Trentના ચેરમેન પદેથી 11 નવેમ્બરે નિવૃત્ત થશે Noel Tata, Bahram Vakil સંભાળશે જવાબદારી
Tata Groupની રિટેલ કંપની Trent Ltdમાં નેતૃત્વ બદલાવ થવાનો છે. Noel Tata 11 નવેમ્બર, 2026ના રોજ ચેરમેન અને ડિરેક્ટર પદેથી નિવૃત્ત થશે. 12 નવેમ્બરથી Bahram Vakil નવા ચેરમેન બનશે, જ્યારે Noel Tataને Chairman Emeritus તરીકે નિયુક્ત કરવામાં આવશે.

Tata Groupની રિટેલ કંપની Trent Ltdમાં મોટા નેતૃત્વ બદલાવની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું છે કે Noel N. Tata 11 નવેમ્બરે કારોબારી સમય પૂર્ણ થયા બાદ ચેરમેન અને ડિરેક્ટર પદેથી નિવૃત્ત થશે. તેમના નિવૃત્તિ બાદ 12 નવેમ્બરથી બહેરામ વકીલ Trentના નવા ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે.
Noel Tata બનશે Chairman Emeritus
Trentમાં લાંબા સમયના યોગદાનને માન આપવા માટે Noel Tataને 12 નવેમ્બરથી Chairman Emeritus તરીકે નિયુક્ત કરવામાં આવશે. કંપનીના બોર્ડે જણાવ્યું છે કે Noel Tataના નેતૃત્વ હેઠળ Trentએ મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી, બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરી અને શેરધારકો માટે સતત વૃદ્ધિ તથા મૂલ્ય ઊભું કર્યું. Noel Tata લગભગ 29 વર્ષથી Trent સાથે જોડાયેલા રહ્યા છે.
Trentના વિકાસ અંગે Noel Tataએ શું કહ્યું?
સપ્ટેમ્બર ત્રિમાસિકના પરિણામ જાહેર કર્યા બાદ Noel Tataએ પોતાના સંદેશમાં જણાવ્યું કે Trentએ છેલ્લા કેટલાક વર્ષોમાં કરેલી પ્રગતિથી તેઓ અત્યંત ખુશ છે. તેમણે જણાવ્યું કે fashion sectorમાં નાની શરૂઆત કરનારી Trentને દેશની અગ્રણી કંપનીઓમાંની એક બનતી જોવી તેમના માટે વિશેષ અનુભવ રહ્યો છે. કંપનીએ વૃદ્ધિ, નફાકારકતા અને મૂડીના અસરકારક ઉપયોગના મોરચે પોતાની ઓળખ મજબૂત બનાવી છે.
બહેરામ વકીલ સંભાળશે ચેરમેન પદ
Trentના બોર્ડે Noel Tataની નિવૃત્તિ બાદ બહેરામ વકીલને 12 નવેમ્બરથી ચેરમેન તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય Tata Group Governance Guidelines અનુસાર લેવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં બોર્ડની રચના, વિવિધ સમિતિઓ અને ડિરેક્ટરોની નિવૃત્તિ સંબંધિત જોગવાઈઓનો સમાવેશ થાય છે.
Rajiv Dubeની પણ બોર્ડમાં એન્ટ્રી
કંપનીએ Rajiv Dubeને 30 ઑક્ટોબરથી Additional Director તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમની નિમણૂક non-executive અને non-independent director તરીકે થશે અને તે માટે શેરધારકોની મંજૂરી જરૂરી રહેશે. Rajiv Dubeને અલગ-અલગ ઉદ્યોગોમાં ચાર દાયકાથી વધુનો અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત Tata Motorsથી કરી હતી અને બાદમાં કંપનીના કાર બિઝનેસના પ્રેસિડેન્ટ બન્યા હતા. પછી તેઓ Aditya Birla Groupના બોર્ડમાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર તરીકે જોડાયા હતા.
અનેક ક્ષેત્રોમાં અનુભવ ધરાવે છે રાજીવ દૂબે
રાજીવ દૂબેએ ભારત અને વિદેશની અનેક કંપનીઓના બોર્ડમાં કામ કર્યું છે. તેમનો અનુભવ automobiles, metals, mining, power, renewable energy, cement, trading, textiles, retail અને financial services જેવા ક્ષેત્રોમાં ફેલાયેલો છે.
કલ્પના મર્ચન્ટને ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટ બનાવાશે
Trentના બોર્ડે કલ્પના મર્ચન્ટને એડિશનલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવાની પણ મંજૂરી આપી છે. સાથે જ તેમને 30 ઑક્ટોબર, 2026થી 29 ઑક્ટોબર, 2029 સુધી ત્રણ વર્ષ માટે ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર થયો છે. આ નિમણૂક પણ શેરધારકોની મંજૂરીને આધીન રહેશે. કલ્પના મર્ચન્ટને કાયદા ક્ષેત્રમાં 45 વર્ષથી વધુનો અનુભવ છે. તેમને commercial property, infrastructure, project finance, banking, capital markets, dispute resolution અને mergers & acquisitions જેવા ક્ષેત્રોમાં વિશેષ અનુભવ છે. તેઓ Kanga & Co., AZB & Partners અને Jerome Merchant + Partners જેવી કાયદાકીય ફર્મ્સ સાથે પણ જોડાયેલા રહ્યા છે.
Also Read

મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો લાગતાં ડોલર ગગડ્યો! એક મહિનાના તળિયે પહોંચ્યો Dollar Index

Today Market Update: સેન્સેક્સ નબળો ખુલી 400થી વધુ પોઈન્ટ ઉચકાયો

Stocks In News | 04 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 04 November 2026: ચાર દિવસની તેજી બાદ બજાર નબળું ખૂલશે? GIFT નિફ્ટી 44 પોઇન્ટ નીચે

Closing Bell: BSE સેન્સેક્સમાં સળંગ બે દિવસ 1,200થી વધુ પોઇન્ટની તેજી

Market Update Today : સેન્સેક્સ 1200 પોઈન્ટ, નિફ્ટી50એ 23,800ની સપાટી વટાવી બંધ

Global Cues । 03 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી



