વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, બનાસકાંઠાથી કેવડિયા સુધી વિવિધ કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.બનાસકાંઠા અને કેવડિયામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને એકતા પરેડનો સમાવેશ થાય છે.

PM MODI GUJARAT VISIT : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ 30 ઓક્ટોબરે બનાસકાંઠા અને 31 ઓક્ટોબરે કેવડિયામાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વર્ષ દરમિયાન વડાપ્રધાનનો ગુજરાતનો આ છઠ્ઠો પ્રવાસ હશે.
30 ઓક્ટોબરે બનાસકાંઠામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ
વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બનાસ ડેરી હસ્તકના ભીલડી સેન્ટર ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ માટે વડાપ્રધાન ખાસ વિમાન દ્વારા લાખણીના એરફોર્સ સ્ટેશન ખાતે ઉતરાણ કરશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે ભીલડી જવા રવાના થશે. ભીલડી ખાતે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ દરમિયાન PM કિસાન યોજનાનો હપ્તો દેશના 9.6 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થશે.

OPU-IVF અને ગર્ભ પ્રત્યારોપણ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, કેન્દ્રમાં OPU-IVF અને ગર્ભ પ્રત્યારોપણ જેવી અદ્યતન વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે ઉત્તમ ઓલાદની ગાય વર્ષમાં એક જ વાછરડું આપે છે. પરંતુ નવી પ્રજનન ટેક્નોલોજીની મદદથી શ્રેષ્ઠ ગાયમાંથી એક વર્ષમાં અનેક વાછરડાં મેળવવાની શક્યતા ઊભી થશે. કેન્દ્રમાં દર વર્ષે 25,000 ઉત્તમ ગર્ભ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેના પરિણામે આવનારી પેઢીનાં પશુઓમાં અગાઉની સરખામણીએ વધુ દૂધ આપવાની ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
₹325 કરોડના ખર્ચે તૈયાર થયું આધુનિક કેન્દ્ર
BBBRCનું નિર્માણ બનાસ ડેરી દ્વારા 127 એકર જમીનમાં ₹325 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેક્નિકલ માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના ‘રાષ્ટ્રીય ગોકુળ મિશન’ની મદદથી આ કેન્દ્ર તૈયાર થયું છે. આ કેન્દ્રનો મુખ્ય હેતુ પશુઓની ઓલાદ સુધારવાનો અને ડેરી વ્યવસાયને વધુ અસરકારક બનાવવાનો છે. ‘ઓછાં પશુ, વધુ ગુણવત્તાવાળાં પશુ અને વધુ દૂધ’ના વિચાર સાથે અહીં પશુ સંવર્ધન પર ભાર મૂકવામાં આવશે.
PM-કિસાન સન્માન નિધિ કેશ-ઇન્ફ્યુઝન
ભીલડી ખાતેથી દેશભરના કરોડો ખેડૂતો માટે 'પી.એમ. કિસાન સન્માન નિધિ' (PM-KISAN) યોજનાના 24મા હપ્તાનું ડિજિટલ માધ્યમથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT). રવિ વાવણી પૂર્વે આ રકમ સીધી જમા થવાથી ગ્રામીણ વપરાશ અને ખેતી ખર્ચ માટે રોકડ તરલતા મળશે.

બનાસ ડેરી અને એગ્રી-પ્રોજેક્ટ્સ
બનાસ ડેરીના મહત્વકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ્સ, દૂધ પ્રોસેસિંગ યુનિટ્સ અને સહકારી માળખા સાથે જોડાયેલા નવા પ્લાન્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ઉત્તર ગુજરાત અને સરહદી પંથકમાં નર્મદા કેનાલ નેટવર્ક, સુજલામ સુફલામ પાઇપલાઇન તથા સ્થાનિક જળ સંચય યોજનાઓનું મૂલ્યાંકન અને જળ સુરક્ષા પ્રોજેક્ટ્સને વેગ.
31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા પરેડમાં હાજરી
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી એકતા પરેડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં થીમ આધારિત કુલ 15 ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત બે હજારથી વધુ કલાકારો સાથેની નાટ્યપ્રસ્તુતિ પણ યોજાશે. વડાપ્રધાનના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન બનાસકાંઠા અને કેવડિયા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.
આ પણ વાંચો : કઠોળની આયાતમાં 67%નો ઉછાળો, રશિયન સંકટથી સપ્લાય ખોરવાવાની ભીતિ!
આ પણ જુઓ:
Also Read

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ




