KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પ્રકૃતિ અને રોમાંચનો અનોખો સંગમ! એકતા નગરમાં ‘રેઇન ફોરેસ્ટ’નું PM મોદી કરશે લોકાર્પણ

એકતા નગરમાં ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવેલું ‘રેઇન ફોરેસ્ટ’ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે. પ્રોજેક્ટમાં 220 મીટરનો ગ્લાસ ડેક સ્કાયવોક, ધોધ, તળાવ અને ભારતના વિવિધ પ્રદેશોની સદાબહાર વનસ્પતિ જોવા મળશે.

desk@kuberanowPublished On : 29 Oct 2026
Ektanagar
AI Generated Image

સ્ટેચ્યુ ઑફ યુનિટી માટે જાણીતા નર્મદા જિલ્લાના એકતા નગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’ વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. અહીં પ્રવાસીઓને પ્રકૃતિની વચ્ચે રહેવાની સાથે ભારતના વિવિધ પ્રદેશોની સદાબહાર વનસ્પતિ અને જૈવવિવિધતા જાણવાનો અનુભવ મળશે.


Ektanagar


ભારતના વિવિધ પ્રદેશોની વનસ્પતિ એક જ સ્થળે

એકતા નગરના રેઇન ફોરેસ્ટમાં પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓ જેવા પ્રદેશોની વિવિધ સદાબહાર વનસ્પતિની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટમાં ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા, વન સંરક્ષણ અને સ્થાનિક વનસ્પતિના મહત્ત્વ અંગે જાણકારી મેળવવાની તક પણ મળશે. ઇન્ફોર્મેશન સેન્ટરમાં નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડ દ્વારા વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી અને જૈવવિવિધતા અંગે માહિતી આપવામાં આવશે.

IN


220 મીટરનો ગ્લાસ સ્કાયવોક બનશે મુખ્ય આકર્ષણ

રેઇન ફોરેસ્ટનું સૌથી ખાસ આકર્ષણ આશરે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ રહેશે. ગ્લાસ વૉક-વે પરથી પ્રવાસીઓ રેઇન ફોરેસ્ટના પ્રાકૃતિક સૌંદર્યને અલગ દૃષ્ટિકોણથી નિહાળી શકશે. આ ઉપરાંત 5થી 8 મીટર ઊંચાઈ ધરાવતો ધોધ, સર્ક્યુલર તળાવ અને તેને જોડતા પુલો પણ વિકસાવવામાં આવ્યા છે. પ્રાકૃતિક પથ્થરોથી બનાવવામાં આવેલું 20 ફૂટ ઊંચું અને 40 ફૂટ પહોળું પ્રવેશદ્વાર પણ આ પ્રોજેક્ટનો ભાગ છે.

N


બાળકો માટે પણ વિવિધ સુવિધાઓ

રેઇન ફોરેસ્ટમાં બાળકો માટે ખાસ પ્લે એરિયા વિકસાવવામાં આવ્યો છે. તેમાં રોક ક્લાઇમ્બિંગ વૉલ, અલગ-અલગ ઊંચાઈની સ્લાઇડ્સ, સીડીથી જોડાયેલી ટ્રી બાલ્કનીઝ અને હીંચકાઓ જેવી સુવિધાઓ હશે. નર્મદા પથ્થર તથા ઈંટ-ચૂનાના વૉકિંગ ટ્રેલ્સ, વૃક્ષોની હારમાળા અને રેઇન ફોરેસ્ટના વિવિધ સ્તરો દર્શાવતું થીમેટિક લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવ્યું છે.


INDIA


ઇકો-ટુરિઝમ અને પ્રકૃતિ અભ્યાસને મળશે પ્રોત્સાહન

એકતા નગરનું રેઇન ફોરેસ્ટ ઇકો-ટુરિઝમ અને પ્રકૃતિના અભ્યાસ માટેનું સ્થળ બનશે. અહીં વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓને પર્યાવરણ અને જૈવવિવિધતા અંગે અભ્યાસ કરવાની તક મળશે. પ્રોજેક્ટથી ભારતના વિવિધ પ્રદેશોની સદાબહાર વનસ્પતિને એક જ સ્થળે નિહાળવાની તક સાથે જવાબદાર અને ટકાઉ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. સાથે જ એકતા નગરની પ્રવાસન સ્થળ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવવાનો હેતુ છે.


આ પણ વાંચો : અમદાવાદમાં GCCIની India-France Deep Tech બેઠક, રોકાણ અને ટેક સહયોગ પર મંથન

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા