KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

એક જોડી ઝુમકા અને 2 વર્લ્ડ રેકોર્ડ! રૂ. 17 કરોડના 16.5 કિલો સોનાથી થયો કમાલ

જોયઅલ્લુકાસે 22 કેરેટ સોનાના તૈયાર કર્યા ‘મયુરા સહસ્ત્ર’; 55 કારીગરોએ 5,840 કલાકમાં બનાવી ઝુમકાની અનોખી જોડી. દુબઈમાં અનાવરણ થયેલા ‘મયુરા સહસ્ત્ર’ને સૌથી ભારે અને સૌથી મોટા સોનાના ઝુમકા તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું.

desk@kuberanowPublished On : 26 Oct 2026
Joyalukkas Guinness pic
AI Generated Image

દુબઈમાં સોનાથી બનેલી વિશાળ ઝુમકાની એક જોડીએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં બે રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. 22 કેરેટ સોનાથી બનેલા આ ઝુમકાનું કુલ વજન 16.514 કિલો છે. તેને દુનિયાના સૌથી ભારે અને સૌથી મોટા સોનાના ઝુમકા તરીકે માન્યતા મળી છે. આ ઝુમકાનું નામ ‘મયુરા સહસ્ત્ર’ રખાયું છે, જેનો અર્થ છે ‘એક હજાર મોર.’ સોનાના વર્તમાન ભાવ મુજબ આ ઝુમકાની કિંમત અંદાજે રૂ. 17 કરોડથી વધુ થાય છે.


જોયઅલ્લુકાસ જ્વેલરી તરફથી તૈયાર કરાયેલા આ ઝુમકાનું અનાવરણ 24 ઓક્ટોબરે દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ સ્થિત જ્વેલ ઓફ જોય શોરૂમમાં કરાયું હતું. આ પ્રસંગે સંયુક્ત આરબ અમીરાતના અર્થવ્યવસ્થા અને પ્રવાસન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મર્રી સહિત અનેક સેલિબ્રિટી હાજર હતી.


Joyalukkas Guinness


55 કારીગરોએ તૈયાર કર્યા ઝુમકા

આ ઝુમકા બનાવવામાં 55 કુશળ કારીગરોએ અનેક મહિનાઓ સુધી કામ કર્યું હતું. તેને તૈયાર કરવામાં કુલ 5,840 કલાક લાગ્યા હતા. તેની લિંબાઈ 1,215 મીટર અને વ્યાસ 0.682 મીટર છે. આ ઝુમકાની ડિઝાઈન ભારતીય સંસ્કૃતિમાં સુંદરતા અને શાનનું પ્રતિક માનવામાં આવતા મોરથી પ્રેરિત છે. પારંપરિક ઝુમકા શૅલીમાં તૈયાર કરાયેલી આ જોડીમાં મોરના પાંખ જેવી ઝીણવટપૂર્વકની કારીગરી કરાઈ છે.


જોયઅલ્લુકાસ જ્વેલરીના મુખ્ય કાર્યકારી અધિકારી જોન પોલ અલ્લુકાસ મુજબ કંપનીએ સંયુક્ત આરબ અમીરતામાં તેના ચાર દાયકાના પ્રવાસ અને દુબઈના વિકાસથી પ્રેરિત થઈને આ રેકોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો હતો. કંપનીનો આશય દુબઈની સોનાના કારોબાર સાથે સંકળાયેલી ઓળખને વધુ મજબૂત કરવાનો હતો. જોન પોલે કહ્યું કે, સમય સાથે ગ્રાહકોની પસંદમાં ફેરફાર આવ્યો છે. હવે હળવા વજનના આભૂષણોની માગ પણ વધી રહી છે. કંપની 22 અને 18 કેરેટ સોનાના ઘરેણાં સિવાય 14 કેરેટના ઘરેણાં બનાવવાની યોજના બનાવી રહી છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn