KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે ભુવનેશ્વરમાં રોડ-શો, સેમિકન્ડક્ટરથી મેન્યુફેક્ચરિંગ સુધી સહયોગ પર ભાર

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના પ્રચાર અને ઔદ્યોગિક સહયોગને વેગ આપવા ભુવનેશ્વરમાં રોડ-શો યોજાયો. તેમાં ગુજરાત અને ઓડિશા વચ્ચે સેમિકન્ડક્ટર, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજી ભાગીદારીની તકો પર ખાસ ભાર મૂકાયો.

desk@kuberanowUpdated On : 3 Nov 2026
Vibrant Bhuvneshwar
ગુજરાત સરકારના મંત્રી ડૉ. જયરામ ગામિત તેમજ ગુજરાત સરકારના લેબર, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર વિભાગના સેક્રેટરી શ્રી લોચન સેહરા, IAS અને ગુજરાતના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ભુવનેશ્વરની અગ્રણી સંસ્થાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ગુજરાત સરકારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ઔદ્યોગિક રોડ-શો યોજીને રોકાણ અને ટેક્નોલોજી ભાગીદારી માટે નવી તકો રજૂ કરી છે. રોડ-શોમાં ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ સાથે ઓડિશાની મિનરલ, મેટલ, ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષમતાઓને જોડીને બંને રાજ્યો વચ્ચે વ્યાપક વ્યાવસાયિક સહયોગ વિકસાવવાની સંભાવનાઓ પર ભાર મૂકાયો હતો.


અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો

રોડ-શો પહેલાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિત, લેબર, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગાર વિભાગના સેક્રેટરી લોચન સેહરા, IAS સહિતના પ્રતિનિધિઓએ ભુવનેશ્વરની અગ્રણી સંસ્થાઓ અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બેઠકોમાં જિંદાલ સ્ટેઇનલેસ સ્ટીલ, CASPC ઓડિશા, વેલસ્પન, અવાડા એનર્જી, કયોરબે, વર્લ્ડ સ્કીલ સેન્ટર અને NALCO સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. ચર્ચામાં ઔદ્યોગિક સહકાર, ઉભરતી ટેક્નોલોજી અને સંભવિત ભાગીદારીના ક્ષેત્રો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.


Vibrant Bhuvneshwar 2


સેમિકન્ડક્ટર અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ પર ફોકસ

રોડ-શોમાં લોચન સેહરા દ્વારા VGGS 2027 અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ દર્શાવતી વિશેષ શોર્ટ ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. ચર્ચામાં ઓડિશાની સ્થાપિત ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમને ગુજરાતની ઉભરતી સેમિકન્ડક્ટર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ક્ષમતાઓ સાથે જોડવાની તકો પર ખાસ ભાર મૂકાયો હતો.


ગુજરાત-ઓડિશા સહયોગથી નવી તકોની આશા

રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિતે જણાવ્યું હતું કે ઓડિશાએ મિનરલ, મેટલ અને એલ્યુમિનિયમ ક્ષેત્રે મજબૂત ઓળખ બનાવી છે, જ્યારે ગુજરાત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને વૈશ્વિક કનેક્ટિવિટી ક્ષેત્રે મજબૂત ક્ષમતા ધરાવે છે. તેમણે બંને રાજ્યોના ઉદ્યોગો, સાહસિકો અને યુવા પ્રતિભાઓને સાથે લાવી નવીનતા, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરી શકાય તેમ જણાવ્યું હતું.


Vibrant Bhuvneshwar Info


મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનું મહત્વનું યોગદાન

માહિતી મુજબ ગુજરાત ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17% અને માલસામાનની નિકાસમાં 25% યોગદાન આપે છે. આ ઔદ્યોગિક આધારને ધ્યાનમાં રાખીને રોડ-શોમાં રોકાણ, ઉત્પાદન, ટેક્નોલોજી અને સપ્લાય ચેઇન ક્ષેત્રે સહયોગની શક્યતાઓ રજૂ કરાઈ હતી.


Vibrant Bhuvneshwar1


10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન સમિટ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ વખતે સમિટની થીમ “વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર” રહેશે. 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વૈશ્વિક અને રાષ્ટ્રીય ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓને એક મંચ પર લાવતી દ્વિવાર્ષિક રોકાણ સમિટ છે. ભુવનેશ્વરનો રોડ-શો ગુજરાત અને ઓડિશા વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને ચર્ચાથી આગળ લઈ જઈ રોકાણ, ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વ્યવહારુ ભાગીદારી વિકસાવવાના પ્રયાસ તરીકે રજૂ થયો છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા