ગુજરાતીઓએ PPFને કેમ તડકે મૂકી NPSમાં રોકાણ કરવા લગાવી દોટ?
સ્વરોજગાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની મોટી સંખ્યાને કારણે ગુજરાતમાં NPSનો વ્યાપ વધવાની સંભાવના છે.2024-25 સુધીમાં ગુજરાતમાં NPS હેઠળ આશરે 3.06 લાખ નોંધણીઓ થઈ હતી.

સ્વરોજગાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોની મોટી સંખ્યાને કારણે ગુજરાતમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)નો વ્યાપ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંપરાગત નોકરીદાતા આધારિત નિવૃત્તિ લાભોથી વંચિત વર્ગ માટે લાંબા ગાળાના નિવૃત્તિ આયોજનની જરૂરિયાતને કારણે NPSમાં વધુ નોંધણીની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં NPS હેઠળ 48,885 નવી નોંધણીઓ
ચાલુ વર્ષે ગુજરાતમાં NPS હેઠળ 48,885 નવી નોંધણીઓ થઈ છે. તેમાં 11,064 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પેન્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા મુજબ, MSME ક્ષેત્રનું કદ મોટું હોવા છતાં તેના માટેનું ઔપચારિક પેન્શન કવરેજ હજુ મર્યાદિત છે. આ કારણે સ્વરોજગાર અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે NPSનો વ્યાપ વધારવાની શક્યતા છે.
2024-25 સુધીમાં 3.06 લાખ નોંધણીઓ
નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં ગુજરાતમાં તમામ નાગરિકો માટે NPS હેઠળ આશરે 3.06 લાખ નોંધણીઓ થઈ હતી. આ આંકડો રાજ્યમાં NPSના કવરેજને દર્શાવે છે. નવી નોંધણીઓમાં મહિલાઓની ભાગીદારી પણ જોવા મળી રહી છે.
સ્વરોજગાર વર્ગ માટે નિવૃત્તિ આયોજનનો પડકાર
પિરિયોડિક લેબર ફોર્સ સર્વે 2024 મુજબ ગુજરાતના 47.8 ટકા કામદારો સ્વરોજગાર છે, જ્યારે આશરે 19 ટકા લોકો કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર તરીકે કાર્યરત છે. આ વર્ગ માટે પરંપરાગત નોકરીદાતા આધારિત નિવૃત્તિ લાભો ઉપલબ્ધ ન હોવાથી લાંબા ગાળાના નિવૃત્તિ આયોજનની જરૂરિયાત વધી રહી છે. આવી સ્થિતિમાં NPS જેવા પેન્શન વિકલ્પોનું કવરેજ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : 'આના કરતાં રોકડ સારી!’ UPI પેમેન્ટ પર ટેક્સનો માર, વેપારીઓમાં રોષ
આ પણ જુઓ :
Also Read

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ




