KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતમાં NLC India સ્થાપશે 275 MWનો મોટો બેટરી પ્રોજેક્ટ

સરકારની નવરત્ન કંપની NLC Indiaની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NLC India Renewables ગુજરાતમાં 275 MW/550 MWhનો બેટરી ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ (BESS) વિકસાવશે. GUVNLની સ્પર્ધાત્મક બોલીમાં કંપની સફળ રહી છે.

desk@kuberanowPublished On : 5 Sept 2026
NLC India Company
NLC India LimitedAI Generated Image

સરકારી ખાણકામ અને વીજ ઉત્પાદન કંપની NLC India Limitedની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NLC India Renewables Limited ગુજરાતમાં 275 MW/550 MWh ક્ષમતાનો સ્વતંત્ર બેટરી ઊર્જા સંગ્રહ પ્રોજેક્ટ સ્થાપશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)એ રાજ્યમાં સ્વતંત્ર બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ (Battery Energy Storage System) સ્થાપવા માટે ટેરિફ આધારિત બોલી (Bid) મંગાવી હતી. આ Bid પ્રક્રિયામાં NLC India Renewablesની સફળ બોલીદાર તરીકે પસંદગી થઈ છે. કંપનીને પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે GUVNL તરફથી ઇરાદાપત્ર (Letter of Intent) પણ મળ્યું છે.


બેટરી સ્ટોરેજ સૌર અને પવન જેવી રિન્યુએબલ ઊર્જાના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે. હવામાન અને દિવસના સમય પ્રમાણે બદલાતા ઉત્પાદનને સંતુલિત કરી આવી વ્યવસ્થા ગ્રીડની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. NLC India તેના પરંપરાગત લિગ્નાઇટ ખાણકામ અને વીજ ઉત્પાદન વ્યવસાયથી આગળ વધીને નવા ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કરી રહી છે.


જૂન 2026માં કંપનીને તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં આવેલા પરવથાપુર વેનેડિયમ, ટાઇટેનિયમ અને એલ્યુમિનસ લેટેરાઇટ બ્લોક માટે બોલીદાર તરીકે પસંદગી થઈ હતી. આ ખનિજો ઊર્જા સંગ્રહ, સંરક્ષણ, અવકાશ અને અદ્યતન ઉત્પાદન જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ છે. ગુજરાતનો બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ NLC Indiaના રિન્યુએબલ ઊર્જા વ્યવસાયને વિસ્તારવાની દિશામાં મહત્વનું પગલું બની રહેશે. કેન્દ્ર સરકારના નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ આ ક્ષેત્રને વ્યૂહાત્મક પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો: આખરે NSE IPO માટે SEBIની મંજૂરી, હવે લિસ્ટિંગની તારીખ પર સૌની નજર



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા