શૅરબજાર ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ રજાઓ શનિવાર અને રવિવાર સિવાયની હશે.
નવેમ્બર અને ડિસેમ્બરમાં ક્યારે બંધ રહેશે શૅરબજાર?
આગામી મહિનાઓમાં શેરબાજરમાં રજાની તારીખો પર નજર કરીએ તો 10 નવેમ્બરે મંગળવારે દિવાળીના પ્રસંગે NSE અને BSEમાં બધા પ્રકારનું ટ્રેડિંગ બંધ રહેશે. ત્યાર પછી 24 નવેમ્બરને મંગળવારે પ્રકાશ ગુરુપર્વ શ્રી ગુરુનાનક દેવના પ્રસંગે શૅરબજાર બંધ રહેશે. ડિસેમ્બરમાં 25 ડિસેમ્બર 2026ને શુક્રવારના રોજ ક્રિસમસના પ્રસંગે શૅરબજારમાં કારોબાર નહીં થાય.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી




