KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સોનું હવે મોબાઈલમાં! યુવાનોમાં ડિજિટલ ગોલ્ડનો જાદુ, 2031 સુધીમાં $280 અબજનું બજાર

નાની રકમથી રોકાણની સુવિધા અને ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગથી ડિજિટલ ગોલ્ડને વેગ, હાલ $45-55 અબજનું વૈશ્વિક બજાર આગામી પાંચ વર્ષમાં 27%ના વાર્ષિક દરે વધી શકે

desk@kuberanowPublished On : 21 Oct 2026
Gold investmennt

સદીઓથી સોનાને રોકાણનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. જોકે, સોનામાં રોકાણ અંગે લોકોનું વલણ ઝડપથી બદલાઈ રહ્યું છે. આજની નવી પેઢી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના નવા રિપોર્ટ મુજબ ડિજિટલ ગોલ્ડનું વૈશ્વિક બજાર હાલ 45-55 અબજ અમેરિકન ડોલરનું છે, જે ભવિષ્યમાં વધને 700 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. બીજીબાજુ વૈશ્વિક રિટેલ ડિજિટલ ગોલ્ડ બજાર 2031 સુધીમાં ત્રણ ગણાથી વધુ વધીને 160-170 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. આ ટેક્નોલોજી આધારિત ગોલ્ડ રોકાણમાં ઝડપથી થઈ રહેલી વૃદ્ધિના સંકેત છે.


વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (BCG)ના આ રિપોર્ટ મુજબ ડિજિટલ ગોલ્ડ બજારનું વર્તમાન મૂલ્ય લગભગ 45-55 અબજ ડોલર છે. આગામી પાંચ વર્ષમાં તેમાં અંદાજે 27 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ થઈ શકે છે. તેના ઉપયોગમાં આવતા અવરોધોને ઝડપથી દૂર કરવામાં આવે તો 2031 સુધીમાં આ બજાર વધીને 270-280 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ હાલ ડિજિટલ ગોલ્ડ હોલ્ડિંગ લગભગ 370 ટન સોના જેટલું થઈ ગયું છે. આ વૈશ્વિક સ્તર પર ગોલ્ડ બેક્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ના કુલ હોલ્ડિંગના લગભગ 8 ટકા છે.


ડિજિટલ ગોલ્ડ અપનાવી રહ્યા છે યુવાન રોકાણકારો

WCG મુજબ ડિજિટલ ગોલ્ડ યુવાન અને ટેક્નોલોજી પ્રત્યે રસ ધરાવતા રોકાણકારો વચ્ચે ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. આ રોકાણકારો સીધા સોનાના ઘરેણાં અથવા સિક્કા ખરીદવાના બદલે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ભૌતિક સોનામાં આંશિક ભાગીદારી પસંદ કરી રહ્યા છે. વૈશ્વિક સ્તર પર ડિજિટલ ગોલ્ડના 70થી વધુ ઉત્પાદનો લોન્ચ કરાઈ ચૂક્યા છે. ભારત, ચીન અને ઈન્ડોનેશિયા જેવા બજાર આ ક્ષેત્રના મુખ્ય કેન્દ્રોના રૂપમાં ઊભરી રહ્યા છે. આ ઉત્પાદનોના માધ્યમથી રોકાણકારો સોનું ઓછા પ્રમાણમાં પણ ખરીદી અને વેચી શકે છે. તેમનું રોકાણ ત્રીજા પક્ષના સંરક્ષકો (થર્ડ પાર્ટી કસ્ટોડિયન) પાસે સુરક્ષિત રખાયેલા ભૌતિક સોનાના ભંડારથી સમર્થિત હોય છે.


ટોકનાઈઝ્ડ ગોલ્ડના ટ્રેડિંગમાં તેજી

નાણાકીય બજારોમાં ઝડપથી થઈ રહેલા ડિજિટલીકરણના કારણે ડિજિટલ ગોલ્ડની લોકપ્રિયતા વધી રહી છે. તેની સાથે જ ટોકનાઈઝ્ડ રોકાણ ઉત્પાદનના મુખ્ય પ્રવાહમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે. ડિજિટલ ગોલ્ડ બજારના એક ભાગ રૂપે ટોકનાઈઝ્ડ ગોલ્ડનું મૂલ્ય, જેમાં વોલ્ટમાં સુરક્ષિત રખાયેલા ડિજિટલ ગોલ્ડ ઉત્પાદનનો પણ સમાવેશ થાય છે, 2024ના અંતથી અત્યાર સુધીમાં પાંચ ગણુ વધીને લગભગ 6 અબજ ડોલર થઈ ગયું છે. 2026ના પહેલા ત્રિમાસિકમાં ટોકનાઈઝ્ડ ગોલ્ડનું કુલ સ્પોટ ટ્રેડિંગ વોલ્યુમ 90 અબજ ડોલરથી વધુ રહ્યું. આ સમગ્ર 2025ના કુલ ટ્રેડિંગ વોલ્યુમથી પણ વધુ છે.


ભારત ડિજિટલ ગોલ્ડનું મુખ્ય બજાર

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ ટેટે કહ્યું કે, રોકાણકારોની માગ ઝડપથી ડિજિટલ રોકાણ માધ્યમો તરફ વધી રહી છે. એવામાં આ બજારના વિકાસના આગામી તબક્કામાં પ્રવેશ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ભારત ડિજિટલ ગોલ્ડ માટે એક મુખ્ય વિકાસ બજાર તરીકે ઊભરી રહ્યું છે. સ્માર્ટફોનના વ્યાપક ઉપયોગ, ડિજિટલ પેમેન્ટ પ્રત્યે વધતી સમજ અને રોકાણના વૈકલ્પિક વિકલ્પોમાં વધતા રસના કારણે ભારતના ડિજિટલ ગોલ્ડ બજાર આગળ પણ મહત્વપૂર્ણ બની રહેશે તેવી આશા છે.


સોનાના વ્યાપક બજારમાં પ્રવેશનો એક માર્ગ

ડિજિટલ પ્લેટફોર્મને પહેલી વખત રોકાણ કરનારા માટે સોનામાં રોકાણ કરવાનું સરળ બનાવી દીધું છે. હવે તેઓ નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકે છે અને સોનાના ભાવમાં થતા ઉતાર-ચઢાવનો લાભ ઉઠાવી શકે છે. રિપોર્ટ મુજબ લગભગ 65 ટકા સંભવિત માગ એવાલોકો તરફથી આવી શકે છે, જેમની પાસે હાલ સોનું નથી. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરનારા વર્તમાન રોકાણકારોમાંથી 52 ટકા પાસે પોતાની પહેલી ડિજિટલ ખરીદી પહેલા સોનું નહોતું. તેમાંથી 92 ટકા લોકોએ પાછળથી સોનું અન્ય સ્વરૂપે ખરીદ્યું. આ આંકડા સંકેત આપે છે કે ડિજિટલ ગોલ્ડ, સોનાના વ્યાપક બજારમાં નવા રોકાણકારોને જોડવાનું એક અસરકારક માધ્યમ બની શકે છે. વર્તમાન ગોલ્ડ ઉત્પાદનો વચ્ચે સંભવિત ફેરફારને ધ્યાનમાં રાખીને 2031 સુધીમાં તેનાથી સોનાની લગભગ 95 અબજ ડોલરની વધારાની માગ પેદા થઈ શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Small cap Fund

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

India Financial Growth

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ

Dhanteras

ધનતેરસનો ‘ગોલ્ડન’ જુગાર: ₹50 હજારના સિક્કાએ 5 વર્ષમાં સર્જ્યો ચમત્કાર!

Mutual Fund

Mutual Fund AUM: દિલ્હી, બેંગલુરુ અને પુણે ભેગાં થઈને પણ મુંબઈથી પાછળ! જાણો, અમદાવાદ કેટલા ક્રમે

EPFO

PF બેલેન્સ ચેક કરવું બન્યું સરળ! હવે WhatsApp પર જ મળશે સંપૂર્ણ માહિતી

GST

Toy GST: રમકડાં પર GSTનો ગૂંચવાડો દૂર: બિનઇલેક્ટ્રોનિક રમકડાં પર 5%, ઇલેક્ટ્રોનિક રમકડાં પર 18% GST

RBI

બેન્ક ખાતામાંથી પૈસા કપાયા? ગભરાશો નહીં! RBIના આ નિયમથી મળશે પાછા