KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે હરિયાણાને ₹12,000 કરોડના રોકાણ પ્રસ્તાવ, ડિફેન્સથી વેસ્ટ-ટુ-એનર્જી સુધી MoU

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વિવિધ કંપનીઓ સાથે આશરે ₹12,000 કરોડના રોકાણ સંબંધિત MoU થયા છે. ડિફેન્સ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ, ઔદ્યોગિક મશીનરી, સૌર ઊર્જા, કોસ્મેટિક ઉત્પાદન અને વેસ્ટ-ટુ-એનર્જી જેવા ક્ષેત્રોમાં આ રોકાણ પ્રસ્તાવો થયા છે.

kuberanow deskPublished On : 27 Oct 2026
tourism

હરિયાણામાં ઔદ્યોગિક વિકાસ અને નવા રોકાણ આકર્ષવા માટે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાત પ્રવાસે આવ્યું છે. પ્રવાસના પ્રથમ દિવસે વિવિધ કંપનીઓ સાથે આશરે ₹12,000 કરોડના રોકાણ સંબંધિત MoU કરવામાં આવ્યા હોવાનું હરિયાણા સરકાર દ્વારા જણાવાયું છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ વિવિધ કંપનીઓના સ્થાપકો, MD અને CEO સાથે વ્યક્તિગત બેઠકો કરી હતી. તેમાં હરિયાણામાં હાલની પ્રવૃત્તિઓના વિસ્તરણ, નવા ઔદ્યોગિક એકમોની સ્થાપના અને સંભવિત રોકાણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.


કયા ક્ષેત્રમાં કેટલું રોકાણ?

સૌથી મોટો પ્રસ્તાવ ડિફેન્સ ટેક્સટાઇલ ક્ષેત્રમાં ₹5,000 કરોડનો છે. જેમાં ટેકનિકલ ટેક્સટાઇલમાં ₹2,000 કરોડ, ઔદ્યોગિક મશીનરીમાં ₹500 કરોડ, સૌર ઊર્જા અને કોસ્મેટિક ઉત્પાદનમાં ₹400 કરોડ અને વેસ્ટ-ટુ-એનર્જીમાં ₹4,000 કરોડના રોકાણ પર સહમતિ થઈ છે.


હરિયાણા સરકારનો ફોકસ શું?

મુખ્યમંત્રી સૈનીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વધુ રોકાણ આકર્ષીને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા પર ભાર આપી રહી છે. સરકાર ઉદ્યોગોની સ્થાપના અને વિસ્તરણ માટે સરળ પ્રક્રિયા, સમયબદ્ધ મંજૂરી, સિંગલ વિન્ડો સિસ્ટમ, મજબૂત ઔદ્યોગિક માળખું અને સારી કનેક્ટિવિટી આપવા પર કામ કરી રહી હોવાનું જણાવાયું છે.


Plug-and-Play સુવિધાઓ પર ભાર

બેઠકો દરમિયાન ઉદ્યોગ પ્રતિનિધિઓએ હરિયાણાની ઔદ્યોગિક નીતિઓ, રોકાણ પ્રોત્સાહન યોજના, આધુનિક ઔદ્યોગિક સુવિધાઓ અને Plug-and-Play માળખામાં રસ દર્શાવવામાં આવ્યો હતો. સરકારનું કહેવું છે કે બિનજરૂરી પ્રક્રિયાગત અવરોધો ઘટાડીને રોકાણકારોને તેમના પ્રોજેક્ટ સમયસર શરૂ કરવામાં મદદ કરવાનો ઉદ્દેશ છે.


રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને ફાયદાની અપેક્ષા

આ રોકાણ પ્રસ્તાવોના અમલથી સહાયક ઉદ્યોગોનો વિકાસ, સ્થાનિક સપ્લાય ચેઇનનું વિસ્તરણ અને નવી રોજગારીની તકો ઊભી થઈ શકે છે. જોકે હાલ જાહેર કરાયેલા આંકડા MoU અને રોકાણ પ્રસ્તાવો છે. વાસ્તવિક રોકાણ કેટલું અને ક્યારે થશે તે સંબંધિત પ્રોજેક્ટના અમલ પર નિર્ભર રહેશે.


Happening Haryana Global Summit માટે આમંત્રણ

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને એપ્રિલ 2027માં યોજાનારી Happening Haryana Global Summitમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા