KuberaNowLogo
Thursday, 05/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હવે શહેરના નવા વિસ્તારો સુધી પહોંચશે મેટ્રો, ફેઝ-3માં 41 સ્ટેશનની યોજના

2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોના ત્રીજા તબક્કાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ DPRને લીલી ઝંડી મળી છે અને હવે કેબિનેટ મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

desk@kuberanowPublished On : 31 Aug 2026
Metro
અમદાવાદ મેટ્રો નેટવર્કનો વ્યાપ વધશેAI GENERATED IMAGE

અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ પહેલાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત કરવા મેટ્રોના ત્રીજા તબક્કાની તૈયારી આગળ વધી રહી છે. અહેવાલ મુજબ ફેઝ-3 માટે કુલ 60 કિમીનો નવો રૂટ તૈયાર કરવાની યોજના છે, જેમાં 41 એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ અહેવાલને લીલી ઝંડી મળી છે અને હવે કેબિનેટ મંજૂરી મળવાની પ્રક્રિયા આગળ વધી રહી છે.


થલતેજથી ગોધાવી રૂટને પ્રથમ પ્રાથમિકતા

કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ફેઝ-3માં સૌથી પહેલાં થલતેજ ગામથી શીલજ થઈ ગોધાવીના SWASA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીનો રૂટ વિકસાવવાની તૈયારીમાં છે. આ રૂટથી પશ્ચિમ અમદાવાદના ઝડપથી વિકસતા વિસ્તારોને મેટ્રો સાથે સીધું જોડાણ મળી શકે છે. સાથે સ્પોર્ટ્સ સ્થળો, ગીચ વસતીવાળા વિસ્તારો, બજારો, રહેણાક વિસ્તારો અને હોસ્પિટલોને પણ મેટ્રો નેટવર્ક સાથે જોડવાની યોજના છે.


કોટેશ્વરથી એરપોર્ટ માટે અલગ મેટ્રો જોડાણ

ગાંધીનગર તરફથી આવતા મુસાફરો માટે કોટેશ્વરથી એરપોર્ટ સુધી અલગ મેટ્રો લાઇન બનાવવાની યોજના છે. આ માર્ગ પર આશરે 600 મીટરનો નદી પરનો પુલ અને 4 એલિવેટેડ સ્ટેશન બનાવાશે, જ્યારે એરપોર્ટનું મેટ્રો સ્ટેશન ભૂગર્ભ રહેશે. 200 એકરમાં વિકસતા સરદાર પટેલ એન્ક્લેવ વિસ્તારમાં પણ 2થી 3 મેટ્રો સ્ટેશનની યોજના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. એરપોર્ટ જોડાણને એપ્રિલ-મે 2030 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


જૂના શહેર માટે સર્ક્યુલર રૂટની પણ યોજના

અમદાવાદના મધ્ય અને જૂના વિસ્તારોને જોડવા માટે સર્ક્યુલર મેટ્રો રૂટની યોજના પણ તૈયાર થઈ રહી છે. આ રૂટ માટે જમીન પરીક્ષણની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે DPR સંબંધિત પ્રક્રિયા આગળ વધી રહી છે. સૂચિત રૂટમાં જૂના વાડજ, અમરાઈવાડી, ગાંધી આશ્રમ, મેઘાણીનગર અને નરોડા-નારોલ તરફના વિસ્તારોને જોડવાની યોજના છે.


મેટ્રો નેટવર્ક 138 કિમીથી વધુ થઈ શકે

હાલ અમદાવાદ મેટ્રોના ફેઝ-1 અને ફેઝ-2 મળીને 68 કિમીથી વધુનું નેટવર્ક કાર્યરત હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ફેઝ-3 પૂર્ણ થયા બાદ શહેરનું કુલ મેટ્રો નેટવર્ક 138 કિમીથી વધુ થઈ શકે છે. હાલ સામાન્ય દિવસોમાં પણ અમદાવાદ મેટ્રોમાં દરરોજ સરેરાશ આશરે 2 લાખ મુસાફરો મુસાફરી કરતા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.


અમારી WhatsApp ચેનલ સાથે જોડાવવા માટે 7069287000 પર Hi લખીને મોકલો

સાથે સાથે અમને ફોલો કરો

https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430


આ પણ વાંચો: 5જી નેટવર્કની ક્ષમતા વધારવા સરકાર અને કંપનીઓનું નવું પ્લાનિંગ, યુઝર્સને થશે ફાયદો

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા