ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોને રાહત, સહકારી કૃષિ ધિરાણ પર ₹174.07 કરોડની વ્યાજ સહાય મંજૂર
ગુજરાત સરકારે સહકારી બેંકોના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને અપાયેલા કૃષિ ધિરાણ પર 2% વ્યાજ રાહત માટે ₹174.07 કરોડની સહાય મંજૂર કરી છે. આ નિર્ણયથી રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે અને તેમને 7%ના રાહત દરે પાક ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

ગુજરાત સરકારે ખેડૂતો અને સહકારી કૃષિ ધિરાણ માળખાને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સહકારી બેંકોના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને કરાયેલા ધિરાણ પર 2% વ્યાજ સહાય માટે ₹174.07 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા મુજબ આ સહાય 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન સહકારી બેંકો દ્વારા પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપવામાં આવેલા ધિરાણ પર લાગુ થશે.
ખેડૂતોને 7%ના દરે પાક ધિરાણ
અગાઉ અનેક સહકારી બેંકો ખેડૂતોને 10%થી 13% સુધીના વ્યાજદરે ધિરાણ આપતી હતી. ખેડૂતો પર વ્યાજનો વધારાનો બોજ ન પડે તે માટે રાજ્ય સરકારે 2009-10થી 2% વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે. આ સહાયથી ખેડૂતોને હાલમાં 7%ના રાહત દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે. સહકારી બેંકોનું ભંડોળ મેળવવાનો ખર્ચ અન્ય બેંકોની સરખામણીએ વધુ હોવા છતાં આ તફાવત રાજ્ય સરકાર વ્યાજ સહાય દ્વારા ભરપાઈ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને ₹17,000 સુધી સહાય; પશુઓ માટે પણ રાહત
10 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા
ગુજરાતમાં સહકારી કૃષિ ધિરાણ માટે ત્રિ-સ્તરીય માળખું કાર્યરત છે. તેમાં 1 રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) સામેલ છે. આ માળખા દ્વારા રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે.
નાના અને સીમાંત ખેડૂતોને ખાસ ફાયદો
રાજ્યના આશરે 33% નાના અને સીમાંત ખેડૂતો સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીયકૃત અથવા ખાનગી બેંકોની પહોંચ મર્યાદિત હોવાથી સહકારી મંડળીઓ ખેડૂતો માટે ધિરાણ મેળવવાનો મુખ્ય વિકલ્પ બને છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતો પર વ્યાજનો બોજ ઘટાડવામાં મદદ મળશે અને સહકારી કૃષિ ધિરાણ વ્યવસ્થાને પણ નાણાકીય ટેકો મળશે.
આ પણ જુઓ
Also Read

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ




