જામનગરમાં રુબિયોની ‘રિફાઈનરી ડિપ્લોમસી’! રિલાયન્સની રિફાઈનિંગ તાકાત પર અમેરિકાની નજર
વિશ્વની સૌથી મોટી રિફાઈનિંગ સુવિધાઓમાંની એકની મુલાકાત દરમિયાન ક્રૂડ, હોર્મુઝ રૂટ અને સંભવિત ભારત-અમેરિકા ઊર્જા ભાગીદારી મહત્વના મુદ્દા બની શકે છે, વૈશ્વિક ઈંધણ સપ્લાય અને ઊર્જા સહકાર પર અમેરિકાની નજર

ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયો બુધવારે જામનગર શહેર પહોંચ્યા છે. તેઓ જામનગરમાં દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નેતૃત્વની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની માલિકીની ઓઈલ રિફાઈનરીની મુલાકાતે આવ્યા છે. જામનગર પહોંચતા પહેલાં જ રુબિયોએ ભારતને ક્રૂડ ઓઈલના રિફાઈનિંગ ક્ષેત્રમાં ‘સુપરપાવર’ ગણાવ્યું હતું. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધની કટોકટી વચ્ચે માર્કો રુબિયો એનર્જી, ટ્રેડ અને રોકાણ, સંરક્ષણ તથા ક્રિટિકલ ટેક્નોલોજીસના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે ભારત આવ્યા છે.
ભારત-અમેરિકા ઊર્જા ભાગીદારી પર ચર્ચાની સંભાવના
માર્કો રુબિયોના આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરી છે, જેને દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઈલના રિફાઈનિંગની સુવિધા તરીકે ઓળખવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરી દૈનિક 14 લાખ બેરલ ક્રૂડ ઓઈલ રિફાઈન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય રુબિયો અનંત અંબાણીએ ઊભા કરેલા વનતારા પશુ બચાવ અને સંરક્ષણ કેન્દ્રની પણ મુલાકાત લેશે. માર્કો રુબિયોના આ પ્રવાસ દરમિયાન વૈશ્વિક ઈંધણ પૂરવઠાની સ્થિરતા, હોર્મુઝની ખાડી જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સમુદ્રી પરિવહન માર્ગોની સંવેદનશીલતા અને સંભવિત ભારત-અમેરિકા ઊર્જા ભાગીદારી પર ચર્ચા થવાની સંભાવના છે. અમેરિકામાં ગેસોલિન અને ડીઝલના આસમાને આંબતા ભાવો વચ્ચે રુબિયોના ભારત પ્રવસાનું રણનીતિક અને આર્થિક મહત્વ વધી જાય છે.
રિફાઈનિંગ ક્ષેત્રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકા મહત્વની
માર્કો રુબિયોએ જામનગર પહોંચતા પહેલા વૈશ્વિક એનર્જી રિફાઈનિંગ ક્ષેત્રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકા મહત્વની હોવાની બાબત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, રિલાયન્સ એક મહત્વની કંપની છે. તેની રિફાઈન ક્ષણતા અસાધારણ છે. રિલાયન્સની રીફાઈનિંગ ક્ષમતા ભારતના ઊર્જા સહકારના પ્રયત્નોને વિસ્તારી શકે છે. તેમણે રિલાયન્સની રિફાઈનિંગ ક્ષમતા અને વેનેઝુએલાના ઓઈલના સંભિત જોડાણ અંગે ચર્ચા થવાના પણ સંકેત આપ્યા હતા.
રિફાઈનરી 216થી વધુ કેટેગરીનું ક્રૂડ રિફાઈન કરવા સક્ષમ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વેબસાઈટ મુજબ જામનગર રિફાઈનરી દુનિયામાં ઉત્પાદિત ક્રૂડ ઓઈલની 216થી વધુ વિવિધ કેટેગરીના ક્રૂડનું રિફાઈનિંગ કરે છે. કંપનીનો દાવો છે કે સંભવતઃ આ સિદ્ધિ મેળવનારી આ દુનિયાની એકમાત્ર રિફાઈનરી છે. જામનગર રિફાઈનરી કોમ્પ્લેક્ષ દુનિયાના કેટલાક સૌથી મોટા ઔદ્યોગિક એકમોમાં સ્થાન ધરાવે છે. તેમાં ફઅલુડાઈઝ્ડ કૈટેલિટિક ક્રેકર (FCR), કોકર, અલ્કાઈલેશન, પૈરાક્સાઈલીન, પોલીપ્રોપાઈલીન, રિફાઈનરી ઓફ - ગેસ ક્રેકર (ROGC) અનેપેટકોક ગૈસીકરણ સંયત્ર સામેલ છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ




