શું ટ્રમ્પના એક નિર્ણયથી વધશે ભારતમાં જીવનજરૂરી ચીજવસ્તુના ભાવ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ઈંધણના ભાવ ઘટાડવા માટે ડીઝલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે ગંભીરતાથી વિચારવાની વાત કરી છે. જો અમેરિકા ડીઝલની સપ્લાય રોકે છે, તો વૈશ્વિક બજારમાં ઈંધણની અછત અને ભાવમાં વધારો થઈ શકે છે. બીજી તરફ, ભારતની રિફાઈનિંગ કંપનીઓ માટે ડીઝલની નિકાસ વધારવાની તક ઊભી થઈ શકે છે.

અમેરિકામાં ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડીઝલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની શક્યતા અંગે નિવેદન આપ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકામાં ઈંધણના ભાવ ઘટાડવા માટે ડીઝલની નિકાસ રોકવા અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. જો આવું થાય છે તો તેની અસર માત્ર અમેરિકાના બજાર સુધી મર્યાદિત નહીં રહે અને વૈશ્વિક ઈંધણ બજાર તથા ભારત પર પણ અસર પડી શકે છે.
ડીઝલ નિકાસ પર પ્રતિબંધ કેમ વિચારાઈ રહ્યો છે?
અમેરિકામાં ડીઝલની રિટેલ કિંમત લગભગ 6.50 ડોલર પ્રતિ ગેલન સુધી પહોંચી છે.આંતરરાષ્ટ્રીય તણાવ, હોર્મુઝમાંથી સપ્લાયમાં મુશ્કેલી અને રશિયાની રિફાઈનરીઓ પર થયેલા હુમલાની અસર ડીઝલની સપ્લાય પર પડી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકા વિશ્વના મોટા ડીઝલ સપ્લાયર્સમાંથી એક બની ગયું છે. આપેલી માહિતી અનુસાર, ગયા મહિને અમેરિકાની ડીઝલ નિકાસ વધીને દરરોજ લગભગ 20 લાખ બેરલના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.
ટ્રમ્પે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ડીઝલની કિંમતોને નિયંત્રિત કરવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવાની શક્યતા અંગે તેઓ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. રાષ્ટ્રીય આર્થિક પરિષદના ડિરેક્ટર કેવિન હેસેટ, નાણાં સચિવ સ્કોટ બેસેન્ટ અને અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર સહિતના અધિકારીઓ પણ આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું.
દુનિયા પર શું થઈ શકે અસર?
જો અમેરિકા ડીઝલની નિકાસ પર અસ્થાયી પ્રતિબંધ મૂકે છે, તો અમેરિકામાં ડીઝલ સસ્તું થઈ શકે છે. જોકે, બીજી તરફ બ્રિટન, બ્રાઝિલ અને યુરોપના કેટલાક દેશો સહિત અમેરિકન ડીઝલ પર નિર્ભર દેશોમાં સપ્લાયનું દબાણ વધી શકે છે. અમેરિકા દરરોજ આશરે 13થી 16 લાખ બેરલ ડીઝલ વૈશ્વિક બજારમાં મોકલે છે. આ સપ્લાય અટકવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલની ઉપલબ્ધતા પર અસર થઈ શકે છે.
બ્રિટન, ફ્રાન્સ, બ્રાઝિલ, મેક્સિકો અને પેરુ જેવા દેશો અમેરિકન ડીઝલ પર નિર્ભર છે. રશિયાના નિકાસ પ્રતિબંધો અને મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે સપ્લાયના વિકલ્પો પહેલેથી જ મર્યાદિત હોવાનું સ્ટોરીમાં જણાવાયું છે. ડીઝલનો ઉપયોગ માલ પરિવહન, શિપિંગ, ખેતીના સાધનો અને ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં થાય છે. તેથી ડીઝલ મોંઘું થવાથી લોજિસ્ટિક્સ અને પરિવહન ખર્ચ વધી શકે છે, જેનાથી જરૂરી વસ્તુઓ અને ખાદ્ય સામગ્રીના ભાવ પર પણ અસર પડી શકે છે.
ભારત પર શું થશે અસર?
અમેરિકાની ડીઝલ સપ્લાય ઘટે તો ભારત માટે એક તરફ પડકાર ઊભો થઈ શકે છે, તો બીજી તરફ ભારતીય રિફાઈનિંગ કંપનીઓ માટે નિકાસની તક પણ ઊભી થઈ શકે છે. ભારત પાસે મોટી ક્રૂડ ઓઈલ રિફાઈનિંગ ક્ષમતા છે. જો અમેરિકા ડીઝલની સપ્લાય ઘટાડે છે, તો યુરોપ અને અન્ય દેશો વૈકલ્પિક સપ્લાય માટે ભારત તરફ વળી શકે છે. આવી સ્થિતિમાં ભારતીય રિફાઈનિંગ કંપનીઓના ગ્રોસ રિફાઈનિંગ માર્જિન (GRM)માં વધારો થઈ શકે છે અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ પણ વધી શકે છે. આ ઉપરાંત, અમેરિકા વૈશ્વિક બજારમાંથી પાછળ હટે તો ભારત વૈકલ્પિક ઈંધણ સપ્લાયર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ક્રૂડ મોંઘું થાય તો ભારત માટે પડકાર
જોકે, આ સ્થિતિમાં જોખમ પણ છે. જો વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડના ભાવ વધે છે, તો ભારતનું ક્રૂડ ઓઈલ આયાત બિલ વધી શકે છે. તેની અસર દેશના વેપાર ખાધ અને રૂપિયા પર દબાણના રૂપમાં જોવા મળી શકે છે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ડીઝલની કિંમત ઊંચી રહે તો ભારતીય કંપનીઓ માટે નિકાસ વધુ આકર્ષક બની શકે છે. આવી સ્થિતિમાં દેશમાં ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો માટે ડીઝલની પૂરતી ઉપલબ્ધતા અને સ્થાનિક ભાવ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો : નિફ્ટી કંપનીઓમાં કરેકશનની સીઝનઃ 36 ટકા સ્ટોક્સના 31 લાખ કરોડ સાફ
આ પણ જુઓ :
Also Read

US Mid-term Election Result 2026: મફતની રેવડી જાહેર કરવા છતાં ટ્રમ્પની રેવડી દાણાદાળ થઈ

મિડ ટર્મ ચૂંટણીમાં પરાજય પછી હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સ્થિતિ નહોર વગરના વાઘ જેવી

અમેરિકાના 21માંથી 19 પ્રમુખો મિડ ટર્મ ચૂંટણી હાર્યા, ફક્ત બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ જ અપવાદ

US Midterm Election Results 2026: ટ્રમ્પ પરાજિત, સેનેટમાં ડેમોક્રેટ્સે પલટી બાજી

Canva Layoffs: કેનવામાં 1,271 નોકરીઓ પર કાપ, કર્મચારીને યાદ આવી Googleની છટણી

Samsung કેમેરાની ડિઝાઈન બદલશે? Galaxy S27 Ultraએ આપ્યા સંકેત

નાસ્ડાકમાંથી બે ટ્રિલિયન ડોલર ધોવાઈ જાય તેવી સંભાવના


