સિનિયર સિટિઝન હવે ઘરે બેઠાં મેળવી શકશે Digital Life Certificate
કેન્દ્ર સરકાર 1થી 30 નવેમ્બર 2026 દરમિયાન દેશના 2,000 શહેરો અને જિલ્લાઓમાં Digital Life Certificate અભિયાન 5.0 ચલાવશે. પેન્શનરો સ્માર્ટફોનથી ચહેરાની ઓળખ કરાવી પ્રમાણપત્ર મેળવી શકશે. સરકાર દ્વારા જરૂરિયાત ધરાવતા પેન્શનરો માટે ઘરે સેવા પહોંચાડવાની પણ વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Digital Life Certificate: 1લી નવેમ્બરથી, કેન્દ્ર સરકાર દેશભરમાં તેનું અત્યાર સુધીનું સૌથી મોટું 'ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ અભિયાન' (DLC અભિયાન 5.0) શરૂ કરવા જઈ રહી છે. આ પહેલને કારણે વૃદ્ધ પેન્શનરોએ પોતાનું 'લાઈફ સર્ટિફિકેટ' (જીવિત હોવાનું પ્રમાણપત્ર) જમા કરાવવા માટે દર વર્ષે બેંકમાં જવાની જરૂર નહીં રહે. તેના બદલે, તેઓ પોતાના સ્માર્ટફોન પર 'ફેસ ઓથેન્ટિકેશન' (ચહેરા દ્વારા પ્રમાણીકરણ) સુવિધાનો ઉપયોગ કરીને, ઘરે બેઠા જ પોતાનું 'જીવિત હોવાનું પ્રમાણપત્ર' જમા કરાવી શકશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય 2.30 કરોડ (23 મિલિયન) ડિજિટલ પ્રમાણ પત્રો જારી કરવાનો છે.
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ શા માટે જરૂરી છે?
પેન્શન ચાલુ રાખવા માટે પેન્શનરે દર વર્ષે પોતે હયાત હોવાની ખાતરી આપતું જીવિત હોવાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. અગાઉ આ માટે સામાન્ય રીતે બેન્ક અથવા સંબંધિત કચેરીએ જવું પડતું હતું. ‘ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ’ની ડિજિટલ સુવિધાથી આ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક રીતે કરી શકાય છે. તેમાં બાયોમેટ્રિક ઓળખના આધારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તૈયાર થાય છે.
સ્માર્ટફોનથી ચહેરાની ઓળખ પર ભાર
આ અભિયાનમાં ખાસ ભાર ફેસ ઓથેન્ટિકેશન, એટલે કે ચહેરાની ઓળખ દ્વારા પ્રમાણપત્ર બનાવવાની સુવિધા પર રહેશે. પેન્શનરો સ્માર્ટફોનના કેમેરાનો ઉપયોગ કરીને ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ સુવિધા Android અને iOS બંને પ્રકારના સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે. તેનો હેતુ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનો છે. અભિયાનમાં 2.30 કરોડ ડિજિટલ જીવન પ્રમાણપત્રો બનાવવાનું લક્ષ્ય છે. તેમાંથી 1.50 કરોડ પ્રમાણપત્રો ચહેરાની ઓળખ દ્વારા બનાવવાનું આયોજન છે.
દૂરનાં વિસ્તારોના પેન્શનરો સુધી પહોંચવાનો પ્રયાસ
પેન્શન આપતી બેન્કો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB), પેન્શનર કલ્યાણ સંગઠનો અને વિવિધ સરકારી વિભાગો મળીને અભિયાન ચલાવશે. તેમાં કન્ટ્રોલર જનરલ ઑફ ડિફેન્સ એકાઉન્ટ્સ (CGDA), દૂરસંચાર વિભાગ, રેલવે, EPFO, રાજ્ય સરકારો, UIDAI તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય જોડાશે. દૂરનાં વિસ્તારોમાં રહેતા પેન્શનરોને પણ આ સુવિધાનો લાભ મળે તે માટે સંકલન કરવામાં આવશે.
હેલ્થ ચેકઅપ અને આધાર અપડેટની સુવિધા
અભિયાન દરમિયાન જીવન પ્રમાણપત્રની સાથે હેલ્થ ચેકઅપ અને આધારની વિગતો અપડેટ કરવા જેવી સેવાઓ પણ આપવામાં આવશે. જે વૃદ્ધ પેન્શનરોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે, તેમને જરૂરિયાત મુજબ ઘરે સેવા પહોંચાડવામાં આવશે. તેથી ડિજિટલ પ્રક્રિયામાં મદદની જરૂર હોય તેવા પેન્શનરોને પણ સહાય મળી શકશે.
ફરિયાદોના ઝડપી ઉકેલ માટે અધિકારીઓ
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવામાં અથવા રજૂ કરવામાં મુશ્કેલી આવે તો તેના ઉકેલ માટે ફરિયાદ અધિકારીઓ રહેશે. સરકારે ફરિયાદોના ઝડપી નિરાકરણ પર ભાર મૂક્યો છે. પેન્શનરોની સંખ્યા વધુ હોય તેવા વિસ્તારોમાં મોટા કેમ્પ પણ યોજાશે.
આ પણ વાંચો: Car Insurance: કાર પર ગોળીબાર થાય તો ખર્ચ કોણ ચૂકવશે? શું વીમાનો કલેમ સ્વીકારાશે
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ચાલુ વર્ષે ઘટતા બજાર વચ્ચે પણ સ્મોલ કેપ ફંડ્સનું 17.82 ટકા જેટલું ઊંચું વળતર

ભારતમાં વર્ષે 50 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનું પ્રમાણ ત્રણ વર્ષમાં બમણું

TRAI New Rules: હવે ટેલિકોમ ફરિયાદ માટે 24x7 મળશે મદદ, 15 દિવસમાં જ લાવવું પડશે નિરાકરણ

ધનતેરસનો ‘ગોલ્ડન’ જુગાર: ₹50 હજારના સિક્કાએ 5 વર્ષમાં સર્જ્યો ચમત્કાર!

Mutual Fund AUM: દિલ્હી, બેંગલુરુ અને પુણે ભેગાં થઈને પણ મુંબઈથી પાછળ! જાણો, અમદાવાદ કેટલા ક્રમે

PF બેલેન્સ ચેક કરવું બન્યું સરળ! હવે WhatsApp પર જ મળશે સંપૂર્ણ માહિતી

Toy GST: રમકડાં પર GSTનો ગૂંચવાડો દૂર: બિનઇલેક્ટ્રોનિક રમકડાં પર 5%, ઇલેક્ટ્રોનિક રમકડાં પર 18% GST




