દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ
દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત ST વિભાગે 1,150 એક્સ્ટ્રા ટ્રિપનું આયોજન કર્યું છે. 50થી વધુ મુસાફરોના ગ્રુપ માટે ઘરેથી પીકઅપની સુવિધા પણ આપવામાં આવશે.

Ahmedabad : દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન અને અન્ય શહેરોમાં જતા હોય છે. મુસાફરોની આ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત ST વિભાગે અમદાવાદથી 2થી 8 નવેમ્બર દરમિયાન કુલ 1,150 એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 50થી વધુ મુસાફરોના ગ્રુપ માટે ઘરેથી પીકઅપની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમદાવાદથી વધારાની 1,150 બસ ટ્રિપ
ST વિભાગ અમદાવાદ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. 2 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી કુલ 1,150 એક્સ્ટ્રા ટ્રિપ દોડાવવામાં આવશે. આ બસો સાણંદપુર, બોટાદ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ભુજ સહિતના વિવિધ વિસ્તારો માટે દોડશે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાલનપુર, અંબાજી સહિતના રૂટ પર પણ વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

50થી વધુ મુસાફરોના ગ્રુપ માટે ઘરેથી પીકઅપ
મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે 50થી વધુ મુસાફરોના ગ્રુપ બુકિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા ગ્રુપ માટે સીધા સ્થળ પરથી બસની ફાળવણી, UPIથી પેમેન્ટ અને ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. જો કોઈ ગ્રુપમાં 50થી વધુ મુસાફરો હોય તો બસ તેમના બુકિંગ સ્થળેથી પીકઅપ કરીને ગંતવ્ય સ્થળ સુધી લઈ જવાની સુવિધા પણ આપવામાં આવશે.
ઇસ્કોન, નહેરુનગર અને CTM પર સ્ટાફ તૈનાત
દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યા વધવાની શક્યતાને પગલે અમદાવાદના ઇસ્કોન, નહેરુનગર અને CTM ખાતે વધારાનો સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત જ્યાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળશે ત્યાં વધારાની બસો દોડાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની જરૂરિયાત પ્રમાણે બસોના આયોજનમાં વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો : ખાંડ ખૂટશે નહીં! તહેવારોની માંગ વચ્ચે સરકારે જાહેર કર્યો 13 લાખ ટન ક્વોટા
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા




